Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ડાંગના આહવાના ગલકુંડ વિસ્તારમાં આભ ફાટયું
રાજયમાં આગામી ૧૭મીથી ૨૨ જૂનની વચ્ચે ચોમાસું સક્રિય થશેની અંબાલાલ પટેલે કરી આગાહી : ધોધમાર વરસાદને પગલે નદીમાં ઘોડાપૂર આવ્યા
15/06/2024 00:06 AM Send-Mail
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે ઉકળાટ અને ગરમી પડી રહી છે. ત્યારે ગઇકાલે અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે ડાંગના આહવાના ગલકુંડ વિસ્તારમાં આભ ફાટયું છે. ધોધમાર વરસાદને પગલે નદીમાં ઘોડાપૂર આવ્યા છે તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજયમાં આગામી ૧૭મીથી ૨૨મી જૂનની વચ્ચે ચોમાસું સક્રિય થશે. આ દરમિયાન તોફાની પવન સામે ધોધમાર વરસાદ પડી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજયના વિવિધ ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડશે. પરંતુ ૧૭મીથી ૨૨મી જૂન દરમિયાન જે વરસાદ પડશે તે ભારે પવન સાથે હશે. જેમાં કેટલાક સ્થળોએ વૃક્ષો પડવાની અને કાચા મકાનોના છાપરા ઉડી જવાની પણ શક્યતા છે.

હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન રાજયના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. ૧૫મી જૂનના રોજ અમરેલી,ભાવનગર, દાહોદ, નવસારી, ડાંગ અને વલસાડ જયારે ૧૬મી જૂનના રોજ સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને નવસારી અને વલસાડમાં વરસાદની શકયતા છે. ૧૭ અને ૧૮ જૂનના રોજ ભાવનગર, નવસારી અને વલસાડમાં જયારે ૧૯મી અને ૨૦મી જૂનના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાંં વરસાદની આગાહી કરી હતી. તે મુજબ આજે ડાંગના આહવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગલકુંડ વિસ્તારમાં તો આભ ફાડયું છે જેના પગલે નીચાણવાળ વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. ડાંગ જિલ્લામાં હાલ વરસાદી માહોલ છવાયો છે. સાપુતારા સહિતના વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ વરસ્યો છે. ડાંગમાં વાદળ ફાટતા ખાપરી નદીમાં અચાનક ઘોડાપૂર આવ્યું હતું.