Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
નડિયાદના સલુણ પાસે એસટી બસનું ટાયર ફાટતાં ડીવાઇડર કૂદી રીક્ષા સાથે ભટકાઈ, ૭ ઘાયલ
બેની હાલત ગંભીર : રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો
15/06/2024 00:06 AM Send-Mail
નડિયાદથી ડાકોર તરફ જતી એસટી બસનું ચાલુ બસે ટાયર ફાટતા ડીવાઇડર કૂદી રીક્ષાને અથડાઈને બસ નજીકના પ્લોટમાં સિમેન્ટની દીવાલ તોડી ઘૂસી ગઇ હતી. જેમાં રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી જવા પામ્યો હતો. જેમાં સવાર સાતને ઈજાઓ થવા પામી હતી. જે પૈકી બેની હાલત ગંભીર હોવાનું મનાઈ રહ્યું છે.

નડિયાદ પાસેના સલુણ ગામ નજીક આજે નડિયાદથી ડાકોર તરફ આવતી એસટી બસનું આગળના વ્હિલનું એકએક ટાયર ફાટતાં બસના ચાલકે કન્ટ્રોલ ગુમાવ્યો હતો અને દોઢ ફુટનુ ડિવાઇડર કૂદાડી સામેની સાઇડે ધસી આવી ઈટં રીક્ષાને અડફેટે લીધી હતી. જેથી રીક્ષાનો લોચો વળી ગયો હતો. ત્યારબાદ એસટી બસ નજીક આવેલા ખાલી પ્લોટની દીવાલ તોડી અંદર ધસી આવી હતી. જ્યાં જઇને બસ અટકતા બસમાં બેઠેલા મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. જોકે આ ઘટનામાં રીક્ષામાં બેઠેલા મુસાફરો અને બસ ચાલક તેમજ એક બે મુસાફરો મળી કુલ ૭ લોકોને શરીરે ઇજાઓ પહોંચી હતી. જે પૈકી બે વ્યકિતઓની હાલત ગંભીર જણાતા અમદાવાદની હોસ્પિટલમાં રીફર કરાયા છે. જ્યારે અન્ય લોકોને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોકલી સારવાર કરવામાં આવી રહી છે. બનાવના પગલે નડિયાદ ગ્રામ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. બસના ચાલક લાલાભાઇના જણાવ્યા અનુસાર બસનું ટાયર ફાટતા આ અકસ્માત સર્જાયો છે. હું આ બસ લઇને નડિયાદથી ડાકોર જતો હતો. ચાલુ ડ્રાઇવીંગે બસનું ટાયર ફાટતા બસ કન્ટ્રોલ બહાર જતી રહી અને ડિવાઇડર કુદી સામેથી આવતી રીક્ષાને અડફેટે લઈ નજીક આવેલા પ્લોટની દીવાલ તોડી ઘૂસી ગઈ હતી.


ખેડામાં ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સની દુકાનમાંથી ૧૨.૨૫ લાખના દાગીનાનો ડબ્બો ચોરી જનાર ત્રણ ઝડપાયા

ગળતેશ્વર : ખેડૂત તરીકેની મિત્રતાના નાતે ઉછીના ર.૩૮ લાખ બદલનો ચેક પરત ફરતા ૧૮ માસની કેદ

નડિયાદ નજીક એક્સપ્રેસ-વે પર બોલેરો ચાલકને છરાની અણીએ લૂંટનાર ત્રણ પૈકી બે ડફેર ઝડપાયા

વાંઠવાડીની ૨૪ ગુંઠા જમીનનો વેચાણ બાનાખત કર્યા બાદ અન્યને વેચી મારતાં પરિવારના ૬ વિરૃદ્ધ ફરિયાદ

કપડવંજના લેટરમાં રસ્તે જવા દેવા મુદ્દે માતા-પુત્રીને દંપતિએ માર મારતાં ફરિયાદ

મહેમદાવાદ: નેનપુરની યુવતીને ઓનલાઈન વર્ક આપવાના બહાને ગઠિયાએ રૂા.૯૪ હજાર પડાવી લેતા ફરિયાદ

કઠલાલ : લેણી રકમ ૩.પ૦ લાખ પેટે આપેલ ચેક સહીની ભૂલના કારણે રીટર્ન કેસમાં એક વર્ષની કેદ

ડાકોર પાસે એક્ટિવા સ્લીપ ખાતા અમદાવાદના યુવકનું મોત, પિતરાઈ ભાઈ ઘાયલ