ઇવીએમ નાબૂદ થવું જોઇએ, તે મનુષ્યો અથવા એઆઇ દ્વારા હેક થવાનું જોખમ : એલન મસ્ક
ઈવીએમ કોઈ ઓટીપીથી અનલોક કે ડિવાઈસ સાથે કનેક્ટ ના થઇ શકે : ચૂંટણી પંચ
-ભારતીય ઇવીએમ સુરિક્ષત છે અને કોઇપણ નેટવર્ક અથવા મીડિયાથી અલગ : પૂર્વ આઇટી મંત્રી રાજીવ ચંદ્રશેખર -ઇવીએમ એક સ્વતંત્ર સિસ્ટમ છે : મહારાષ્ટ્ર ચૂંટણી પંચ
રાહુલ ગાંધીએ પણ આપી પ્રતિક્રિયા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ ઘટનાને ગંભીર ગણાવી કહ્યું છે કે ભારતમાં ઇવીએમ એક બ્લોક બોકસ છે અને તેની તપાસ કરવાની કોઇને પણ મંજૂરી નથી. આપણી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અંગે ઘણી ચિંતાઓ વ્યકત કરવામાં આવી રહી છે. સંસ્થાઓમાં જવાબદારીના અભાવના કારણે લોકશાહી એક દેખાડો બની જાય છે અને છેતરપિંડીની સંભાવના વધી જાય છે.
ઇવીએમનો ઉપયોગ બંધ કરી દેવો જોએ : અખિલેશ
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે ટેકનોલોજીનો ઉપયોગ સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે, જો તે મુશ્કેલી બની જાય, તો તેનો ઉપયોગ બંધ કરી દેવો જોઇએ. આજે વિશ્વભરના ઘણા દેશોમાં ઇવીએમમાં ગરબડી અંગે આશંકા વ્યકત કરવામાં આવી રહી છે અને જાણીતા ટેકનોલોજી નિષ્ણાતો ઇવીએમમાં હેરાફેરીના ખતરા અંગે જાહેરમાં લખી રહ્યા છે. જો આવું જ હોય તો ઇવીએમનો ઉપયોગ કરવાની જીદ કેમ કરવામાં આવી રહી છે? ભાજપ આ અંગે સ્પષ્ટ જવાબ આપે. અમે ફરી માંગ કરી રહ્યા છે કે, આગામી તમામ ચૂંટણીઓ બેલેટ પેપરથી કરવામાં આવે.
ઇવીએમ મશીન પર ફરી એકવાર ચર્ચા છેડાઇ છે. વિશ્વન સૌથી ધનાઢય ઉદ્યોગપતિ ઇલોન મસ્કે ૧૫ જૂને લખ્યું - ઇવીએમ નાબૂદ થવું જોઇએ.તે મનુષ્યો અથવા અક દ્વારા હેક થવાનું જોખમ છે. જો કે આ જોખમ ઓછું છે, તે હજુ પણ ઘણું વધારે છે. અમેરિકામાં આના દ્વારા વોટિંગ ન થવું જોઇએ.
તેના પર બીજેપી નેતા અને પૂર્વ આઇટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું - મસ્કના કહેવા પ્રમાણે, કોઇ સુરિક્ષત ડિજિટલ હાર્ડવેર બનાવી શકે નહી. આ ખોટું છે. તેમનું નિવેદન યુએસ અને અન્યત્ર લાગુ થઇ શકે છે - જયાં તેઓ ઇન્ટરનેટ-કનેકટેડ વોટિંગ મશીનો બનાવવા માટે નિયમિત કમ્પ્યુટ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.
ભારતીય ઇવીએમ સુરિક્ષત છે અને કોઇપણ નેટવર્ક અથવા મીડિયાથી અલગ છે. કનેકિટવિટી નહીં, બ્લૂ ટ´થ, વાઇફાઇ, ઇન્ટરનેટ નહીં. તેઓ અર્થ એ કે રસ્તો નથી. ફેકટરી પ્રોગ્રામ કરેલ નિયંત્રકો કે જે ફરીથી પ્રોગ્રામ કરી શકતા નથી. ઇવીએમને ભારતની જેમ જ ડિઝાઇન કરી શકાય છે. અમને ટયુટોરિયલ પ્રદાન કરવામાં આનંદ થશે, એલન.
મહારાષ્ટ્ર ચૂંટણી પંચે રવિવારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. રિટનિંગ ઓફિસર વંદના સૂર્યવંશીએ કહ્યું કેઆજે આવેલા સમાચાર અંગે કેટલાક લોકોએ ટિવટર કર્યુ છે. ઇવીએમ અનલોક કરવા માટે ઓટીપીની જરૂર નથી. ઇવીએમ ઉપકરણ કોઇની સાથે જોડાયેલ નથી.અખબાર દ્વારા સંપૂર્ણ ખોટા સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. ઇવીએમ એક સ્વતંત્ર સિસ્ટમ છે. સમાચાર સંપૂર્ણખોટા છે, અને પેપરને નોટિસ પાઠવી છે. ૪૯૯ આઇપીસી હેઠળ માનહાનિનો કેસ પણ દાખલ કર્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે મેં પેપરના રિપોર્ટરને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.તેમને આઇપીસીની કલમ ૫૦૫ અને ૪૯૯ હેઠળ નોટિસ મોકલશે. ચૂંટણી અધિકારી ગૌરવને જે મોબાઇલ રાખવા દીધો હતો તે મોબાઇલ તેનો જ હતો. અમે આંતરિક તપાસ કરીશું કે નહીં તે પોલીસ તપાસ બાદ આગળ નક્કી કરવામાં આવશે.