એનસીઈઆરટીના અભ્યાસક્રમમાં ફેરફાર, બાબરી મસ્જિદનો કોઈ ઉલ્લેખ નહીં
-મસ્જિદનો ત્રણ ગુંબજવાળા ઢાંચા તરીકે ઉલ્લેખ -સમગ્ર અયોધ્યા વિવાદને બે પાનામાં આવરી લેવામાં આવ્યો -વિષય પણ ચારને બદલે બે પાનાનો કરી દેવામાં આવ્યો
બાબરી મસ્જિદ, ભગવાન રામ,શ્રીરામ, રથયાત્રા,કારસેવા અને ધ્વંસ પછીની હિંસા વિશેની માહિતી ટઈઉદર પુસ્તકમાંથી હટાવી દેવામાં આવી છે. દેશની ટોચની શિક્ષણ સંસ્થાએ ધોરણ ૧૨ના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાંથી આ શબ્દ હટાવી દીધા છે.
આ સિવાય પુસ્તકમાં બાબરી મસ્જિના નામને બદલે તેને ‘ત્રણ ગુંબજ માળખું ’ અને અયોધ્યા વિવાદને ‘અયોધ્યા વિષય’ના નામે ભણાવવામાં આવશે. વિષય પણ ચારને બદલે બે પાનાનો કરી દેવામાં આવ્યો છે.
શા માટે બાબરી મસ્જિદ ધ્વંસ કે પછી કોમી હિંસાનો સંદર્ભ દૂર કરવામાં આવ્યો ? આ સવાલ પર ટઈઉદરના ડાયરેકટર દિનેશ સકલાનીએ કહ્યું શા માટે આપણે શાળામાં રમાખાણો વિશે શીખવવું જોઇએ ? અમે સકારાત્મક નાગરિકો બનાવવા માંગીએ છીએ, નહીં કે હિંસક અને હતાશ લોકો.
૨૦૧૪થી ટઈઉદર પાઠય પુસ્તકોના સંશોધનનોઆ ચોથો રાઉન્ડ છે. ૨૦૧૭માં પ્રથમ રાઉન્ડમાં ટઈઉદરએ તાજેતરના વિકાસને પ્રતિબિંબિત કરવા માટે સંશોધનની જરૂરિયાત દર્શાવી હતી.
૨૦૧૮માં તેણે ‘અભ્યાસક્રમનું ભારણ ઘટાડવા’ સુધારા રજૂ કર્યા. તે પછી, અભ્યાસક્રનું ભારણ ઘટાડવા અને વિદ્યાર્થીઓને કોવિડના કારણે અભ્યાસમાં પડેલી વિક્ષેપમાંથી બહાર આવવામાં મદદ કરવા માટે ૨૦૨૧માં ત્રીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો હતો.
જૂના ટઈઉદર પુસ્તકમાં, બાબરી મસ્જિદનો ઉલ્લેખ ૧૬મી સદીની મસ્જિદ તરીકે કરવામાં આવ્યો હતો,જેનું નિર્માણ મુગલ સમ્રાટ બાબરના સેનાપતિ મીર બાકી દ્વારા કરવામાં આવ્યું હતું. હવે, નવા પુસ્તકમાં તેને ‘ત્રણ ગુંબજનું માળખું’ તરીકે દર્શાવવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું ક આ માળખું૧૫૨૮માં શ્રી રામના જન્મસ્થળ પર બનાવવામાં આવ્યું હતું. તેની આંતરિક અને બાહ્ય રચનાઓમાં હિંદુ પ્રતિકો અને અવશેષો સ્પષ્ટપણે દેખાતા હતા. જૂના પુસ્તકમાં અખબારના લેખોના ફોટોગ્રાફસ હતા, જેમાં ૭ ડિસેમ્બર, ૧૯૯૨નો પણ સમાવેશ હતો. જેનું શીર્ષક હતું. ‘બાબરી મસ્જિદ ડેમોલિશ્ડ, સેન્ટર સૈકસ કલ્યાણ ગવર્નમેંટ’. ૧૩ ડિસેમ્બર, ૧૯૯૨ના અન્ય હેડલાઇનમાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ટાંકવામાં આવ્યું હતું કે ‘બીજેપીસ વર્સ્ટ મિસકૈલકુલેશન’ નવા પુસ્તકમાંથીતમામ અખબારની કટીંગો દૂર કરી દેવામાં
આવી છે.