Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
મુંબઈ : મતગણતરી કેન્દ્રમાં મોબાઈલનો ઉપયોગ કરવા બદલ એફઆઈઆર, ચૂંટણી પંચ પર ભડક્યા વિપક્ષો
-સાંસદના સંબંધી પાંડિલકરે ચૂંટણી અધિકારીના મોબાઈલનો ઉપયોગ કર્યો -કેસની તપાસ કરવા માટે પોલીસની ત્રણ ટીમો બનાવાઇ -શિંદે જૂથના સાંસદ રવિન્દ્ર વાયકરના સાળા વિરૂદ્ઘ એફઆઇઆર નોંધી
17/06/2024 00:06 AM Send-Mail
શિંદેના સાંસદ માત્ર ૪૮ મતથી જીતતા વિવાદ
પોલીસ ફરિયાદ મુજબ ગોરેગાંવ ચૂંટણી સેન્ટરની અંદર મોબાઇલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હોવા છતાં રવિન્દ્ર વાયકરનો સાળો પાંડિલકરે મોબાઇલનો ઉપયોગ કર્યો હતો. આ મામલે ઉત્તર પશ્ચિમ બેઠક પર ચૂંટણી લડનારા ઉમેદવારો અને ચૂંટણી આયોગ દ્વારા પોલીસને ફરિયાદો મળી હતી, જેના આધારે આ કેસ નોંધવામાં આવ્યો છે. આ બેઠક પર રિકાઉન્ટિંગ થયા બાદ વાયકર માત્ર ૪૮ મતોથી ચૂંટણી જીત્યા હતા, ત્યારબાદ ઘણો વિવાદ પણ થયો હતો.

લોકસભા ચૂંટણી દરમિયાન મતગણતરી કેન્દ્રની અંદર મોબાઇલનો ઉપયોગ કરવા મામલે મુંબઇ પોલીસે શિવસેના શિંદે જૂથના સાંસદ રવિન્દ્ર વાયકરના સાળા વિરૂદ્ઘ એફઆઇઆર નોંધી છે. આ ઉપરાંત પોલીસે પાંડિલકરને મોબાઇલ આપનાર ચૂંટણી પંચના એક કર્મચારીની સામે પણ કેસ નોંધ્યો છે.

સૂત્રના જણાવ્યા મુજબ મતગણતરી વખતે જે મોબાઇલમાં ઠરડ જનરેટ થાય છે, તે મોબાઇલ ચૂંટણી અધિકારી ગૌરવના બદલે સાંસદના સંબંધી પાંડિકલકર પાસે હતો અને તે ત્યાં મોબાઇલનો ઉપયોગ કરતો હતો. પોલીસને આશંકા છે કે જયારે કાટાંની ટક્કર ચાલતી હતી,ત્યારે તેણે ફોનનો ઉપયોગ સવારથી સાંજે ૪.૩૦ સુધી કર્યો હતો.

ચૂંટણીપંચે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ મુંબઇ પોલીસને આપ્યા છે.આ કેસની તપાસ કરવા માટે મુંબઇ પોલીસને ત્રણ ટીમો બનાવાઇ છે. પોલીસની ટીમ આજે ફૂટેજની તપાસ કરશે. સોથી મહત્વની વાત,ફોન જપ્ત કર્યા બાદ પોલીસે ફોનની સીડીઆર મેળવી રહી છે અને તમામ મોબાઇલ નંબરોની પણ તપાસ કરી રહી છે. ફોન જપ્ત કર્યા બાદ પોલીસ જાણવા માંગે છે કે કોને કોને ફોન કરવામાં આવ્યા અને મોબાઇલ પર કેટલા ઓટીપી આવ્યા ? પોલીસે એ પણ જાણવા માંગે છે કે, આ મોબાઇલ પર ફોન આવ્યા હતા કે નહી ? નિયમો મુજબ ઓટીપી જનરેટ થયા બાદ મોબાઇલ આરઓ (રિટનિંગ ઓફિસર)ને સોંપવામાં હોય છે. હાલ મોબાઇલ પરત કેમ ન લેવામાં આવ્યો, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ મોબાઇલને ફોરેન્સિંગ લેબમાં મોકલી દેવાયો છે અને તેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આ ઘટના સામે આવ્યા બાદ શિવસેના યુબીટીના નેતા આદિત્ય ઠાકરેએ ચૂંટણી પંચ પર નિશાન સાધી કહ્યું છે કે ઉઈનો નવો અર્થ‘ ઉખ્ઞૈર્ચ્રન્ ઈગ્ક્ઘ્ચ્ગ્કૈર્જ્ૈ સંપૂર્ણપણ સમાધાન)’છે, ચૂંટણી પંચ નહી. કોંગ્રેસે પણ આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. કોંગ્રેસે એકસ પર લખ્યું છે કે ઇવીએમ સંબંધિ વધુ એક મામલો સામે આવ્યો છે. મુંબઇમાં એનડીએના ઉમેદવાર રવિન્દ્ર વાયકરના સંબંધીનો મોબાઇલ ફોન ઇવીએમ સાથે જોડાયેલો હતો. વાયકરની માર ૪૮ મતોથી જીત થઇ છે. આવી સ્થિતિાં એવો સવાલ થાય છે કે આખરે એનડીએના ઉમેદવારના સંબંધીનો મોબાઇલ ઇવીએમ સાથે કેમ જોડાયેલો હતો ? જયાં મતગણતરી ચાલી રહી હતી, ત્યાં મોબાઇલ ફોન કેવી રીતે પહોંચ્યો ? શંકા ઉભી કરનારા પ્રશ્નો ઘણા છે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરવી જોઇએ.

યમુના નદીના ૨૩ સ્થળો પાણીની ગુણવત્તા પરીક્ષણમાં ફેલ : સંસદીય સમિતિનો અહેવાલ

ઓનલાઈન ટેક્ષી બુકિંગમાં ભેદભાવનો મામલો સંસદમાં, આઈફોન યુઝર્સ પાસેથી વધુ ભાડુ વસૂલવાનો આરોપ

તમિલનાડુ સરકારે બજેટ ડોક્યુમેન્ટમાંથી રૂપિયાનું ચિહ્ન હટાવ્યું

બદલાપુર જાતીય શોષણના આરોપીનું એન્કાઉન્ટર નકલી, એફઆઈઆર કેમ ન કરી : બોમ્બે હાઈકોર્ટ

મદ્રાસ હાઈકોર્ટે જેએમઆઈ લો ફર્મની તપાસ કરવા સીઆઈડીને આપ્યા આદેશ

સહાયક પુરાવા વિના મૃત્યુપૂર્વના નિવેદનના આધારે કોઈને દોષિત ન ઠેરવી શકાય: સુપ્રિમ

પદભ્રષ્ટ કરાયેલા ભૂતપૂર્વ ન્યાયાધીશ હાઈકોર્ટના જજ જેટલું પેન્શન મેળવવા માટે હકદાર : બોમ્બે હાઈકોર્ટ

તમિલનાડુમાં સરકારી નોકરી માટે તમિલ ભાષા જરૂરી : મદ્રાસ હાઈકોર્ટ