અમેરિકા : દુનિયાનો સૌથી ઊંચા બળદે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
રોમિયો નામ ધરાવતા બળદની હાઇટ ૬ ફૂટ અને ૪.પ ઇંચ છે, જે સામે આવતા લોકો કાંપી ઉઠે છે
અમેરિકાના ઓરિગોનમાં રોમિયો નામ ધરાવતો બળદ લોકોની વચ્ચે પહોંચી જાય તો ભયથી લોકો કાંપી ઉઠે છે. કારણ કે દુનિયામાં બળદો પૈકી સોૈથી વધુ ઉંચાઇ ધરાવતા આ બળદની સામે કોઇપણ વ્યકિત બાળક જેવો દેખાય છે.
વિદેશોમાં સાંઠને વૈજ્ઞાનિક પ્રકિયા દ્વારા બળદ બનાવાય છે. જેઓને ખેતી સહિતના કામમાં ઉપયોગ કરાય છે. જયારે કેટલાકનો માંસ માટે ઉપયોગ થાય છે. જો કે અમેરિકાનો આ બળદ પોતાની ઉંચાઇ બદલ ચર્ચિત છે. કારણ કે રોમિયો એ કોઇ સામાન્ય બળદ નથી પરંતુ દુનિયાનો સૌથી ઉંચા બળદ તરીકેનું ગૌરવ મેળવી ચૂકયો છે. જેનું નામ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થયું છે.
ડેલી સ્ટાર ન્યુઝ વેબસાઇટનુસાર ઓરિગોનમાં રોમિયો બળદ એકાએક આવી ચઢે તો આસપાસના લોકો થરથર કાંપી ઉઠે છે. આ વિશાળ બળદની હાઇટ ૧૯૪ સે.મી. એટલે કે ૬ ફૂટ, ૪.પ ઇંચ છે. ડિસેમ્બર,ર૦ર૩માં તેને ખિતાબથી નવાજવામાં આવ્યો હતો. ૬ વર્ષની વય ધરાવતો રોમિયો વેલકમ હોમ એનિમલ સૈકયુરીમાં પોતાની માલિક મિસ્ટી મોરની સાથે રહે છે. મિસ્ટીના કારણે રોમિયો આજે જીવિત છે, જેને એક ડેરી ફાર્મમાંથી રેસ્કયૂ કરાયો હતો.
મિસ્ટીએ જણાવ્યું હતું કે, ડેરી ઇન્ડસ્ટ્ીરમાં ગાયના નર બાળકોની ફકત બાય પ્રોડકટ તરીકે માનવામાં આવે છે. જેઓને ફકત નફો રળવાના વિકલ્પ તરીકે જોવામાં આવે છે. આથી તેણે રોમિયોને પોતાની સારસંભાળ હેઠળ રાખવાનું નકકી કર્યુ હતું અને અગાઉના ૬.૧ ઇંચની બળદની ઉંચાઇના રેકોર્ડને તોડવા પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે વ્યકિત અને પશુ વચ્ચે સારા સંબંધો બની શકે છે તેનું રોમિયો અને મિસ્ટી ઉદાહરણ બન્યા છે.