Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
સીસ્વા: આકારણી વિનાના રિસોર્ટના વિરોધમાં ગ્રામજનો સાથે ગ્રામ પંચાયત પણ મેદાનમાં
ર૦૧૭થી કોઇપણ જાતની તંત્રની પરવાનગી વિના ચાલતા રિસોર્ટમાં સ્વીમીંગ પુલ, વિવિધ રમતો સહિતની ચાલતી પ્રવૃતિ : ગ્રામ પંચાયત દ્વારા મામલતદાર, કલેકટર અને મુખ્યમંત્રી સુધી રજૂઆત છતાં કોઇ કાર્યવાહી નહીં : સરપંચ
17/06/2024 00:06 AM Send-Mail
મુખ્યમંત્રીને ઓનલાઇન લોક ફરિયાદમાં રજૂઆત છતાં બાકી વેરા, સલામતિ મામલે કોઇ કાર્યવાહી ન થઇ : સરપંચ - બાંધકામ પરવાનગીમાં વિસંગતતા બાબતે કલેકટરને રજૂઆત,તંત્રએ માત્ર નોટિસ ચિપકાવી સંતોષ માન્યો
આ મામલે ગ્રામ પંચાયતના સરપંચ રીપલભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રીના કાર્યાલયના જનસંપર્ક એકમને લોક ફરિયાદ કાર્યક્રમમાં રજુઆત કરવામાં આવી હતી.જેમાં મુખ્યમંત્રી કાર્યાલય ખાતેથી કલેકટરને ૩૦ માર્ચ,૨૦૨૪ના રોજ પત્રથી આ મામલે તપાસ કરવા આદેશ કરવામાં આવેલ જેમાં ૯ એપ્રિલ,૨૦૨૪ ના રોજ જિલ્લા કલેકટર દ્વારા કાર્યપાલક ઈજનેર કાંસ વિભાગ આણંદ,મામલતદાર બોરસદ અને તાલુકા વિકાસ અધિકારી બોરસદને તપાસ કરીને કાર્યવાહી કરવા અને કરેલ કાર્યવાહીની વિગતો ઓનલાઇન અપડેટ કરવા જણાવ્યું હતું પરંતુ આજ દિન સુધી આ મામલે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. વધુમાં સરપંચે જણાવ્યું હતું કે, તા.૧પ એપ્રિલ,ર૦ર૪ના રોજ કલેકટરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે,સીસ્વા ગામ હાલ ૧૪૬૭ સર્વે નંબરમાં કેમ્પ ડેલી રીસોર્ટ કાર્યરત છે જમીન મલિક દ્વારા બાંધકામની પરવાનગી હેતુ રજૂ કરેલ સાધનિક કાગળો જોતા માલુમ પડેલ છે કે સદર પરવાનગી તેઓ દ્વારા તા.૧૩ ફેબ્રુ.૨૦૨૪ના રોજ લેવામાં આવેલ છે તથા નગર નિયોજનનો નકશો તા.૨૫ જાન્યુ.૨૦૧૭ ના રોજ મંજુર કરેલ છે વધુમાં બાંધકામની પરવાનગી લીધા પહેલા જ બાંધકામ થઇ ગયેલ છે જે શરતભંગ થયેલ છે તથા બાંધકામ પણ નકશા મુજબ થયેલ નથી.જેથી સત્વરે બાંધકામ કરવાની પરવાનગી હુકમ રદ કરવો થતા શરતભંગ થયેલ હોય વધુમાં પરવાનગી વગર સદર જગ્યા કોમર્શિયલ રિસોર્ટ કાર્યરત છે.જેનો વ્યવસાય વેરો તથા પંચાયત વેરો મળેલ નથી જે બાબત અત્રેની પંચાયત દ્વારા અનેકવાર નોટિસ આપવામાં આવેલ છે. વધુમાં સરપંચે જણાવ્યું હતું કે, રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં નિર્દોષ લોકોના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને નોટિસો આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે સીસ્વા ગ્રામ પંચાયત દ્વારા ૨૭ મે,૨૦૨૪ના રોજ લેખિત રજૂઆત કરતા જણાવ્યું હતું કે કેમ્પ ડેલી રિસોર્ટમાં વિવિધ પ્રકારના ગેમ રાઇડ્સ ,સ્વીમીંગ પુલ આવેલ છે તેમજ રાત્રી રોકાણ માટે આધુનિક સાધનોથી સજ્જ રૃમો આવેલ છે.એક હજાર વ્યક્તિનું ગેસ સંચાલિત રસોડું આવેલ છે.જેમાં ફાયર સેફટી,સ્વીમીંગ પુલમાં તરવા માટ સહિતના સલામતીના સાધનો પૂરતા પ્રમાણમાં હોવા જરૃરી છે. પરંતુ તંત્ર દ્વારા માત્ર રિસોર્ટના દરવાજે નોટિસ આપીને સંતોષ માન્યો હતો

આકારણી વિના વીજ કનેક્શન કઈ રીતે મળ્યું ???
જીઇબીમાંથી વીજ કનેક્શન લેવા માટે અનેક કાગળો રજૂ કરવાના રહે છે જેમાં આકારણી મુખ્ય હોય છે.આ તમામ કાગળો બાદ જ જીઇબી દ્વારા વીજ કનેક્શન આપવામાં આવે છે.પરંતુ સીસ્વા કેમ્પ ડેલી રિસોર્ટ દ્વારા આજ દિન સુધી આકારણી જ કરવામાં આવી નથી છતાં ૨૦૧૭ ના વર્ષમાં થ્રિ ફેજ વીજ કનેક્શન આપી દેવામાં આવ્યું છે.સામાન્ય જનતાને વીજ કનેક્શન માટે ધરમધક્કા ખવડાવતા વીજ વિભાગના અધિકારીઓએ ક્યાં આધારે વીજ કનેક્શન આપ્યું તે તપાસનો વિષય છે.આ મામલે ઊંડી તપાસ કરવામાં આવે તો વીજ વિભાગના અધિકારીઓની સંડોવણી ખુલે તેમ હોવાનું ચર્ચાય છે.

બોરસદ તાલુકાના સીસ્વા ગામે ૨૦૧૭ ના વર્ષમાં કેમ્પ ડેલી રિસોર્ટ શરૃ કરાયો હતો.વિવિધ પ્રકારની ગેમ્સ રમવા માટે ગેમ ઝોન,સ્વિમિંગ પુલ,રાત્રી રોકાણ માટે રૃમ,પાર્ટી માટે સંસાધનોથી સજ્જ રિસોર્ટ કોઈપણ જાતની પરવાનગી વિના જ શરૃ કરી દેવાયો હતો.

આ પ્રકારના રિસોર્ટ માટે બિયુ પરમીશન,ફાયર એનઓસી સહીતની પરવાનગીઓ મેળવવાની હોય છે પરંતુ રાજકીય પહોંચ ધરાવતા રિસોર્ટના સંચાલકોએ તમામ નીતિ નિયમો નેવે મૂકીને રિસોર્ટ ધમધમતો કરી દીધો હતો.રિસોર્ટ સીસ્વા ગામમાં બનાવવામાં આવેલ છે પરંતુ સીસ્વા ગ્રામ પંચાયત પાસેથી હજુ સુધી આકારણી પણ લેવામાં આવી નથી છતાં કેમ્પ ડેલી રિસોર્ટમાં જીઇબીના અધિકારીઓએ મીટર પણ ફાળવી દીધા છે. આ મામલે સરપંચ દ્વારા મુખ્યમંત્રી,કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી,તાલુકા વિકાસ અધિકારીમાં અનેક વાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તાજેતરમાં રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર તપાસ કરવામાં આવી હતી. નિયમો વિના અને ફાયર એનઓસી વિના ચાલતા એકમોને બંધ કરવામાં આવ્યા હતા જેમાં બોરસદ પ્રાંત અધિકારી દ્વારા કેમ્પ ડેલી રિસોર્ટને પણ માત્ર ક્લોઝર નોટિસ આપવામા આવી હતી.કોઈ પણ જાતની પરવાનગી વિના જ ધમધમતા કેમ્પ ડેલી રિસોર્ટના સંચાલકો સામે કાયદેસરના પગલાં લેવાના બદલે તંત્ર માત્ર નોટિસનું નાટક કરી રહ્યું હોવાનું ગણગણાટ સાભળવા મળી રહ્યો છે.

આ અંગે સીસ્વા ગ્રામ પંચાયત દ્વારા ૨૧ ફેબ્રુ.,૨૦૨૪ ના રોજ બોરસદ મામલતદારને લેખિત રજૂઆત કરતા જણાવ્યું હતું કે સીસ્વા ગામથી વડેલી જતા રસ્તા પર કેમ્પ ડેલી રિસોર્ટ ેમાં વિવિધ એડવેન્ચર પ્રવૃતિઓ,સ્વિમિંગ પુલ તથા અભ્યારણના નિયમો વિરુદ્ધ પશુ પક્ષીઓ રાખવામાં આવે છે.આ જગ્યાએ જવાનો મુખ્ય રસ્તો હોવા છતાં પ્રોપર બોર્ડ લગાવેલ ન હોઈ રિસોર્ટમાં આવતા વાહનો ગામમાં થઇને પસાર થાય છે જેને લઇ અનેકવાર પશુઓને અને બાળકોને અડફેટે લેવાના બનાવો પણ બને છે.તેમજ નહેર વિભાગની કાંસડી પણ રિસોર્ટના સંચાલકોએ દબાવી દીધી હોવાથી આગળના ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી. સર્વે નંબર ૧૪૬૭માં હાલ પણ કોઈપણ બાંધકામની પરવાનગીનો ઉલ્લેખ નથી અને ગ્રામ પંચાયત દ્વારા હજુ સુધી આકારણી કરવામાં આવેલ ન હોવા છતાં થ્રી ફેઝ કનેક્શન આપી દેવામાં આવ્યો છે. સીસ્વા ગ્રામ પંચાયત દ્વારા ૧૬ માર્ચ,૨૦૨૪ ના રોજ કેમ્પ ડેલી રિસોર્ટના સંચાલકોને આપેલ નોટિસમાં જણાવ્યું હતું કે, આપની જગ્યાએ ચાલતો કેમ્પ ડેલી રિસોર્ટ પંચાયતના રેકર્ડ પર કોઈ ઉલ્લેખ નથી તથા વાણિજ્ય હેતુથી ચાલતો આપનો રિસોર્ટ જેનો વેરો સરકારમાં જમા થતો નથી તથા પંચાયતમાં પણ વેરો બાકી છે. જે લગભગ ૨૦૧૬થી બાકી પડતો વેરો છે. બાંધકામની પરવાનગી હોય તો નકશો રજૂ કરવો ત્યારબાદનું બાંધકામ માન્ય ગણાશે જેનું અત્રેના રેકર્ડ પર કઈ ઉલ્લેખ નથી. ગ્રામજનોની રજુઆત મુજબ ગટરનું પાણી નળીમાં છોડવામાં આવે છે તેમજ ઘન કચરાનો નિકાલ રસ્તા પર કરવામાં આવે છે.પરમિશન વિના ડીજે વગાડવામાં આવતા ગ્રામજનોને ખલેલ પહોંચે છે તેમજ આપના રિસોર્ટમાં આવતા જતા વાહનોના કારણે પંચાયત હસ્તકની પાણીની અને ગટરની લાઈનોને નુકશાન થયેલ છે તેની ભરપાઈ કોણ કરશે તેનો જવાબ તથા પાણી સંસ્થાના લેખિત પુરાવા દિન ૭માં રજૂ કરવા અન્યથા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી નોટિસ આપવામાં આવી હતી પરંતુ રિસોર્ટના સંચાલકો દ્વારા નોટિસનો કોઈ જ જવાબ આપવામાં આવેલ નથી. આમ, ગંભીર પ્રકારની રજૂઆત છતા હજુ સુધી આ મામલે મામલતદાર દ્વારા કોઈ તપાસ કરવામાં આવી ન હોવાથી ગ્રામજનોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.

ડિજિટલ ઇન્ડિયાનો પોકળ નારો : આણંદ જિલ્લાની પ૬ર સરકારી શાળાઓમાં કમ્પ્યૂટર ખરા પણ ૧૪ વર્ષથી શિક્ષકોની ભરતી જ કરી નથી!

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા 'માતૃશ્રી અહલ્યાબાઈ હોળકર- સંિક્ષપ્ત ચરિત્ર' પુસ્તકનું વિમોચન

આણંદ ડિવિઝનના ૮ પોલીસ મથકે પકડાયેલા ૧.૪૭ કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો

બોરસદના સારોલમાં દુધાળા પશુઓના ભેદી મોતથી પશુપાલકોમાં ફફડાટ

જનતા ચોકડી પાસેના ઓવરબ્રીજ ઉપર ટ્રક ડીવાઈડર પર ચઢી જતાં બે કલાક ટ્રાફિક જામ

બોરસદમાં ૩ કલાકમાં ૩ ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેર તરબોળ

વહેરા : લગj કરાવવા પેટે આપેલ નાણાં પરતનો ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ, વળતરપેટે બમણી રકમ ચૂકવવા હૂકમ

આણંદ : ઉનાળુ બાજરીના મબલખ ઉતારાથી ધરતીપુત્રો ખુશખુશાલ