Sardar Gurjari

શનિવાર, તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૫, મહા વદ ૩, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૨૩૭

મુખ્ય સમાચાર :
કપડવંજ : માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાક્ટરે ગળે ફાંસો ખાઈને કરેલી આત્મહત્યા
સુસાઈડ નોટમાં ઘણાં વ્યક્તિઓ સામે આક્ષેપ હોવાનું બહાર આવ્યું જો કે પોલીસનો હાલમાં આ બાબતે કંઈપણ કહેવાનો નનૈયો
16/06/2024 00:06 AM Send-Mail
ધારાસભ્યના આક્ષેપો ખોટા છે : ડેપ્યુટી એન્જિનિયર
ડે. એન્જીનીયર માર્ગ અને મકાન વિભાગ કપડવંજના જીગર કડીયાએ જણાવ્યું કે, ધારાસભ્યએ કરેલા આક્ષેપોને ખોટા છે. એમણે સ્પષ્ટ કહ્યું કે અમે ટકાવારી માગી નથી.મૃતક વિભાગના સીધા કોન્ટ્રાકટર નથી, તેઓ પેટામાં કામ કરે છે. અગાઉ ઉતરતી ગુણવત્તા યુક્ત કામગીરીને કારણે અમે નોટીસો આપી હતી . ધારાસભ્યએ શા માટે આક્ષેપ કર્યા તે સમજાતું નથી.

માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના ભોગે આત્મહત્યા કર્યાનો ધારાસભ્યનો આક્ષેપ
કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાએ કહ્યું કે, કપડવંજથી ઘઢીયા રોડનુ કામ સરકાર દ્વારા આર એન્ડ બી ડિપાર્ટમેન્ટમાં મંજૂર કરાયું તે કામ પ્રગતિ હેઠળ છે. મરણ જનાર કનુભાઈને આ કોન્ટ્રાક્ટરની એજન્સી હતી. જેના કોન્ટ્રાકટરના બીલ અટકાવતા મારો અને બાલાસિનોર ધારાસભ્યનો સંપર્ક કર્યો હતો. શરૃઆતમાં અમને એવું લાગ્યું કે કદાચ કામની ક્વોલિટી નહીં જળવાતી હોય એટલે બિલ અટકાવ્યું હશે. જેથી ઉપરી અધિકારીઓને રજૂઆત કરી અને એ બાદ ચકાસણી કરી પુનઃ કામ શરૃ કરાયું હતું. વધુમાં તેમણે એવા આક્ષેપો કર્યા છે કે, ત્યાંના ડીઈ અને એસઓ દ્વારા ઉંચી ટકાવારીની માગણી કરતા મૃતક કોન્ટ્રાક્ટર તે ટકાવારી આપી શકે તેમ નહોતા જેથી બીલ અટકાવવામાં આવ્યું હતું. આજે સરવાળે કોન્ટ્રાક્ટરે આત્મહત્યા કરવા મજબૂર થવું પડયું છે. અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે મે આ બાબતે કલેકટરને પણ ટેલીફોનીક જાણ કરી છે. સ્યૂસાઈડ નોટમાં ૬થી ૭ લોકોના નામ હોવાનું જણાવ્યું છે.

કપડવંજ તાલુકાના નાની ઝેર ગામેથી ઘડિયા જવાના રોડ પર ખેતરમાં આજે એક કોન્ટ્રાક્ટરનો મૃતદેહ ઝાડની ડાળીએ રસ્સા વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો સમગ્ર પંથકમા ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસને મળેલી સુસાઇડ નોંધમાં ઘણા લોકો સામે આક્ષેપો હોવાનું પણ જાણવા મળે છે. ત્યારે આત્મહત્યા પાછળ જવાબદાર કોણ તે હાલમાં નક્કી કરવું પોલીસ માટે માથામાં દુખાવા સમાન બન્યું છે પોલીસ પીએમ તેમજ અન્ય કામગીરીમાં હોય આ વિશે વધુ કંઈ કહેવા તૈયાર નથી પરંતુ હાલમાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

કપડવંજના નાની ઝેર ગામેથી ઘડિયા જવાના રોડ પર ખેતરમાં આજે એક વ્યક્તિનો મૃતદેહ ઝાડની ડાળીએ રસ્સા વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. બનાવની જાણ આસપાસના લોકોએ કપડવંજ રૃરલ પોલીસને કરતા પોલીસનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો. અને તપાસ કરતા મરણ જનાર કનુભાઈ સોમાભાઈ પટેલ હોવાનું ખુલવા પામ્યું હતુ. કપડવંજ રૃરલ પીઆઈ જનોડના જણાવ્યા અનુસાર આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પોલીસ તેના પરિવારજનોના નિવેદન લઈ રહી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃતક કનુભાઈ સોમાભાઈ પટેલ મૂળ મહીસાગર જિલ્લાના વતની હતા અને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. મરણ જનાર પાસેથી સ્યૂસાઈડ નોટ મળી આવી છે. જેમાં ઘણા બધા ગંભીર આક્ષેપો કરાયા છે. જે હું વિગતવાર ચર્ચા કરી શકુ એમ નથી. ફરિયાદ થશે તેમાં ચોક્કસ વર્ણાવવામા આવશે તેમ કહ્યું છે.


કપડવંજ : સગીરાને ભગાડી લઈ જઈ દુષ્કર્મ ગુજારનાર પરિણીત યુવકને ૨૦ વર્ષની કેદની સજા

ઠાસરા : આગરવા નજીક બુટલેગર કટીંગ કરે તે પહેલાં SMCએ દરોડો પાડી રૂા. ૯.૧૮ લાખનો દારૂ જપ્ત કર્યો

સેવાલિયા પંથકમાંથી ૭ ટ્રેક્ટરો પંચમહાલ જિલ્લાના શખ્સોએ ભાડેથી લઈને છેતરપીંડી કરતા ફરિયાદ

પત્નીની હત્યા કરી બાળકોને તરછોડી દેનાર આરોપી ૭ દિવસના રિમાન્ડ પર

આડા સંબંધના વહેમમાં પતિએ જ પત્નીની હત્યા કરી, બાળકીને ફેંકી દીધાનો ઘટસ્ફોટ

નડિયાદમાં ભારતીય ચલણી નોટો છાપવાનું મીની છાપખાનું પકડાયું : ૨ની ધરપકડ

નડિયાદ : પરિચિત પાસેથી હાથ ઉછીના ૮ લાખ પેટેનો ચેક રીટર્ન કેસમાં ૧ વર્ષની કેદ

ચકલાસીમાં લગ્ન વરઘોડામાં થયેલ ઝઘડાની અદાવતમાં બે જૂથો વચ્ચે મારામારી, ચારને ઈજા