Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
બ્રિટન : પબે બિયરની બ્રાન્ડને કુખ્યાત આતંકીનું નામ આપતા જ ગ્રાહકોનો ઘસારો, વેબસાઇટ ઠપ્પ
મિશેલ બ્રુઇંગ કંપનીએ બિયરનું નામ ઓસામા બિન લાર્ઝર રાખ્યું હતું, જેને પોતાનું સૌથી લોકપ્રિય ઉત્પાદન ગણાવ્યું
03/06/2024 00:06 AM Send-Mail
બ્રિટનના એક પબે બિયરની નવી બ્રાન્ડનું નામ ઓસામા બિન લાર્જર આપતા જ મોટી સંખ્યામાં ગ્રાહકો આકર્ષાયા હતા. જેના કારણે શરાબ બનાવતી કંપનીએ પોતાની વેબસાઇટ બંધ કરવી પડી હતી અને તમામ મોબાઇલ થોડો સમય બંધ કરી દેવા પડયા હતા.

ભારતમાં શરબતોમાં, શેરડીના રસની દુકાનોએ ખાસ કરીને ફિલ્મી સિતારાઓના નામ, ફોટો જોવા મળે છે. દુનિયામાં પણ અનેક રેસ્ટોરાંએ પોતાની વાનગીઓ અને કેટલાક પીણાંના નામ વિશ્વની જાણીતી હસ્તીઓના નામ સાથે જોડયા છે. જેમાં બ્રિટનની કંપનીએ દુનિયાના સૌથી ખૂંખાર આતંકવાદીઓમાંના એક ઓસામા બિન લાદેન રાખવાનું અનોખું સાહસ દાખવ્યું હતું. જો કે આશ્ચર્યની વાત એ હતી કે બિયરના નવા નામે હજારો ગ્રાહકોને આકર્ષિત કર્યા હતા અને તેઓ આ બિયર અંગે તપાસ કરવા વેબસાઇટ પર ધૂમ મચાવી હતી. જેના કારણે કંપનીની વેબસાઇટ ઠપ્પ થઇ ગઇ હતી.

રિપોર્ટસનુસાર બ્રિટનની મિશેલ બ્રુઇંગ કંપનીએ બિયરનું નામ ઓસામા બિન લાર્જર રાખીને તેનું પોતાનું સૌથી લોકપ્રિય ઉત્પાદન ગણાવ્યું હતું. વેબસાઇટ અનુસાર ખાટા સ્વાદની સુગંધ સાથે આ હલકું તાજા લાર્જર છે. આ ઉપરાંત તેની બોટલ પણ આકર્ષણરુપ છે. જયારે તેના લેબલમાં અલ કાયદાના નેતાનું કાર્ટૂન કૈરિકૈચર છે, જે વર્ષ ર૦૧૧માં માર્યો ગયો હતો. બીબીસી સાથેની વાતચીતમાં પબ માલિક લ્યૂક મિશેલે જણાવ્યું હતું કે, આ નામ લોકોની જીભ પર છે. જે કેટલાક ભયાનક તાનાશાહો પૈકી સારી દૃષ્ટિ ગણી શકાય. સોશિયલ મીડિયા પર વાયરલ તસ્વીરો અંગે કૈથરીને કહયું હતું કે, છેલ્લા કેટલાય દિવસોથી અમે સવારે હજારો નોટિફિકેશન મેળવીએ છીએ.

બ્રિટન : પબે બિયરની બ્રાન્ડને કુખ્યાત આતંકીનું નામ આપતા જ ગ્રાહકોનો ઘસારો, વેબસાઇટ ઠપ્પ

અમેરિકા : દુનિયાનો સૌથી ઊંચા બળદે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ચીનમાં આવેલું છે દુનિયાનું સૌથી અમીર ગામ, શાનદાર ઘર સાથે થીમ પાર્ક અને હેલિકોપ્ટર ટેકસી સેવા ઉપલબ્ધ

લંડન: ફકત ૬ ફુટ પહોળાઇ ધરાવતા બે બેડરૂમનો ફલેટ વેચાયો ૮ કરોડમાં, અંદરની ચીજવસ્તુઓ આશ્ચર્યજનક

આપણે ચંદ્રનો બીજો ભાગ કેમ જોઇ શકતા નથી? સ્પેસક્રાફટે મોકલેલ તસ્વીરે દુનિયાને ચોંકાવી

અમેરિકા : દુનિયાના સૌથી મોટા શોપિંગ મોલ તરીકે ઓળખાતું સ્થળ ૩૩ વર્ષમાં બરબાદ થઇ ગયું

બ્રહ્માંડમાં જોવા મળ્યો ‘ભગવાનનો હાથ’ : નાસાએ તસ્વીરો જાહેર કરતા રહસ્ય પરથી ઉંચકાયો પડદો

સ્પેન : પર્યટકોના વર્તનથી પરેશાન ગ્રામજનોએ પર્યટન પ્રતિબંધની કરી માંગ