Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
વડતાલ : સરપંચની ચૂંટણીની અદાવતમાં બેને ધારીયું ડંડાથી માર મારનાર ત્રણને ૬-૬ મહિના કેદની સજા
ચૂંટણીમાં અમારી સામે કેમ ફોર્મ ભરેલ છે તેમ જણાવીને ગાળો બોલી વિજયભાઈને ધારીયું મારવા જતા હાથ આડો કરી દેતાં આંગળી અને નાક ઉપર ધારીયું વાગ્યું હતું જ્યારે પ્રવિણભાઈને લાકડાના ડંડાથી માર માર્યો હતો
15/06/2024 00:06 AM Send-Mail
નડીઆદ તાલુકાના વડતાલ ગામના કિશોરપુરા ખાતે સરપંચની ચૂંટણીની અદાવતમાં એકને ધારીયાથી તેમજ છોડાવવા વચ્ચે પડેલાને લાકડાના ડંડાથી માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર ચારને નડીઆદની ચીફ કોર્ટે તકશીરવાર ઠેરવીને છ-છ મહિનાની કેદની સજા સંભળાવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૮-૧-૨૦૧૭ના રોજ કિશોરપુરા ખાતે રહેતા ફરિયાદી પારૂલબેન વિજયભાઈ પરમાર પોતાના ઘરે હાજર હતા ત્યારે નજીકમાં જ રહેતા ભાવનાબેન જગદીશભાઈ પરમાર, જગદીશભાઈ રામસિંહભાઈ પરમાર, જાદવભાઈ રામસિંહભાઈ પરમાર તેમજ ભરતભાઈ જગદીશભાઈ પરમાર ધારીયું તેમજ લાકડાના ડંડા લઈને આવી પહોંચ્યા હતા અને અમારી સામે સરપંચની ચૂંટણીમાં ફોર્મ કેમ ભર્યું તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલવાનું ચાલુ કર્યું હતુ. જેથી વિજયભાઈએ ગાળો બોલવાની ના પાડતાં જ ઉશ્કેરાયેલા ભાવનાબેને પોતાની પાસેનું ધારીયું વિજયભાઈને મારવા જતા તેમણે હાથ આડો કરી દેતાં ડાબા હાથનીછેલ્લી આંગળી તેમજ નાક ઉપર જમણી બાજુ ધારીયાની ચાંચ વાગી જતાં લોહી નીકળ્યું હતુ. પ્રવિણભાઈ પરમાર છોડાવવા વચ્ચે પડતા તેમને જગદીશ, જાદવભાઈ અને ભરતભાઈએ લાકડાના ડંડાથી માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા. ઘવાયેલા બન્નેને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામા આવ્યા હતા. આ અંગે ચકલાસી પોલીસે ચારેય વિરૂધ્ધગુનો દાખલ કરીને તેમની ધરપક઼ડ કરીને તપાસ પુરી કર્યા બાદ નડીઆદની કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ કેસ ચીફ કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે ઉપસ્થિત સરકારી વકિલ આર. જી. શાસ્ત્રીએ દલિલો કરતા જણાવ્યું હતુ કે, ફરિયાદી તેમજ સાહેદોની જુબાની અને મેડિકલ સર્ટીફીકેટ પરથી ફરિયાદ પક્ષ પોતાનો કેસ નિ:શંકપણે પુરવાર કરવામાં સફળ રહ્યો છે. સમાજમાં આવા પ્રકારના ગુનાઓનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતુ જઈ રહ્યું છે. જેથી સમાજમાં દાખલો બેસે તેવી મહત્તમ સજા કરવા અપીલ કરીહતી.

જજ પ્રભાકર રાયે સરકારી વકિલની દલિલોને ગાહ્ય રાખીને ચારેયને ૬-૬ માસની સાદી કેદની સજા અને ૧-૧ હજાર રૂપિયાનો દંડ, જો દંડ ભરે તો વધુ એક-એક માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.


ખેડામાં ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સની દુકાનમાંથી ૧૨.૨૫ લાખના દાગીનાનો ડબ્બો ચોરી જનાર ત્રણ ઝડપાયા

ગળતેશ્વર : ખેડૂત તરીકેની મિત્રતાના નાતે ઉછીના ર.૩૮ લાખ બદલનો ચેક પરત ફરતા ૧૮ માસની કેદ

નડિયાદ નજીક એક્સપ્રેસ-વે પર બોલેરો ચાલકને છરાની અણીએ લૂંટનાર ત્રણ પૈકી બે ડફેર ઝડપાયા

વાંઠવાડીની ૨૪ ગુંઠા જમીનનો વેચાણ બાનાખત કર્યા બાદ અન્યને વેચી મારતાં પરિવારના ૬ વિરૃદ્ધ ફરિયાદ

કપડવંજના લેટરમાં રસ્તે જવા દેવા મુદ્દે માતા-પુત્રીને દંપતિએ માર મારતાં ફરિયાદ

મહેમદાવાદ: નેનપુરની યુવતીને ઓનલાઈન વર્ક આપવાના બહાને ગઠિયાએ રૂા.૯૪ હજાર પડાવી લેતા ફરિયાદ

કઠલાલ : લેણી રકમ ૩.પ૦ લાખ પેટે આપેલ ચેક સહીની ભૂલના કારણે રીટર્ન કેસમાં એક વર્ષની કેદ

ડાકોર પાસે એક્ટિવા સ્લીપ ખાતા અમદાવાદના યુવકનું મોત, પિતરાઈ ભાઈ ઘાયલ