Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪, ભાદરવા સુદ ૯, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૮૭

મુખ્ય સમાચાર :
ચીનમાં આવેલું છે દુનિયાનું સૌથી અમીર ગામ, શાનદાર ઘર સાથે થીમ પાર્ક અને હેલિકોપ્ટર ટેકસી સેવા ઉપલબ્ધ
અહીંના બે હજાર પૈકી એક વ્યકિતના બેંક ખાતામાં ૧૦ લાખ યુઆન ઉપરાંતની જમા રકમ
03/06/2024 00:06 AM Send-Mail
ગામડાઓમાં શહેરો જેવી સુવિધા હોય તેને કદાચ ખાસ વાત ન માની શકાય. પરંતુ મહાનગરો જેવા વિલા હોય, હેલિકોપ્ટર ટેકસી સર્વિસ હોય, એફિલ ટાવરથી પણ ઉંચી ઇમારત ધરાવતા ગામને ધનિક ગામ કહેવાય . ચીનનું એક ગામ દસકાઓથી દુનિયાના સોૈથી અમીર ગામ તરીકેની ઓળખ ધરાવે છે.

ચીનના જિયાંગ્સૂ પ્રાંતના હુઆકસી ગામમાં ૩૦૩૪૦થી વધુ નિવાસીઓના ઘર આવેલા છે. આ ગામ પોતાની તાકાત અને શકિતના બળથી કોઇપણ આલિશાન શહેર કરતાં ઉતરતું નથી. હુઆકસીમાં એક થીમ પાર્ક, હેલિકોપ્ટર ટેકસી, મોંઘા ઘરોની હારમાળા સહિતની તમામ ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે,જે સામાન્ય રીતે ગામોમાં જોવા મળતી નથી.

હુઆકસીમાં કેપિટલ હિલ અને સિડની ઓપેરા હાઉસ પણ છે. ગ્રામજનો પાસે પૂર્વી ચીનના જિયાંગ્શી પ્રાંતની નાનચાંગમાં મહાન દિવાલ પણ છે, જે ચીનના રાષ્ટ્રીય દિવસની રજાના સપ્તાહ સમયે મોટી સંખ્યામાં સ્થાનિક પર્યટકોને આકર્ષ છે. કહેવાય છે કે હુઆકસી ગામમાં ર હજાર નિવાસીઓમાંથી એક નિવાસીના બેંકમાં ૧૦ લાખ યુઆન એટલે કે એક કરોડથી વધુ નાણાં જમા છે. આ ગામ સંપૂર્ણ રીતે સમાજવાદી અસર હેઠળ ચાલી રહ્યું છે. પરંતુ તે સામ્યવાદી તરીકે ચાલતા સૌથી અમીર ગામના રુપે દસકાઓથી રજૂ કરવામાં આવી રહયું છે. અહીં સહકારિતાના ભાગરુપે લગભગ ૮૦ ફેકટરીઓ ચલાવવામાં આવે છે. દાવો કરવામંા આવે છે કે, આ સમગ્ર દુનિયાનું સૌથી અમીર ગામ છે. થોડા વર્ષો અગાઉ વાયરલ થયેલ વિડીયોમાં દર્શાવાયું હતું કે, અહીંના લોકો નાણાં મેળવવા માટે ખૂબ પરેશાન થઇ રહ્યા છે. કારણ કે લોકોએ જે હુઆકસી ગૃપમાં નાણાં રોકયા હતા તેનું ડિવિડન્ટ ઘટીને ૩૦માંથી ફકત ૦.પ ટકા પહોંચી ગયું હતું. જેના કારણે પોતાનું મૂળ ધન ડૂબતું બચાવવા લોકોએ લાઇનો જમાવી હતી. જયારે તાજેતરમાં આ ગામના વાયરલ વિડીયોમાં તેની શાનદાર ઝલક બતાવવામાં આવી રહી છે. જેમાં હેલિકોપ્ટર ટેકસી ઉડતી જોવા મળે છે. જયારે ગામની એક ઇમારત એફિલ ટાવર કરતાં પણ ૪ મીટર ઉંચી હોવાનું બતાવવામાં આવ્યું છે.