Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ખંભાત : અકીકના ધંધા માટે મિત્રતામાં ઉછીના ૧.પ૦ લાખ પેટેના ચેક પરત કેસમાં ૧ વર્ષની કેદ, રૂ.૧૦ હજાર દંડ
મો.સકીલ ઇબ્રાહીમભાઇ મલેકે રૂ. ૧.પ૦ લાખ વિકાસભાઇ રાજુભાઇ પટેલને વળતરપેટે ચૂકવવા ખંભાત કોર્ટનો હૂકમ
16/06/2024 00:06 AM Send-Mail
ખંભાતમાં રહેતા વ્યકિતએ અકીકના ધંધા માટે મિત્ર પાસેથી રૂ.૧.પ૦ લાખ ઉછીના લીધા હતા. જે નિયમ સમયમાં પરત ન કરતા વારંવાર ઉઘરાણી થતા ચેક આપ્યો હતો. જે નિયત તારીખે બેંકમાં ભરતા અપૂરતા ભંડોળના શેરા સાથે પરત આવ્યો હતો. આ અંગે નોટિસ બજવા છતાંયે તેનો જવાબ કે ચેકની રકમ પરત કરી ન હતી. જેથી આ મામલે જાન્યુ.ર૦ર૦માં ખંભાત કોર્ટમાં ફરિયાદ થઇ હતી. જેનો તાજેતરમાં આવેલ ચુકાદામાં આરોપીને એક વર્ષની કેદ, રૂ. ૧૦ હજાર દંડ તેમજ ફરિયાદીને વળતરપેટે રૂ. ૧.પ૦ લાખ ચૂકવવા હૂકમ કર્યો હતો.

મળતી વિગતોમાં ખંભાતમાં શ્રીજી ગ્રાફિકસના પ્રોપરાઇટર વિકાસભાઇ પટેલ સાથે મિત્રતાના નાતે ખંભાતના મો.સકીલ ઇબ્રાહીમભાઇ મલેકે અકીકના ધંધા માટે માલ ખરીદવા રૂ.૧.પ૦ લાખ ઉછીનાની માંગણી કરી હતી. જેથી વિકાસભાઇએ વિશ્વાસથી નાણાં આપ્યા હતા જે છ માસમાં પરત ચૂકવવા મો.સકીલ મલેકે વાયદો કર્યો હતો. પરંતુ વાયદા મુજબ નાણાં પરત ન આવતા વારંવાર ઉઘરાણી કરવામાં આવતા મો.સકીલે તા. ૧૦ નવે.ર૦૧૯ના રોજનો રૂ.૧.પ૦ લાખનો ચેક આપ્યો હતો.

જો કે ચેક નિયત તારીખે બેંકમાં ભરતા પરત ફર્યો હતો. આથી વિકાસભાઇએ તા. ૧૦ ડિસે.ર૦૧૯ના રોજ ડીમાન્ડ નોટિસ મોકલી હતી. જે બજી જવા છતાંયે ચેકની રકમ પરત ચૂકવી નહતી. જેથી ખંભાત કોર્ટમાં ર૧ જાન્યુ.ર૦ર૦ના રોજ ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં ફરિયાદપક્ષે પુરાવાબંધની પુરસીસ રજૂ થયા બાદ ફરિયાદ પક્ષના પુરાવાનું સ્ટેજ બંધ કરી રજૂ થયેલ પુરાવાના આધારે આરોપીનું વિશેષ નિવેદન નોંધવામાં આવ્યું હતું, જેમાં જણાવેલ હકીકતનો આરોપીએ ઇન્કાર કર્યો હતો તેમજ તેમણે ફરિયાદી શ્રીજી ગ્રાફિકસ સાથે કોઇપણ કાયદેસરનો વ્યવહાર કરેલ ન હોવાનું અને ચેક અન્ય વ્યકિત પાસેથી મેળવી તેનો દૂરપયોગ કરી હાલની ખોટી ફરિયાદ કરેલ છે, ફરિયાદીનું કાયદેસરનું કોઇ લેણું આવેલ નથી અને તેઓ નિર્દોષ હોવાની હકીકત જણાવી હતી. કોર્ટે બંને પક્ષની દલીલો, દસ્તાવેજી પુરાવા સહિતની બાબતો ધ્યાને લઇને નોંધ્યું હતું કે, બેંકની સહી, સિકકાવાળા રિર્ટન મેમો રજૂ કરવામાં આવે ત્યારે મેમો સાચો અને ખરો છે તેવું કોર્ટે માનવું પડે. આ રીટર્ન મેમો ખોટો છે તેવું સાબિત કરવાની જવાબદારી આરોપીની થાય છે. પરંતુ આરોપીએ તેમના બચાવમાં કયાંય કહયું નથી કે રીટર્ન મેમો ખોટો છે. આમ, ફરિયાદ પક્ષ કલમ ૧૩૮ના તમામ આવશ્યક તત્વો સાબિત કરવામાં સફળ થાય છે જયારે આરોપી પક્ષ કલમ ૧૩૯માં આપેલ અનુમાનો કે ચેક કાયદેસરના લેણા પેટે આપેલ હોવો જોઇએ તે અનુમાનનું ખંડન કરવામાં આરોપી પક્ષ નિષ્ફળ જાય છે. આ કેસમાં ન્યાયાધીશ ભરતભાઇ હરદાસભાઇ ઓડેદરા(એડી.ચીફ જયુડી. મેજી.,ખંભાત) એ તોજેતરમાં હુકમ કર્યો હતો. જેમાં આરોપી મો.સકીલ ઇબ્રાહીમભાઇ મલેકને કલમ ૧૩૮ના ગુનામાં દોષિત ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને રૂ. ૧૦ હજારના દંડનો હુકમ કર્યો હતો. વધુમાં કલમ ૩પ૭(૩) અન્વયે રૂ. ૧.પ૦ લાખ ફરિયાદીને વળતરપેટે ચૂકવવાનો હુકમ કર્યો હતો. વળતર ચૂકવણીમાં આરોપી નિષ્ફળ જાય તો વધુ ૩ માસની સાદી કેદની સજા અલગથી ભોગવવાનો હૂકમ કર્યો હતો.

ઉમરેઠની અસ્થિર મગજની પરિણીતા ઉપર ગેંગરેપ ગુજારનાર બે શખ્સોને ‘જીવે ત્યાં સુધી’ કેદની સજા

બેડવા બ્રીજ ઉપર ટ્રકની પાછળ ટ્રક ભટકાતા લાગેલી ભીષણ આગ : બે ઘાયલ

તારાપુર : વ્યાજખોરોએ જમીન દલાલના ઘેર પઠાણી ઉઘરાણી કરતા ફરિયાદ

બોરસદ : યોગ્ય કારણ વિના કલેઇમ નામંજૂર ન કરવો જોઇએ,સારવાર ખર્ચના ૧.૦૮ લાખ ચૂકવવા ગ્રાહક કોર્ટનો હૂકમ

સુંદલપુરાની પરિણીતાને દર મહિને ભરણપોષણ પેટે ૫૫૦૦ રૂા. ચૂકવવા પતિ-સાસરીયાઓને હુકમ

આણંદ : વાહન લોનની બાકી પેટેનો ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ

૪૮૭૨૦ રૂા.ના ચેક રીર્ટન કેસમાં ઉંદેલના શખ્સને એક વર્ષની કેદની સજા ફટકારાઈ

બાલીન્ટા : ગાળો બોલવાની બાબતે જીવલેણ હૂમલાના કેસમાં ૪ આરોપીઓને પ-પ વર્ષની સખ્ત કેદ, રૂ.૧૩-૧૩ હજારનો દંડ