Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ઠાસરા : મિત્રતામાં હાથઉછીના લીધેલ નાણાં પેટેનો ચેક પરત ફરતા ૧ વર્ષની કેદ
નેશના જીતુભાઇ પરમારે સુખીના મુવાડાના પરેશ ચાવડાને રૂ. ૮૦ હજાર ચેક રીટર્નથી હુકમની તારીખ સુધી ૯ ટકા વ્યાજ ચૂકવવા હૂકમ
25/05/2024 00:05 AM Send-Mail
ઠાસરા તાલુકાના સુખીની મુવાડીમાં રહેતા વ્યકિત પાસે નેશ ગામે રહેતા તેમના મિત્રએ હાથઉછીના પેટે ૩ માસમાં પરત આપવાની શરતે રૂ. ૮૦ હજાર લીધા હતા. જો કે સમય વીતવા છતાંયે નાણાં ન મળતા કડક ઉઘરાણી કરતા બેંક ચેક આપ્યો હતો. જે પરત ફરતા તે પુન: જમા કરાવવાનું નાણાં ઉછીના લેનારે કહયું હતું. જેથી પુન: ચેક ભરતા રીટર્ન ફર્યો હતો. આ મામલે ઠાસરા કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેના તાજેતરમાં આવેલ ચુકાદામાં એક વર્ષની કેદ અને ચેક રીટર્ન તારીખથી હુકમ તારીખ સુધીનું વાર્ષિક ૯ ટકા લેખે વ્યાજ પણ ચૂકવવા હૂકમ કર્યો હતો.

મળતી વિગતોમાં સુખીની મુવાડીમાં રહેતા પરેશભાઇ ચાવડાના કૌટુંબિક ભાઇનો નેશ ગામે પ્રોવિઝન સ્ટોર હોવાથી અવરજવર દરમ્યાન નેશના જીતુભાઇ પરમાર સાથે ઓળખાણ-મિત્રતા હતી.માર્ચ ર૦ર૩માં જીતુભાઇ પરમારે ઇમરજન્સી રૂ. ૮૦ હજારની જરુર હોવાનું અને તે ત્રણ માસમાં પરત આપવાના વાયદે માંગણી કરી હતી. જેથી પરેશભાઇએ રૂ. ૮૦ હજાર રોકડા આપ્યા હતા. જો કે ત્રણ માસ બાદ નાણાં પરત ન મળતા તેઓએ ઉઘરાણી કરતા જીતુભાઇએ ચેક આપ્યો હતો. જે બેંકમાં ભરતા અપૂરતા ભંડોળના શેરા સાથે પરત આવ્યો હતો. આ અંગે પરેશભાઇએ જાણ કરતા જીતુભાઇએ ચેકને ફરી ર૯ સપ્ટે.ર૦ર૩ના રોજ જમા કરાવવાનું કહ્યું હતું. પરંતુ બીજી વખત પણ ચેક અપૂરતા ભંડોળના કારણે પરત આવ્યો હતો. જેથી પરેશભાઇએ વકીલ મારફતે ડીમાન્ડ નોટિસ મોકલવા છતાં તેનો જવાબ કે નાણાં પરત મળ્યા ન હતા. આથી તેઓએ ચેકની રકમ કરતાં બમણા વળતર અપાવવાની માંગ સાથે ઠાસરા કોર્ટમાં ફરિયાદ કરી હતી.

કોર્ટે નોંધ્યું હતું કે, ગુનાની ટ્રાયલ દરમ્યાન પણ આરોપીને ફરિયાદીની કાયદેસરની લેણી રકમ ચૂકવી આપવા પૂરતી તક મળી હોવા છતાં લેણી રકમ ચૂકવી આપેલ નથી ટ્રાયલ ચાલવાના સમય દરમ્યાન ફરિયાદીને આર્થિક નુકસાની અને માનસિક ત્રાસ ભોગવવો પડેલ છે. સાથોસાથ આર્થિક વ્યવહારમાં ફરિયાદીનો ચેક ઉપરનો વિશ્વાસ પણ ભંગ થયેલ છે. આ કેસમાં ન્યાયાધીશ જીનલ વિનયકુમાર શાહ (જયુડી. મેજી. ફ.ક.,ઠાસરા)એ તાજેતરમાં આખરી હૂકમ કર્યો હતો. જેમાં આરોપી જીતુભાઇ ધુળાભાઇ પરમારને કલમ ૧૩૮ મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હૂકમ કર્યો હતો. ઉપરાંત કલમ ૩પ૭(૩) મુજબ ચેકની રકમ રૂ. ૮૦ હજાર ચેક રીટર્ન થયા તા. ૧૦ ઓકટો.ર૦ર૩થી હુકમ તા. રર મે,ર૦ર૪ સુધી વાર્ષિક ૯ ટકાના સાદા વ્યાજ સહિત વળતર પેટે ફરિયાદીને બે માસમાં ચૂકવવાનો અને ન ચૂકવે તો તે કસૂર બદલ અલગથી બે માસની સજા ભોગવવાનો પણ હૂકમ કરાયો હતો.

નડીઆદની મહિલા સાથે પૈસાના રોકાણના બહાને ૪.૧૭ લાખની છેતરપીંડી

સેવાલિયા : ચેક રીટર્ન કેસમાં આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા

ઠાસરાની ક્રેડિટ સોસાયટીમાંથી નકલી દાગીના મૂકી ૧.૭૦ કરોડની લોન લેનાર ૧૪ સભાસદ-વેલ્યુઅર સામે ફરિયાદ

કપડવંજ : માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાક્ટરે ગળે ફાંસો ખાઈને કરેલી આત્મહત્યા

વડતાલ : સરપંચની ચૂંટણીની અદાવતમાં બેને ધારીયું ડંડાથી માર મારનાર ત્રણને ૬-૬ મહિના કેદની સજા

મહુધા: નાની ખડોલ ગામે પતિએ પત્નીને પ્રેમી સાથે જોઈ જતા હત્યા કર્યાનું ખૂલ્યું

નડિયાદના સલુણ પાસે એસટી બસનું ટાયર ફાટતાં ડીવાઇડર કૂદી રીક્ષા સાથે ભટકાઈ, ૭ ઘાયલ

ઠાસરા: ફોટો સ્ટુડિયોના માલિક પાસેથી કર્મચારીએ ઉછીના લીધેલ ૧.૭પ લાખ પેટેનો ચેક રીટર્ન કેસમાં ૧ વર્ષની કેદ