Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ઠાસરા: ફોટો સ્ટુડિયોના માલિક પાસેથી કર્મચારીએ ઉછીના લીધેલ ૧.૭પ લાખ પેટેનો ચેક રીટર્ન કેસમાં ૧ વર્ષની કેદ
ઉધમતપુરાના મહેન્દ્રસિંહ પરમારે સ્ટુડિયો માલિક ગૌરાંગભાઇ પટેલને બે માસમાં વ્યાજ સહિત૧.૭પ લાખ ચૂકવવા કોર્ટનો હૂકમ
14/06/2024 00:06 AM Send-Mail
ઠાસરાના નીમાવાડમાં આવેલ સ્ટુડિયોમંાં નોકરી કરતા ઉધમતપુરાના વ્યકિતએ બે તબકકામાં મળીને કુલ ૧.૭પ લાખ સ્ટુડિયોના માલિક પાસેથી ઉછીના લીધા હતા. જે પરત માટેની ઉઘરાણી થતા પૂરી રકમનો બેંક ચેક આપ્યો હતો. જે બેંકમાં ભરતા રીટર્ન થતા નોટિસ મોકલવા છતાંયે તેનો જવાબ કે રકમ ચૂકવી નહતી. જેથી આ મામલે ગત જુલાઇ,ર૦રરમાં ઠાસરા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જેનો તાજેતરમાં આવેલ ચુકાદામાં આરોપીને એક વર્ષની કેદ અને ફરિયાદીને વ્યાજ સહિત ૧.૭પ લાખ ચૂકવવા કોર્ટે હૂકમ કર્યો હતો.

મળતી વિગતોમાં ઠાસરામાં રહેતા ગોરાંગભાઇ પટેલ ગામમાં પોતાની માલિકીનો સ્વાતિ ડિજિટલ સ્ટુડિયો ધરાવે છે. તેમને ત્યાં આઠેક વર્ષ ઉપરાંતથી ઠાસરા તા.ના ઉધમતપુરાના મહેન્દ્રસિંહ પરમાર નોકરી કરતા હતા. દરમ્યાન ઘરે આકસ્મિક નાણાંની જરુરિયાત ઉભી થતા મહેન્દ્રસિંહે જાન્યુ.ર૦ર૧માં ત્રણ માસમાં પરત ચૂકવવાના વાયદે ગૌરાંગભાઇ પાસેથી રૂ. એક લાખ ઉછીના લીધા હતા. ત્યારબાદ એપ્રિલ ર૦ર૧માં પુન: રૂ.૭પ હજાર ઉછીના લીધા હતા અને ખેતરમાં તેમના ભાગનું અનાજ વેચીને નાણાં ચૂકવવાનો વાયદો કર્યો હતો.

દરમ્યાન જૂન ર૦ર૧માં કોઇપણ કારણ વગર મહેન્દ્રસિંહે સ્ટુડિયોની નોકરી છોડી દીધી હતી. જેઓને નોકરીએ પરત આવવા ગૌરાંગભાઇએ વારંવાર સમજાવવા છતાં મહેન્દ્રસિંહ માન્યા ન હતા. દરમ્યાન બાકી નીકળતા ૧.૭પ લાખની ગૌરાંગભાઇએ ઉઘરાણી કરતા માર્ચ,ર૦રરમાં સ્ટુડિયો પર આવીને ચેક આપ્યો હતો. જો કે બેંકમાં જમા કરાવતા અપૂરતા ભંડોળના શેરા સાથે ચેક પરત ફર્યો હતો. જેથી ગૌરાંગભાઇએ ૧૮ જૂન,ર૦રરના રોજ ડીમાન્ડ નોટિસ મોકલાવી હતી. છતાંયે મહેન્દ્રસિંહે નોટિસનો જવાબ કે નાણાં પરત ન ચૂકવતા જુલાઇ,ર૦રરમાં ઠાસરા કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ કેસમાં ફરિયાદ પક્ષ તરફથી જરુરી પુરાવા, દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદી તરફથી નોટિસ આપીને આરોપીને કાયદેસરની લેણી રકમ ચૂકવી આપવા તક આપવામાં આવેલ છે તેમજ કોર્ટમાં ટ્રાયલ દરમ્યાન પણ આરોપીને ફરિયાદીની કાયદેસરની લેણી રકમ પૂરેપૂરી ચૂકવી આપવા પૂરતી તક મળેલ છે. તેમ છતાં લેણી રકમ પૂરેપૂરી ચૂકવી આપવામાં આવેલ નથી. જેથી ફરિયાદીને આર્થિક નુકસાની તેમજ માનસિક ત્રાસ ભોગવવો પડેલ છે. સાથે સાથે સ્વાભાવિક રીતે આર્થિક વ્યવહારમાં ફરિયાદીની ચેક ઉપરનો વિશ્વાસ પણ ભંગ થયેલ છે. આ કેસમાં તાજેતરમાં ન્યાયાધીશ જીનલ વિનયકુમાર શાહ (જયુડી. મેજી.ફ.ક.,ઠાસરા)એ આખરી હુકમ કર્યો હતો. જેમાં મહેન્દ્રસિંહ ફતેસિંહ પરમારને કલમ ૧૩૮ના ગુનામાં તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હૂકમ કર્યો હતો. .પરાંત કલમ ૩૫૭(૩) મુજબ ચેકની કુલ રકમ રૂ.૧.૭પ લાખ ચેક રીટર્ન થયા તા.૩ જૂન,ર૦રરથી હુકમ તા.૧ર જૂન,ર૦ર૪ સુધી ૯ ટકાના સાદા વ્યાજ સહિત વળતરપેટે ફરિયાદીને બે માસની અંદર ચૂકવવા અને ચૂકવણીમાં કસૂર કરે તો વધુ બે માસની સાદી કેદની સજા ભોગવવાનો હૂકમ કર્યો હતો.

ખેડામાં ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સની દુકાનમાંથી ૧૨.૨૫ લાખના દાગીનાનો ડબ્બો ચોરી જનાર ત્રણ ઝડપાયા

ગળતેશ્વર : ખેડૂત તરીકેની મિત્રતાના નાતે ઉછીના ર.૩૮ લાખ બદલનો ચેક પરત ફરતા ૧૮ માસની કેદ

નડિયાદ નજીક એક્સપ્રેસ-વે પર બોલેરો ચાલકને છરાની અણીએ લૂંટનાર ત્રણ પૈકી બે ડફેર ઝડપાયા

વાંઠવાડીની ૨૪ ગુંઠા જમીનનો વેચાણ બાનાખત કર્યા બાદ અન્યને વેચી મારતાં પરિવારના ૬ વિરૃદ્ધ ફરિયાદ

કપડવંજના લેટરમાં રસ્તે જવા દેવા મુદ્દે માતા-પુત્રીને દંપતિએ માર મારતાં ફરિયાદ

મહેમદાવાદ: નેનપુરની યુવતીને ઓનલાઈન વર્ક આપવાના બહાને ગઠિયાએ રૂા.૯૪ હજાર પડાવી લેતા ફરિયાદ

કઠલાલ : લેણી રકમ ૩.પ૦ લાખ પેટે આપેલ ચેક સહીની ભૂલના કારણે રીટર્ન કેસમાં એક વર્ષની કેદ

ડાકોર પાસે એક્ટિવા સ્લીપ ખાતા અમદાવાદના યુવકનું મોત, પિતરાઈ ભાઈ ઘાયલ