Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
થર્મલની યુવતીને ગોધરાના સાસરિયાઓએ ૩ લાખનું દહેજ માંગી ઘરમાંથી કાઢી મૂકતાં ફરિયાદ
બે-ત્રણ વખત ત્રાસ આપી કાઢી મૂકી પરંતુ ઘરસંસાર ન બગડે તે માટે પરિણિતા મારઝૂડ સહન કરતી હતી
25/05/2024 00:05 AM Send-Mail
ગળતેશ્વર તાલુકાના થર્મલની યુવતીને ગોધરાના ખાટના મુવાડા ગામના દહેજ લાલચુ સાસરિયાઓએ શારીરિક માનસિક ત્રાસ ગુજારી પિયરમાં કાઢી મૂકતાં આ અંગે સેવાલિયા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

થર્મલ ગામમાં જૈન મંદિર પાછળ આવેલા ગાયત્રીનગરમાં રહેતા રાવજીભાઈ કાળાભાઈ સેનવાની દીકરી ચંદ્રિકાબેનના લગ્ન તા. ૨૧-૫-૨૦૧૭ના રોજ રીતિરિવાજ મુજબ ગોધરાના ખાંટના મુવાડા ગામના રાહુલભાઈ શનાભાઈ સિંધવા સાથે થયા હતા. લગjમાં તેણીને માવતરે યથાશક્તિ મુજબ સોના ચાંદીના દાગીના તેમજ ઘરના વાસણો સહિતનો સરસામાન આપ્યો હતો.

લગ્ન પછી ચંદ્રિકાબેન સાસરી ખાટના મુવાડા ગામે પતિ તથા સસરા શનાભાઈ માનાભાઈ સિંધવા, સાસુ લીલાબેન, દીયર યોગેશભાઈ તથા નણંદ હર્ષિતાબેન સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. ચંદ્રિકાબેનને લગj પછી છએક માસ સુધી રાહુલ તેમજ સાસરિયાએ સારી રીતે રાખ્યા હતા. ત્યારબાદ પતિ રાહુલ તથા સાસુ લીલા અને સસરાએ ઘરના કામકાજ બાબતે તેમજ નાની નાની બાબતોમાં ચંદ્રિકાબેન સાથે ઝઘડો કરી તારા બાપાએ દહેજમાં કંઈ વધારે આપેલ નથી. અમે અમારી છોકરીઓને ગેસના બોટલ, અનાજ વિગેરે આપીએ છે, તું તારા ઘરે જાવ છું તો શું લાવું છું ? તેવા મ્હેણાં ટોણાં મારી ગંદી ગાળો બોલી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા સાથે પતિ અને સાસુ સસરા તેણીને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપતા હતા. જ્યારે દિયર યોગેશ, નણંદ હર્ષિતા તેમજ પરિણિત નણંદ અસ્મિતા સંદિપ સિંધવા તેણી વિરૂદ્ઘ પતિને ખોટી ચઢવણી કરતા હતા. જો કે ઘર સંસાર ન બગડે તે અર્થ ચંદ્રિકાબેન આ બધાનો ત્રાસ સહન કરી સાસરીમાં દિવસો પસાર કરતા હતા. દરમ્યાન ચંદ્રિકાબેનની કૂખે વર્ષ ૨૦૧૯માં દીકરા વિશ્વજીતનો જન્મ થયો હતો. દીકરાના જન્મ પછી તેણી પિયરમાંથી સાસરી ખાંટના મુવાડા ગામે રહેવા ગઈ હતી. ત્યાર પછી ફરીથી સાસરિયાઓએ ઝઘડા કરવાના શરૂ કર્યા હતા. આ દરમ્યાન સર્વ તું તારા બાપના ઘરે જતી રહે તેમ કહી ચંદ્રિકાબેનને મારઝૂડ કરતા હતા. એક દિવસ પછી રાહુલ તેણીને મારઝૂડ કરી પિયર થર્મલ મુકી આવ્યો હતો. ત્યારપછી સમાજરાહે સમાધાન કરી ચંદ્રિકાબેનને પતિ સહિતના સાસરિયા પરત સાસરી ખાંટના મુવાડા ગામે તેડી ગયા હતા. બે માસ જેટલો સમય સારી રીતે રાખ્યા બાદ પતિ સહિતના સાસરિયાએ તેણીને ફરીથી શારિરિક માનસિક ત્રાસ આપી પિયર કાઢી મૂકી હતી. દરમ્યાન દિયર યોગેશનું તા. ૭-૨-૨૦૨૨ના રોજ લગj હોય સમાજના આગેવાનોની મધ્યસ્થીથી પતિ રાહુલ સહિતના સાસરિયાઓ લગ્નના આગલે દિવસે ચંદ્રિકાબેનને સાસરીમાં તેડી ગયા હતા. ત્યારપછી તેણીને એક અઠવાડિયા જેટલું સારી રીતે રાખી હતી. બાદમાં પતિ રાહુલ ચંદ્રિકાબેન પર ખોટો શક વહેમ રાખતો હતો. દહેજ લાલચુ સાસુ લીલા અને સસરા શના સિંધવા યોગેશની સાસરીમાં ઘણું બધું કરીયાવર આવેલ છે તો તું પણ તારા પિતાના ઘરે જઈ રોકડા રૂા. ૩ લાખ લઈ આવ. આપણે બીજો માળ બનાવી દઈએ તેમ કહી દહેજની માંગણી કરી હતી. જે સંતોષવાની ના પાડતાં પતિ અને સાસુ સસરા અને પતિ રાહુલે તારે અહીં રહેવાનું નથી તેમ કહી ચંદ્રિકાબેનને પિયર થર્મલ ખાતે મૂકી ગયો હતો. ત્યાર પછી ફોન પર પતિ અને સસરા છુટું લેવાની વાત કરતા હતા. સેવાલિયા પોલીસે આ અંગે દહેજ પ્રતિબંધક ધારાનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પેટલાદ : દંતેલી સીમની હોટલ પાસે ટ્રક ચાલકે પરિણીતા ઉપર દુષ્કર્મ ગુજારતા ફરિયાદ

દંતેલી પાટીયા પાસે પાર્કીંગ લાઈટ વગર ઉભેલી ટ્રકની પાછળ બાઈક ઘુસી જતા ચાર ઘાયલ

બોરસદ સીમમાંથી ૨૧ જેટલા ગાય,બળદ અને વાછરડાને કતલ થતા બચાવાયા

ચીખોદરા ચોકડી પાસે અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોત

બાકરોલ સીમમાંથી આધેડનો ડી કમ્પોઝ થઈ ગયેલી લાશ મળી : હત્યાની આશંકા

ખંભાત : અકીકના ધંધા માટે મિત્રતામાં ઉછીના ૧.પ૦ લાખ પેટેના ચેક પરત કેસમાં ૧ વર્ષની કેદ, રૂ.૧૦ હજાર દંડ

ધુવારણ : દાગીના છોડાવવા કુટુંબી કાકા પાસેથી ઉછીના ૧.રપ લાખનો ચેક રીટર્ન કેસમાં ૧ વર્ષની કેદ, રૂ.૧૦ હજાર દંડ

આણંદ : ઈનસાઈડ સર્વિસ સેન્ટરમાં ૧.૬૦ લાખની મત્તાની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા