Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
આણંદ પાલિકા વ્યકિતગત આવાસ બાંધકામ યોજનાનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં જિલ્લામાં મોખરે
બે વર્ષમાં ૪૬૧ લાભાર્થીઓનો લક્ષ્યાંક પૂર્ણ : પાલિકાના એન્જિનીયર સહિતની ટીમે સમયાંતરે મકાનોની તપાસ હાથ ધરી હતી : પાલિકા વિસ્તારમાં પોતાનો પ્લોટ કે જર્જરિત મકાનને નવેસરથી બનાવવા માટે નિયમોનુસાર ૩.પ૦ લાખ સુધીની સહાય
17/06/2024 00:06 AM Send-Mail
નવા આવાસ બાંધકામ માટે રૂ. ૩.પ૦ લાખની ૬ હપ્તાઓમાં લાભાર્થીને સીધી ચૂકવણી
આ યોજનાના લાભાર્થીને નવા આવાસના બાંધકામ માટે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા છ હપ્તામાં કુલ રૂ.૩.પ૦ લાખ ચૂકવવામાં આવ્યા હતા. જેમાં બાંધકામ શરુ થતા પહેલા રૂ. ૩૦ હજારનો એડવાન્સ હપ્તો, પ્લીન્થ લેવલ સુધીના બાંધકામ બદલ ૪પ હજાર, લિન્ટેલ લેવલ સુધી ૫૫ હજાર, સ્લેબ લેવલ સુધી ૧ લાખ, ફીનીશીંગ લેવલ ૭૦ હજાર અને ૧૦૦ બાંધકામ પૂર્ણ થયા પછી કન્સ્લ્ટન્ટ દ્વારા કમ્પલીશન સર્ટિફિકેટ રજૂ થયેથી રૂ. પ૦ હજાર લાભાર્થીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા.

આણંદના લાભાર્થી મહિલા સાથે વડાપ્રધાન મોદીએ કરી હતી વાત
રાજય અને કેન્દ્ર સરકારની સહાય થકી લાભાર્થી દ્વારા વ્યકિતગત આવાસ બાંધકામ (બીએલસી) યોજના પૈકી નવેસરથી મકાન તૈયાર કરનાર રાજયના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન મોદીએ ઓનલાઇન વાતચીત કરી હતી. જેમાં આણંદમાં નાની ખોડિયાર વિસ્તારમાં ગંગદેવનગર પાછળ રહેતા સરોજબેન ગોહેલ સાથે વડાપ્રધાને વાત કરી હતી. પોતાનું નવું મકાન મળ્યાનો સરોજબેને આનંદ વ્યકત કર્યો હતો. તેઓએ નવા મકાનને પુષ્પોથી શણગાયું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા દેશના શહેરી વિસ્તારોને વર્ષ-ર૦રર સુધીમાં ઝૂંપડપટ્ટી મુકત કરવા તથા જરુરિયાતમંદ લોકોને આવાસ મળી રહે તે હેતુસર સૌના માટે આવાસ હાઉસીંગ ફોર ઓલ મિશનની તા. રપ જૂન,ર૦૧૯ના રોજ જાહેરાત કરી હતી. જં અંતર્ગત આણંદ પાલિકાને અપાયેલ ૪૬૧ લાભાર્થીઓને નવા મકાન તૈયાર કરાવવાના લ-યાંક પાલિકાની એન્જિનીયર સહિતની ટીમે અધિકારીગણના માર્ગદર્શન હેઠળ પાર કરી લીધો છે.

આ યોજનામાં લાભાર્થી એક પરિવાર તરીકે વ્યાખ્યાયિત છે, જેમાં પતિ, પત્ની અને અપરિણીત બાળકોનો સમાવેશ થાય છે. પોતાની જમીન ધરાવતા વ્યકિતઓને આવાસ બાંધકામ અથવા વૃદ્ઘિ કરવાના હેતુસર સહાય અપાય છે.રૂ. ૩ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબને સહાય મળવાપાત્ર હતી. અરજદારના કુટુંબના કોઇપણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા જોઇએ. અરજદારે પીએમએવાયના અન્ય કોઇપણ ઘટક હેઠળ તેમજ ભારત સરકારની બીજી કોઇપણ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઇએ.

પાલિકાના એન્જિનીયર જુગલભાઇ પ્રજાપતિના જણાવ્યાનુસાર કુલ ચાર પ્રકારની યોજનાઓ પૈકી આણંદ પાલિકાનો બીએલસી (બેનીફીશીયરી લીડ કન્સ્ટ્રકશન) યોજનામાં સમાવેશ કરાયો હતો. આ યોજનામાં લાભાર્થી પોતાની માલિકીની ખુલ્લી જમીન પર ૩૦.૦૦ ચો.મી. કારપેટ વિસ્તાર સુધીનું નવું પાકું મકાન બાંધી શકે છે.પોતાની માલિકીની જમીન ઉપરના હયાત આવાસમાં વધારો (વૃદ્ઘિ) કરવા માટે ગ્રાઉન્ડ ફલોર અથવા પ્રથમ માળ ઉપર ૩૦.૦૦ ચો.મી. કાર્પટ વિસ્તારની મર્યાદામાં બાંધકામ કરવાનું નિયત હતું. વધુમાં કાચા-અર્ધ પાકા જર્જરિત મકાનને તોડીને ૩૦.૦૦ ચો.મી. કાર્પટ વિસ્તાર સુધીનું નવું પાકું મકાન પણ બાંધી શકાય છે. મતલબ કે ૩૦.૦૦ ચો.મી. કારપેટ વિસ્તાર સુધીના મકાન બાંધકામ માટે લાભાર્થીને સહાય મળવાપાત્ર હતી. વધુમાં જણાવ્યું હતું કે, આણંદ પાલિકા વિસ્તારના નિયમોનુસારના લાભાર્થીઓએ પાલિકામાં યોજના હેઠળ ફોર્મ ભર્યા હતા. જેમાં એન્જિનીયરની ટીમ, અર્બન ટાઉન પ્લાનર, કન્સ્લ્ટન્ટની ટીમ દ્વારા સ્થળ તપાસ કરાયા બાદ ફોર્મ મંજૂર કરાયા હતા. મંજૂર થયેલા ફોર્મ સરકારમાં મંજૂરી અર્થ મોકલાયા હતા. મંજૂર થયેલ ફોર્મના લાભાર્થીના બેંક ખાતામાં સહાયના નાણાં સીધા જમા થયા હતા. ઉલ્લેખનીય છે કે, આણંદ પાલિકામાં અર્બન ટાઉન પ્લાનર, એમઆઇએસ એકસપર્ટ સહિત સ્ટાફની નવી ભરતી કરવામાં આવી છે. જેઓ દ્વારા લાભાર્થીઓને સહાયની રકમ મળવામાં વિલંબ ન થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથોસાથ મકાનના બાંધકામમાં કોન્ટ્રાકટર સાથે સતત ફોલોઅપ કરાયુ ંહતું. જેના કારણે નિયત સમયમાં આણંદ પાલિકાએ લ-યાંક હાંસલ કરવા સાથે મંજૂર ફોર્મના તમામ લાભાર્થીઓ નવા ઘરના માલિક બન્યા છે. આણંદ પાલિકા વિસ્તારમાં આ યોજના પૂર્ણ થઇ છે. જો કે આગામી સમયમાં નવી યોજના આવનાર હોવાનું અંતર્ગત સૂત્રોએ જણાવ્યું હતું. આણંદ જિલ્લાની અન્ય પાલિકાઓમાં પણ આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. પરંતુ જાણવા મળ્યાનુસાર આ પાલિકાઓમાં મંજૂર થયેલ ફોર્મના મકાનોની કામગીરી હજી ચાલી રહી છે.

ડિજિટલ ઇન્ડિયાનો પોકળ નારો : આણંદ જિલ્લાની પ૬ર સરકારી શાળાઓમાં કમ્પ્યૂટર ખરા પણ ૧૪ વર્ષથી શિક્ષકોની ભરતી જ કરી નથી!

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા 'માતૃશ્રી અહલ્યાબાઈ હોળકર- સંિક્ષપ્ત ચરિત્ર' પુસ્તકનું વિમોચન

આણંદ ડિવિઝનના ૮ પોલીસ મથકે પકડાયેલા ૧.૪૭ કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો

બોરસદના સારોલમાં દુધાળા પશુઓના ભેદી મોતથી પશુપાલકોમાં ફફડાટ

જનતા ચોકડી પાસેના ઓવરબ્રીજ ઉપર ટ્રક ડીવાઈડર પર ચઢી જતાં બે કલાક ટ્રાફિક જામ

બોરસદમાં ૩ કલાકમાં ૩ ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેર તરબોળ

વહેરા : લગj કરાવવા પેટે આપેલ નાણાં પરતનો ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ, વળતરપેટે બમણી રકમ ચૂકવવા હૂકમ

આણંદ : ઉનાળુ બાજરીના મબલખ ઉતારાથી ધરતીપુત્રો ખુશખુશાલ