Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
બોરસદ : પુત્રના પ્રથમ જન્મદિનની ઉજવણી કર્યાના બીજા દિવસે જ માતાનો ગળે ફાંસો ખાઈને આપઘાત
પતિ તેમજ સાસુ-સસરા દ્વારા ઘરના કામકાજ બાબતે અસહ્ય ત્રાસ ગુજારાતા કોડભરી પરિણીતાએ આખરે ભરેલું અંતિમ પગલું
25/05/2024 00:05 AM Send-Mail
બોરસદ શહેરના પામોલ રોડ ઉપર આવેલી વડીયા તલાવડી પાસે રહેતી એક પરિણીતાએ ઘરના કામકાજ તેમજ જમવાનું બનાવવાની બાબતે પતિ, સાસુ-સસરાના અસહ્ય ત્રાસથી કંટાળી જઈને પોતાના પુત્રનો પ્રથમ જન્મદિન મનાવીને બીજા દિવસની રાત્રીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી જવા પામી છે. બોરસદ શહેર પોલીસે ત્રણેય વિરૂદ્ઘ આપઘાત કરવા માટે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

મળતી વિગતો અનુસાર સોજીત્રા તાલુકાના કાસોર ગામે રહેતા ફરિયાદી લ-મીબેન ઉર્ફે કકીબેન લ-મણભાઈ પરમારની પુત્રી નયનાબેનના લગj ગત તારીખ ૧૫-૫-૨૧ના રોજ બોરસદ ખાતે રહેતા સત્યમભાઈ બળવંતભાઈ પરમાર સાથે કરવામાં આવ્યા હતા.લગj બાદ એક વર્ષ પછી પુત્રીનું આણું કરવામાં આવ્યું હતુ. લગjના થોડા સમય બાદથી જ સાસુ કૈલાશબેન અને સસરા બળવંતભાઈ દ્વારા રસોઈ તેમજ ઘરના કામકાજને લઈને મેણાંટોણા મારીને માનસિક ત્રાસ આપવાનું ચાલુ કરી દીધું હતુ.

સાસુ-સસરા દ્વારા પતિને ઉશ્કેરણી કરવામાં આવતાં પતિ દ્વારા અવાર-નવાર મારઝુડ કરવામાં આવી હતી.જો કે દિકરીનો ઘર સંસાર ના બગડે તે માટે તેણીના માવતર સમજાવીને સાસરે મોકલી દેતા હતા. દરમ્યાન તેણીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રના જન્મ બાદ પણ ત્રાસ ઓછો થયો નહોતો અને મારઝુડ ચાલુ જ રહેવા પામી હતી. ૧૫ દિવસ પહેલા જ નયનાબેને માવતરને રડતાં રડતા અસહ્ય ત્રાસની ફરિયાદ કરતા તેણીના માવતર આવીને તેણીને પીયર લઈ ગયા હતા. રવિવારના રોજ રાત્રીના સુમારે તેણીના સાસુ-સસરા ગાડી લઈને આવ્યા હતા અને તેણીના પુત્ર કૃણાલનો જન્મદિવસ ૨૨મી તારીખના રોજ તેણીને મોકલી આપવાનું કહેતા, નયનાબેનને સાસરે મોકલી આપી હતી. ૨૨મી તારીખના રોજ નયનાબેનના માવતર પણ ભાણાનો જન્મદિવસ ઉજવવા માટે બોરસદ ખાતે આવ્યા હતા.જન્મદિવસ ઉજવ્યા બાદ મોડીરાત્રે તેઓ ઘરે જત રહ્યા હતા. ત્યારબાદ ગઈકાલે રાત્રીના સુમારે નયનાબેને પંખા સાથે સાડી બાંધીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીઘો હતો. આ અંગે બોરસદ શહેર પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ધાર્મિક ટ્રસ્ટોમાંથી ૧૧ કરોડની લોન અપાવવાના બહાને વડોદરાના બીલ્ડર સાથે ૪૫ લાખની છેતરપીંડી

અડાસ સીમમાં જન્ના-મન્નાના ચાલતા જુગારના અડ્ડા ઉપર SMCનો દરોડો

વડદલા, પેટલાદ અને ઈસણાવમાંથી વિદશી દારૂ બીયરની ૧૩૨ બોટલો સાથે ત્રણ ઝડપાયા

રતનપુરાની પરિણીતાએ પુત્રીને જન્મ આપતાં ત્રાસ ગુજારીને પહેરેલા કપડે કાઢી મુકી

કરમસદ : ૮.૦૬ લાખના ચેક રીર્ટન કેસમાં ગજાનંદ ઓટો પાટ્સના માલિકને ૨ વર્ષની કેદની સજા

ભાલેજ : તાડપુરા ચોકડી પાસે આડા સંબંધના વહેમમાં સાવકા સસરાની જમાઈ દ્વારા હત્યા

ખંભાત : સને ૧૯૯૨થી સાયમાની ૯૫.૧૦ ગુંઠા જમીન પચાવી પાડવા બાબતે બે ભાઈઓ વિરૂધ્ધ ફરિયાદ

ખંભાત : કપિલેશ્વેર મહાદેવ મંદિર ટ્રસ્ટની ૪૦.૪૭ ગુંઠા જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી દેનાર ૭ વિરૂધ્ધ ફેરિયાદ