Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ધુવારણ : દાગીના છોડાવવા કુટુંબી કાકા પાસેથી ઉછીના ૧.રપ લાખનો ચેક રીટર્ન કેસમાં ૧ વર્ષની કેદ, રૂ.૧૦ હજાર દંડ
પ્રવિણસિંહ કેસરીસિંહ સિંઘાએ કુટુંબી કાકા વિનુભાઇ રામસીંહ સિંઘા પાસેથી ઉછીના નાણાં લીધા બાદ પરત ન કરતા કોર્ટમાં ફરિયાદ
16/06/2024 00:06 AM Send-Mail
ખંભાત તાલુકાના ધુવારણમાં વચલાપુરામાં રહેતા કુટુંબી ભત્રીજાએ કાકા પાસેથી લોન ભરવા અને દાગીના છોડાવવા માટે ૧.રપ લાખ ત્રણ માસના વાયદે ઉછીના લીધા હતા. બાદમંા વાયદા મુજબ નાણાં પરત ન આભપતા ઉઘરાણી થતા બેંક ચેક આપ્યો હતો.

જે બેંકમાં ભરતા રીટર્ન થતા નોટિસ આપી હતી. છતાંયે નાણાં પરત ન મળતા ખંભાત કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેના તાજેતરમાં આવેલ ચુકાદામાં આરોપીને એક વર્ષની કેદ અને રૂ. ૧૦ હજાર દંડ તેમજ ચેકની મૂળ રકમ વળતર તરીકે ચૂકવવા હૂકમ કર્યો હતો.

મળતી વિગતોમાં ધુવારણના વચલાપુરામાં રહેતા વિનુભાઇ રામસીંહ સિંઘા પાસેથી ગત ૧ ફેબ્રુ.ર૦રરના રોજ તેમના કુટુંબી ભત્રીજા પ્રવિણસીંહ કેસરીસીંહ સિંઘાએ લોન ભરવા અને માતાના દાગીના છોડાવવા માટે ૧.રપ લાખ ઉછીના લીધા હતા. જે ત્રણ માસમાં ચૂકવવાનો વાયદો છતાંયે ચૂકવ્યા ન હતા. આથી વિનુભાઇએ ઉઘરાણી કરતા તા. ૧ર જુલાઇ,ર૦ર૩નો બેંક ચેક આપ્યો હતો. જે બેંકમાં ભરતા અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો. આથી તા. ૧પ જુલાઇ,ર૦ર૩ના રોજ નોટિસ મોકલવા છતાંયે તેનો જવાબ કે ચેકની રકમ ચૂકવી આપી નહતી. આથી વિનુભાઇએ આ મામલે ખંભાત કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટમાંથી સમન્સ બજતા હાજર થયેલ પ્રવિણસીંહે આક્ષેપિત ગુનાનો ઇન્કાર કરતા કેસ ફરિયાદ પક્ષના પુરાવાના તબકકે મુકરર કરીને આગળની કાર્યવાહી સમન્સ ટ્રાયેબલ રીતે હાથ ધરવામાં આવી હતી. ફરિયાદ પક્ષે પુરાવા,દસ્તાવેજો રજૂ કર્યા હતા. જયારે પ્રવીણસિંહે વિશેષ નિવેદનમાં જણાવ્યું હતું કે, ફરિયાદીએ કોઇ જ વ્યવહાર કરેલ નથી, ખોટા દસ્તાવેજો ઉભા કરી ખોટી ફરિયાદ કરેલ હોવાની હકીકત જણાવી હતી. આ કેસમાં બંને પક્ષે દલીલો, પુરાવા સહિત રજૂ થયેલ દસ્તાવેજો ધ્યાને લઇને કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીને ફરિયાદી સાથે કોઇ વ્યવહાર થયેલ નથી તે દર્શાવવા માટે કોઇ પ્રશ્ન આરોપી દ્વારા પૂછવામાં આવેલ નથી. ઉલટતપાસ ધ્યાને લઇએ તો આરોપીપક્ષને મદદરુપ થાય તેવી કોઇ હકીકત આરોપી ફરિયાદીના મોઢેથી કઢાવી શકેલ નથી. તેથી નેગો.ઇન્સ્ટ´.એકટની કલમ ૧૩૯માં જણાવેલ અનુમાનનું ખંડન કરવામાં આરોપી પક્ષ નિષ્ફળ નીવડેલ છે. આ કેસમાં તાજેતરમાં ન્યાયાધીશ ભરતભાઇ હરદાસભાઇ ઓડેદરા (એડી.ચીફ જયુડી. મેજી.ખંભાત)એ આખરી હૂકમ કર્યો હતો. જેમાં પ્રવિણસીંહ સિંઘાને કલમ ૧૩૮ મુજબના ગુનામાં શિક્ષાને પાત્ર ગૂનામાં દોષિત ઠરાવી એક વર્ષની સાદી કેદની સજાનો હૂકમ કર્યો હતો. ઉપરાંત આરોપીને રૂ. ૧૦ હજારનો દંડ તેમજ કલમ ૩૫૭(૩) અન્વયે ફરિયાદીને વળતરપેટે રૂ. ૧.રપ લાખ ચૂકવવાનો અને ચૂકવણીમાં નિષ્ફળ જાય તો વધુ ૩ માસની સાદી કેદની સજા અલગથી ભોગવવાનો હૂકમ કર્યો હતો.

ઉમરેઠની અસ્થિર મગજની પરિણીતા ઉપર ગેંગરેપ ગુજારનાર બે શખ્સોને ‘જીવે ત્યાં સુધી’ કેદની સજા

બેડવા બ્રીજ ઉપર ટ્રકની પાછળ ટ્રક ભટકાતા લાગેલી ભીષણ આગ : બે ઘાયલ

તારાપુર : વ્યાજખોરોએ જમીન દલાલના ઘેર પઠાણી ઉઘરાણી કરતા ફરિયાદ

બોરસદ : યોગ્ય કારણ વિના કલેઇમ નામંજૂર ન કરવો જોઇએ,સારવાર ખર્ચના ૧.૦૮ લાખ ચૂકવવા ગ્રાહક કોર્ટનો હૂકમ

સુંદલપુરાની પરિણીતાને દર મહિને ભરણપોષણ પેટે ૫૫૦૦ રૂા. ચૂકવવા પતિ-સાસરીયાઓને હુકમ

આણંદ : વાહન લોનની બાકી પેટેનો ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ

૪૮૭૨૦ રૂા.ના ચેક રીર્ટન કેસમાં ઉંદેલના શખ્સને એક વર્ષની કેદની સજા ફટકારાઈ

બાલીન્ટા : ગાળો બોલવાની બાબતે જીવલેણ હૂમલાના કેસમાં ૪ આરોપીઓને પ-પ વર્ષની સખ્ત કેદ, રૂ.૧૩-૧૩ હજારનો દંડ