Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
મહુધા: નાની ખડોલ ગામે પતિએ પત્નીને પ્રેમી સાથે જોઈ જતા હત્યા કર્યાનું ખૂલ્યું
પતિ નઝીર મલેક પત્નીને તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ જતા તેણીની હત્યા કરી હતી એક દિવસના રીમાન્ડ મંજુર: પ્રેમીને મારવા પાછળ પડ્યો પરંતુ તે ભાગી છુટવામાં સફળ રહ્યો
15/06/2024 00:06 AM Send-Mail
મહુદા તાલુકા ના નાની ખડોલ ગામની સીમમાથી ગત તારીખ સાત મીના રોજ મહિલાની હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. મહુધા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરતા ખુદ મહિલાનો પતિ જ હત્યારો હોવાનું બહાર આવ્યું હતું. મહિલાના કોઈ અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોય પત્ની અને તેના પ્રેમીને એક સાથે જોઈ જતા પતિના મગજનો પિત્તો જતા તેણે મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જ્યારે તેના પ્રેમીને મારવા પાછળ પડતાં તેનો પ્રેમી ભાગી ગયો હતો. પોલીસે હત્યારા પતિને ઝડપી પાડીને કોર્ટમાં રજુ કરતા એક દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ મહુધા ના નાની ખડોલ ગામ માં વાઘાવાડા ફળિયામાં રહેતા નજીરભાઇ સબુરભાઈ મલેકના પત્ની સુમૈયાબેન (ઉ. વ. ૪૫)ની ગામની સીમમાં આવેલ રવિંદ્રભાઇ ગોરધનભાઇ પટેલના ખેતરના શેઢા નીચેથી તા ૭/૬/૨૪ ના રોજ લાશ મળી આવી હતી. કોઈ ઈસમે કોઈ કારણસર સુમૈયાબેનની દુપટ્ટા વડે ગળાફાંસો આપી નિર્મમ હત્યા કરી નાખી હતી. ત્યાર પછી હત્યારો ત્યાં આવેલ ઝાડ નીચે તેણીનો મૃતદેહ છતો સુવડાવી રફુચક્કર થઈ ગયો હતો. મહુધા પોલીસે સુમૈયાબેનનો મૃતદેહ કબજે કર્યો હતો સાથે પોલીસે મૃત દેહ હાથ ધરેલ તપાસમા મૃતક સુમૈયાબેન કપાળના ભાગે થયેલ ઇજાને લઈ લોહીના ટશિયા ફૂટયા હતા સાથે દાઢીના ભાગે લાલ રતાંશ પડતા ચકમાં પડી ગયા હતા. પેટના ભાગે સાધારણ ઇજા થતાં લોહિ નીકળયુ હોવાનું સામે આવ્યું હતું. સાથે સુમૈયાબેનના પગે પહેરેલ ચાંદીના છડા પણ અકબંધ હતા.જેને લઇ સુમૈયાબેન અને હત્યારા ઈસમ વચ્ચે કોઈ વાતને લઈ ઉગ્ર ઝઘડો થયા પછી તેણીની હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું મનાતુ હતુ.

પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ શરૃ કરી હતી. જેમાં પ્રથમ દ્રષ્ટીએ જ લુંટ માટે નહીં પરંતુ પ્રેમપ્રકરણને કારણે હત્યા થઈ હોવાની થીયરી ઉપર પોલીસે તપાસ હાથ ઘરી હતી. પોલીસે તેણીના પતિની પૂછપરછ કરી પરંતુ તેના તરફથી પણ કોઈ કડી મળી નહોતી. પોલીસે ૨૫૦થી વધુ લોકોની વિવિધ રીતે પૂછપરછ કરી હતી. જેમાં પોલીસને માહિતી મળી હતી કે, સુમૈયાબેનને કોઈની સાથે પ્રેમસંબંધ હતો. જેથી પોલીસે તેના પ્રેમીને શોધી કાઢયો હતો અને તેની પુછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે, બનાવના દિવસે તે ે સુમૈયાને મળવા આવ્યો હતો તે વખતે તેનો પતિ બન્નેને ખરાબ હાલતમાં જોઈ ગયો હતો. જેથી તેણે ગુસ્સામાં આવીને તેણીની સાથે ઝઘડો કરીને માર મારીને ગળે દુપટ્ટો વીંટાળીને હત્યા કરી નાંખી હતી. તેને પણ મારવા પાછળ પડયો હતો પરંતુ તે ભાગી છુટવામાં સફળ રહ્યો હતો. આ કબુલાતના આધારે પોલીસે નજીર મલેકને ઝડપી પાડીને તેની પુછપરછ કરતા તેણે પોતાના ગુનાની કબુલાત કરી લીઘી હતી. પોલીસે તેની વિધિવત ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરતા એક દિવસના રીમાન્ડ મંજુર થયા હતા.

ખેડામાં ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સની દુકાનમાંથી ૧૨.૨૫ લાખના દાગીનાનો ડબ્બો ચોરી જનાર ત્રણ ઝડપાયા

ગળતેશ્વર : ખેડૂત તરીકેની મિત્રતાના નાતે ઉછીના ર.૩૮ લાખ બદલનો ચેક પરત ફરતા ૧૮ માસની કેદ

નડિયાદ નજીક એક્સપ્રેસ-વે પર બોલેરો ચાલકને છરાની અણીએ લૂંટનાર ત્રણ પૈકી બે ડફેર ઝડપાયા

વાંઠવાડીની ૨૪ ગુંઠા જમીનનો વેચાણ બાનાખત કર્યા બાદ અન્યને વેચી મારતાં પરિવારના ૬ વિરૃદ્ધ ફરિયાદ

કપડવંજના લેટરમાં રસ્તે જવા દેવા મુદ્દે માતા-પુત્રીને દંપતિએ માર મારતાં ફરિયાદ

મહેમદાવાદ: નેનપુરની યુવતીને ઓનલાઈન વર્ક આપવાના બહાને ગઠિયાએ રૂા.૯૪ હજાર પડાવી લેતા ફરિયાદ

કઠલાલ : લેણી રકમ ૩.પ૦ લાખ પેટે આપેલ ચેક સહીની ભૂલના કારણે રીટર્ન કેસમાં એક વર્ષની કેદ

ડાકોર પાસે એક્ટિવા સ્લીપ ખાતા અમદાવાદના યુવકનું મોત, પિતરાઈ ભાઈ ઘાયલ