Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ગુજરાત સરકારે સતત ચોથી વખત ઈમ્પેકટ ફીની મુદત છ મહિના લંબાવી
નવી તારીખ ૧૭મી જૂન રવિવારથી આગામી છ મહિના સુધી મુદતમાં વધારો કરાયો
16/06/2024 00:06 AM Send-Mail
ગુજરાત સરકારે ઇમ્પેકટ ફીને લઇને એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ઇમ્પેકટ ફી ભરવાની મુદતમાં વધારો કરાયો છે. ગુજરાત સરકાર દ્વારા ઇમ્પેકટ ફી ભરવાની મુદતમાં સતત ચોથીવાર વધારો કરતા હવે વધુ છ મહિનાની મુદત લંબાવવામાં આવી છે.

રાજયમાં બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામો ફી ભરીને કાયદેસરકરવા માટેની ઇમ્પેકટ ફી ભરવાની મુદત વધુ છ મહિના લંબાવાઇ છે. ઇમ્પેકટ ફી ભરવાની મુદતમાં સતત ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ત્રીજી વખત અપાયેલી છ મહિનાની મુદત ૧૬મી જૂને એટલે કે આજે પૂર્ણ થઇ રહી હતી. હવે નવી તારીખ ૧૭મી જૂન રવિવારથી આગામી છ મહિના સુધી મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામને ઇમ્પેકટ ફી ભરીને કાયદેસર કરી શકાય છે. આ પહેલા ત્રણ વાર સરકાર દ્વારા ઇમ્પેકટ ફીની મુદત વધારી હતી. ગુજરાત દ્વારા ગેરકાયદે તેમજ બીયુ વિનાના બાંધકામને તોડીને ઇમ્પેકટ ફી ભરીને કાયદેસર કરી શકાય તે માટે બાંધકામો તોડવાને બદલે નિયત ફી વસૂલીને કાયદેસર કરવા માટે ઇમ્પેકટ ફી કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ કાયદાને ઓછો પ્રતિસાદ મળતાં સતત ચોથી વખત મુદત વધારાઇ છે.