Sardar Gurjari

બુધવાર, તા. ૧૧ ડિસેેમ્બર, ૨૦૨૪, માગશર સુદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૧૭૪

મુખ્ય સમાચાર :
લંડન: ફકત ૬ ફુટ પહોળાઇ ધરાવતા બે બેડરૂમનો ફલેટ વેચાયો ૮ કરોડમાં, અંદરની ચીજવસ્તુઓ આશ્ચર્યજનક
લંડનના આકષક સ્થળ સાઉથ કેંસિગ્ટનમાં આવેલા ફલેટમાં નાનો બગીચો અને ફલેટની સામે મોટો બગીચો, ટયુબ સ્ટેશન અને મ્યુઝીયમ આવેલા છે
03/06/2024 00:06 AM Send-Mail
ઘર ખરીદવું એ દરેક વ્યકિત માટે આસાન બાબત નથી. કયારેક ગમતું ઘર ગમતી કિંમતે મળતું નથી તો કયારેક વિસ્તાર પસંદ આવતો નથી. કયારેક ઘર નાનું તો કયારેક ઇન્ટીરીયર પસંદ ન આવવા સહિતની બાબતો જોડાયેલી હોય છે. પરંતુ બ્રિટનમાં માત્ર છ ફૂટની પહોળાઇ ધરાવતું, બે બેડરુમવાળો ફલેટ આઠ કરોડની અધધ કિંમતે વેચાયો છે. જો કે સાવ સાંકડી જગ્યામાં અંદર ગોઠવાયેલી ચીજવસ્તુઓ જોઇને સૌ કોઇ આશ્ચર્ય અનુભવી રહ્યા છે.

મિરરના રિપોર્ટનુસાર આ એપાર્ટમેન્ટ બ્રિટનના સૌથી પાતળા ઘરોમાંનું એક છે. મહિનાઓ અગાઉ ફલેટને વેચાણ માટે મૂકાયો હતો. જેની હવે કિંમત ૭૭પ૦૦૦ પાઉન્ડ એટલે કે લગભગ ૮ કરોડ રુપિયા લગાવવામાં આવી હતી. વાસ્તવમાં આ ફલેટ લંડનના પોર્શ વિસ્તાર સાઉથ કેંોસિગ્ટનમાં આવેલો છે. અહીં વર્ષ ર૦૧૬માં ફકત ૬૦૦ વર્ગ ફૂટનો એક બેડરુમવાળો ફલેટ ૮૯પ૦૦૦ પાઉન્ડમાં વેચાયો હતો. તે સમયે ફલેટ લોકોના આર્કષણનું કેન્દ્ર બન્યો હતો. લોકોના મતે આ ફલેટ કોઇ ફિલ્મના સેટ જેવો લાગે છે.

સાઉથ કેંસિગ્ટન વિસ્તારનો આ ફલેટ અંદરથી ખૂબ મોટો લાગે છે. સાફ સ્વચ્છ સફેદ દિવાલો અને બારીઓ મનને સ્વચ્છતાના આભાસ સાથે તરબતર કરે છે. આ ફલેટમાં બે બેડરૂમ, એક લિવિંગ રુમ અને એક શાવર રૂમ છે. ઉપરાંત પાછળની તરફે એક નાનો બગીચો પણ છે. લંડનની ખૂબ આકર્ષક જગ્યાએ આ ફલેટ આવેલો છે. જેની સામે બગીચો અને થોડા અંતરે સાઉથ કૈંસિગ્ટન ટયુબ સ્ટેશન તથા વી એન્ડ એ મ્યુઝિયમ છે. આ વિસ્તારના મોટાભાગના મકાનો જાણીતા વાસ્તુકાર જોર્જ બસેવીએ ડિઝાઇન કર્યા છે.

સાઉદી અરબ : મુંબઇ શહેર કરતા પણ વિશાળ જગ્યામાં ફેલાયેલું છે કિંગ ફહદ ઇન્ટરનેશનલ એરપોર્ટ

ઇનોવેશન : સૂર્યના કિરણો અને કાચના ઉપયોગથી તૈયાર કરાતા અદ્દભૂત ચિત્રો

રાજસ્થાન : વરરાજાની જેમ સજીધજીને ઘોડી પર સવાર થઇને લગjમંડપે પહોંચી નવવધૂ

છતરપુર : સવારે શાળામાં બાળકોને ભણાવતા શિક્ષક સાંજે પોતાના સલૂનમાં ગ્રાહકોના વાળ કાપે છે

બાબા વેંગા અને નાસ્ત્રેદમસે કરી હતી ભવિષ્યવાણી ! વિશ્વમાં વિનાશના પગરણ, ર૦રપમાં વધશે મુસીબતો

ભારત-રશિયાના સંબંધોનું સાક્ષી છે ઝારખંડનું શહેર, અહીં છે બલિર્ન યુદ્ઘની ઐતિહાસિક પ્રતિમા

બિહાર : પ ફુટ પહોળી અને ૮૦ ફુટ લાંબી જમીનમાં યુવાને બનાવી દીધી ૬ માળની ઇમારત

આંધ્રપ્રદેશના ગામનું નામ છે ‘દીપાવલી’, અહીં પાંચ દિવસ સુધી થાય છે પર્વ ઉજવણી