Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
નડિયાદ : કારની અડફેટે વીજપોલ તૂટી જતાં ઠપકો આપવા ગયેલ ઈસમ પર હૂમલો
25/05/2024 00:05 AM Send-Mail
નડિયાદ પશ્ચિમમાં આવેલ પવનચક્કી રોડ નેહા પાર્ક સોસાયટીમાં રહેતા નડિયાદ તાલુકા પંચાયતના કર્મચારી શૈલેષભાઈ લાલજીભાઈ સોલંકી (ઉં.વ.૪૬)ના ઘર પાસેના વીજ કંપનીના થાંભલાને ગત તા. ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ બપોરના સમયે ત્યાંથી પૂરપાટ જતી કાર નં. જીજે-૦૭, ડીએફ-૨૪૧૪એ ટક્કર મારતાં વીજ કંપનીનો થાંભલો કડડભૂસ થઈને તેમના ઘરના લોખંડના ઝાંપા પર પડ્યો હતો. આ સમયે અવાજ સાંભળીને ઘરની બહાર દોડી આવેલા શૈલેષ સોલંકીને વીજ શોક લાગ્યો હતો. આ દરમ્યાન અકસ્માત સર્જાતા સોસાયટીમાં રહેતા પ્રવિણ ગોરધન પરમારના દિકરા આદિત્યનો મિત્ર એવો ચાલક શુભમ પિન્ટુભાઈ પંડીત (રહે. નડિયાદ) પૂરઝડપે કાર હંકારી ફરાર થઈ ગયો હતો. કારમાં સવાર પ્રવિણભાઈનો પુત્ર આદિત્ય ઉતરીને પોતાના ઘરમાં જતો રહ્યો હતો.

ત્યાર પછી બીજા દિવસે ૧ માર્ચના રોજ અકસ્માત સર્જનાર કારના ચાલક શુભમ પંડિતના કાકા મયુર પંડિત સમાધાન માટે શૈલેષ સોલંકીના ઘરે ગયા હતા અને સમાધાન થયું હતું. રાતના શૈલેષભાઈ સોલંકીએ ઘરની સામે રહેતા પ્રવિણ પરમારને તમારા દિકરાનો મિત્ર આવી આ રીતે નુકસાન કરે છે તો તેઓને સમજાવજો તેમ કહેતાં ઉશ્કેરાઈ જઈને ગાળો બોલી ઝઘડો કરી તેમની સાથે ઝપાઝપી કરી હતી. આ દરમ્યાન પ્રવિણભાઈ, મહેન્દ્ર અને દીકરા આદિત્ય પણ ગાળો બોલતા ત્યાં આવી પહોંચ્યા હતા. વચ્ચે પડેલ શૈલેષભાઈના ભત્રીજાને પણ માર માર્યો હતો.


નડીઆદની મહિલા સાથે પૈસાના રોકાણના બહાને ૪.૧૭ લાખની છેતરપીંડી

સેવાલિયા : ચેક રીટર્ન કેસમાં આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા

ઠાસરાની ક્રેડિટ સોસાયટીમાંથી નકલી દાગીના મૂકી ૧.૭૦ કરોડની લોન લેનાર ૧૪ સભાસદ-વેલ્યુઅર સામે ફરિયાદ

કપડવંજ : માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાક્ટરે ગળે ફાંસો ખાઈને કરેલી આત્મહત્યા

વડતાલ : સરપંચની ચૂંટણીની અદાવતમાં બેને ધારીયું ડંડાથી માર મારનાર ત્રણને ૬-૬ મહિના કેદની સજા

મહુધા: નાની ખડોલ ગામે પતિએ પત્નીને પ્રેમી સાથે જોઈ જતા હત્યા કર્યાનું ખૂલ્યું

નડિયાદના સલુણ પાસે એસટી બસનું ટાયર ફાટતાં ડીવાઇડર કૂદી રીક્ષા સાથે ભટકાઈ, ૭ ઘાયલ

ઠાસરા: ફોટો સ્ટુડિયોના માલિક પાસેથી કર્મચારીએ ઉછીના લીધેલ ૧.૭પ લાખ પેટેનો ચેક રીટર્ન કેસમાં ૧ વર્ષની કેદ