Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ર૭થી ર૯ જૂન,ર૦ર૪ દરમ્યાન કન્યા કેળવણી મહોત્સવ- શાળા પ્રવેશોત્સવનો ધમધમાટ પણ...
આણંદ : સ્થાનિક ડોકયુમેન્ટના અભાવે પરપ્રાંતીય વિદ્યાર્થી ‘નમો લક્ષ્મી યોજના’ થી વંચિત
મજૂરી કે અન્ય કામગીરી માટે આવેલા પરપ્રાંતીયોની દિકરીઓ યોજના માટે લાયક હોવા છતાં અન્ય રાજયોના ડોકયુમેન્ટના કારણે આવકનો દાખલો મેળવી શકતા નથી
16/06/2024 00:06 AM Send-Mail
સરકારની યોજનામાં જિલ્લાસ્તરેથી બદલાવ ન કરી શકાય : શિક્ષણ વિભાગ
જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારિક સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અમલી યોજનામાં નિયમોની અમલવારી કરવાની જવાબદારી જિલ્લાકક્ષાની હોય છે. યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી પાસે નિયમોનુસારના પુરાવા, દસ્તાવેજો છે કે કેમ તેની ચકાસણી કરવાની હોય છે અને પૂરતા પુરાવા હોય તો તે લાભાર્થી નિયમોનુસાર યોજનાનો લાભ મેળવી શકે છે. પરપ્રાંતિય વિદ્યાર્થીનીને સ્થાનિક સ્તરેથી આવકનો દાખલો ન મળવાના કારણે લાભથી વંચિત રહેવાની વાત સામે રાજય સરકાર તરફથી યોજનામાં સુધારો આવે તો જ અમે તેની અમલવારી કરી શકીએ, અમારી કક્ષાએથી યોજનામાં કોઇ ફેરફાર કરવો શકય નથી.

આણંદ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા આગામી ર૭થી ર૯ જૂન,ર૦ર૪ દરમ્યાન શહેરી અને ગ્રામ્ય વિસ્તારોનો સંયુકત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવાનું આયોજન કરાયું છે.

જેમાં પ્રવેશપાત્ર તમામ બાળકોની નામાંકન પ્રકિયા પૂર્ણ કરવા સહિતની પૂર્વ તૈયારી માટે શાળાઓને સૂચના આપવામાં આવી છે. પરંતુ બીજી તરફ વિદ્યાર્થીનીઓ માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક શાળાના શિક્ષણ માટે પ્રોત્સાહિત થાય તે માટે નમો લ-મી યોજના અંતર્ગત ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વસતા પરપ્રાંતીય પરિવારોની બાળકીઓ યોજનાથી વંચિત રહે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

રાજય સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે નમો લ-મી યોજના દ્વારા સહાય આપવાની નીતિ નકકી કરવામાં આવી છે. આ યોજનામાં નબળી આવક જૂથના કુટુંબોની બાળકીઓને આગળ અભ્યાસ કરવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આ યોજનાનો લાભ પરપ્રાંતથી આણંદ સહિત જિીલ્લામાં આવેલા અને હાલમાં શાળામાં ભણતા બાળકોને ન મળતો હોવાનું સામે આવ્યું છે આવા બાળકોના ડોકયુમેન્ટ અન્ય રાજયોના હોવાથી તેઓ સ્થાનિક કક્ષાએથી આવકનો દાખલો મેળવી શકત નથી જેના લીધે તેમને આ યોજનાનો લાભ મળી શકતો નથી. ખાસ કરીને મજૂરી સહિતની અન્ય કામગીરી માટે આવેલા પરપ્રાંતીયો ખરેખર યોજના માટે લાયક હોવા છતાં એકમાત્ર કારણના લીધે તેઓ લાભથી વંચિત રહે તેમ છે. ઉલ્લેખનીય છે કે યોજના અંતર્ગત ધો.૯ અને ૧૦ માટે કુલ ર૦ હજાર અને ધો.૧૧,૧ર માટે કુલ ૩૦ હજારની શિષ્યવૃતિ અપાશે. આ યોજનાની અરજી કરવા માટે વિદ્યાર્થીનીના આધારકાર્ડની નકલ, માતાના આધારકાર્ડ અને બેંક ખાતાની પાસબુકની નકલ, કુટુંબની વાર્ષ્િાક આવકનો દાખલો, જન્મનો દાખલો/ શાળા છોડયા પ્રમાણપત્રની નકલ, માતા-વાલીના ફોન નંબર સહિતના ડોકયુમેન્ટ જરુરી છે.

ડિજિટલ ઇન્ડિયાનો પોકળ નારો : આણંદ જિલ્લાની પ૬ર સરકારી શાળાઓમાં કમ્પ્યૂટર ખરા પણ ૧૪ વર્ષથી શિક્ષકોની ભરતી જ કરી નથી!

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા 'માતૃશ્રી અહલ્યાબાઈ હોળકર- સંિક્ષપ્ત ચરિત્ર' પુસ્તકનું વિમોચન

આણંદ ડિવિઝનના ૮ પોલીસ મથકે પકડાયેલા ૧.૪૭ કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો

બોરસદના સારોલમાં દુધાળા પશુઓના ભેદી મોતથી પશુપાલકોમાં ફફડાટ

જનતા ચોકડી પાસેના ઓવરબ્રીજ ઉપર ટ્રક ડીવાઈડર પર ચઢી જતાં બે કલાક ટ્રાફિક જામ

બોરસદમાં ૩ કલાકમાં ૩ ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેર તરબોળ

વહેરા : લગj કરાવવા પેટે આપેલ નાણાં પરતનો ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ, વળતરપેટે બમણી રકમ ચૂકવવા હૂકમ

આણંદ : ઉનાળુ બાજરીના મબલખ ઉતારાથી ધરતીપુત્રો ખુશખુશાલ