Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ધો. ૧૦માં ગણિત વિષય અને ધો. ૧૧માં પ્રવેશ અંગે જીએસઈબીની મહત્વની જાહેરાત
ધો.૧૦માં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત હશે તો ધો. ૧૧ના વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ-એ તેમજ ગ્રુપ-બી અને ગ્રુપ-એબી અથવા સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મેળવી શકાશે
13/06/2024 00:06 AM Send-Mail
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦માં ગણિત વિષય અંગે અને ધોરણ-૧૧માં પ્રવેશ અંગે મહત્વનો નિર્ણય કરાયો છે. ંફઇઈના જણાવ્યા મુજબ ધો.૧૦માં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત હશે તો ધો. ૧૧ના વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ-અ તેમજ ગ્રુપ-ઇ અને ગ્રુપ-અઇ અથવા સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મેળવી શકાશે. બોર્ડના જણાવ્યા મુજબ જે વિદ્યાર્થીઓ ધો. ૧૦માં બેઝિક ગણિતનો વિષય રાખશે, તેઓ વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એ માટે યોગ્યતા ચકાસી પ્રવેશ મેળવી શકશે. આ નિર્ણયનો અમલ૨૦૨૪-૨૫ શૈક્ષણિક સત્રથી થશે.

બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ-૨૦૨૧-૨૨થી ધો. ૧૦ની જાહેર પરીક્ષામાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એમ બે પ્રકારના વિકલ્પ આપવાનું શરતોને આધીન ઠરાવેલું છે. આ ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા કેટલીક શરતોમાં સુધારા કરવામાં આવ્યા હતા, જેમાં ધો. ૧૦ની જાહેર પરીક્ષાઓમાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એમ બે પ્રકારના વિકલ્પ આપવાની જોગવાઇ કરવામાં આવી હતી.

વર્તમાન જોગવાઇની વાત કરીએ તો જે વિદ્યાર્થીઅ ધો.૧૦માં સ્ટાડર્ડ ગણિતનો વિકલ્પ પસંદ કરશે તો તેઓ ધો.૧૧માં વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહમાં પ્રવેશનો લાભ લઇ શકશે. સુધારેલી જોગવાઇઓની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ ધો. ૧૦માં સ્ટાર્ડડ અથવા બેઝિક ગણિત વિષય સાથે પાસ થયા છે, તેઓને ત્રણ વિકલ્પો અપાયા છે, જેમાં તેઓ ધો. ૧૧માં વિજ્ઞાન પ્રવાહ ગૃપ-એ અથવા ગૃપ-બી અથવા ગૃહ-એબીમાંથી પ્રવેશનો લાભ લઇ શકશે અથવા તો ધો. ૧૧માં સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે.