Sardar Gurjari

ગુરુવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૫, ચૈત્ર વદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૦૪

મુખ્ય સમાચાર :
અમદાવાદ : પ્રોડક્ટને રેટિંગ આપવાના નામે મોટું કૌભાંડ, અનેક લોકો છેતરાયા
ઓનલાઈન પ્રોડક્ટની ૫ સ્ટાર રેટિંગ કરીને દરરોજના ૨ હજાર સુધી કમાવવાની લાલચ આપી લાખો પડાવ્યા
14/06/2024 00:06 AM Send-Mail
સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રોડક્ટને રેટીંગ આપવાના બહાને છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ છે. રોજના હજાર રુપિયા કમાવવાની લાલચ આપી ઠગાઈ કરતી ગેંગના ૩ આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.

જોકે આ ગેંગ ચાઈનાથી ઓપરેટ થતી હોવાનું સામે આવ્યું છે. જે છેતરપિંડીના રુપિયા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરે છે. જોકે આરોપી પાસેથી મળેલા બેંક અકાઉન્ટમાં સેકડો ફરિયાદ નોંધાયેલી છે. જે મામલે તપાસ શરૃ કરવામાં આવી છે.અમદાવાદ સાયબર ક્રાઈમની ગિરફતમાં આવેલ વિકાસ પટેલ, મિતીનસિંહ ઉર્ફે રેમો રાઠોડ અને ડીકેશ પટેલ છે.

ઝડપાયેલા આરોપી ઓર્ગેનાઈઝ સાયબર ક્રાઈમના સાગરીતો છે. જે સોશિયલ મીડિયા પર લોકોને અલગ અલગ હાઈપ્રોફાઈલ પ્રોડક્ટને ઉંચા રેટીંગ આપવાના બહાને ઠગાઈ કરતા હતા. અમદાવાદના ફરિયાદીને રેટીંગ આપવા બદલ ૫૦ હજાર રૃપિયા મળ્યા પણ હતા. ત્યાર બાદ આરોપીએ પ્રિપેઈડ કામ કરવાથી રોજના ૧ હજાર કમાવવાની લાલચ આપી હતી. જે બદલ અલગ અલગ સમયે કુલ ૫.૯૨ લાખ રૃપિયા ભરાવી વળતર ન આપી છેતરપિંડી આચરી હતી. જેથી ૩ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે વિકાસ પટેલે ૈં્નો અભ્યાસ કર્યો છે. અને તે આ ગુનામાં જે કંપનીના નામનો ઉપયોગ થયો તે આર્કિટેક ઈન્ડિયા કંપનીનો પ્રોપરાઈટર તરીકે એકાઉન્ટ ખોલાવ્યુ હતુ. જેમાં ભોગ બનનારના રુપિયા જમા થયા હતા. અન્ય આરોપી મિતીને અલગ અલગ ૯ એકાઉન્ટ ખોલ્યા હતા. જેમાં કુલ ૧૧૬ છેતરપિંડીના રુપિયા જમા થયા છે. જેથી તમામ ગુનામાં તેની સંડોવણી હોવાની શકયતા છે. અન્ય આરોપી ડીકેશ છેતરપિંડીના રુપિયા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ માટે ફરાર આરોપી રિયાઝને મોકલી આપતો હતો. જેથી આ તમામ રૃપિયા દેશ બહાર પહોંચી જતા હતા. સાયબર ક્રાઈમે છેતરપિંડીના ગુનામાં ૩ આરોપીની ધરપકડ કરી તપાસ શરુ કરી છે. જોકે ઝડપાયેલા ૩ આરોપી સંખ્યા બધ્ધ ગુનાઓમાં સંડોવણી નીકળે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે જે આર્કટેક કંપનીના નામે છેતરપિંડી થઈ હતી. તે બેંક અકાઉન્ટમાં ૧.૫૯ કરોડ રૃપિયાની હેરાફેરી સામે આવી છે. આ સાથે જ અન્ય ૮ એકાઉન્ટ કે જે આરોપી પાસેથી મળ્યા છે. તેમાં પણ ૧૧૬ ફરિયાદના કરોડો રૃપિયા જમા થયા હતા. જેથી આરોપીના રિમાન્ડમાં મોટા ખુલાસા થઈ શકે છે.