Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
પેટલાદ : દંતેલી સીમની હોટલ પાસે ટ્રક ચાલકે પરિણીતા ઉપર દુષ્કર્મ ગુજારતા ફરિયાદ
પરિણીતાનો પતિ નહાવા માટે ગયો અને ટ્રકમાં સૂતેલી પરિણીતા ઉપર બળજબરીથી દુષ્કર્મ ગુજારી ફરાર થઈ ગયેલો ટ્રક ચાલક પ્રતાપ કદમ સુરત કામરેજ ચાર રસ્તા પાસેથી ઝડપાયો
17/06/2024 00:06 AM Send-Mail
તારાપુર-બગોદરા સ્ટેટ હાઈવે ઉપર આવેલા દંતેલી ગામની સીમમાં ગત ૧૫મી તારીખના રોજ બપોરના સુમારે ટ્રકમાં મુસાફરી કરનાર દંપત્તિ પૈકી પરિણીતાની એકલતાનો લાભ લઈને ટ્રકના ચાલકે તેણીની મરજી વિરૂદ્ઘ બળજબરીથી દુષ્કર્મ ગુજારતા આ અંગે પેટલાદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સૌરાષ્ટ્રથી મહારાષ્ટ્ર તરફ જતી એક ટ્રક નંબર એમએચ-૧૧, ડીજે-૩૬૭૨માં દંપત્તિ સવાર થઈને વડોદરા તરફ જવા નીકળ્યું હતુ. ટ્રક બપોરના બે વાગ્યાના સુમારે પેટલાદ તાલુકાના દંતેલી ગામની સીમમાં આવેલી બળદેવ હોટલના ગ્રાઉન્ડમાં ડ્રાયવરે જમવા માટે ટ્રકને ઉભી રાખી હતી. દરમ્યાન પરિણીતાનો પતિ નહાવા માટે ગયો હતો જ્યારે પરિણીતા ટ્રકની કેબિનમાં જ સુઈ રહી હતી. દરમ્યાન ટ્રકનો ચાલક આવી પહોંચ્યો હતો અને તેણીનો હાથ પકડી લેતાં તેણીએ બુમાબુમ કરતા મોઢુ દબાવી દઈને બાદમાં તેણી ઉપર જાતીય અત્યાચાર ગુજાર્યો હતો.

ત્યારબાદ તે ટ્રક લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પરિણીતાએ પોતાના પતિને ઉક્ત ઘટનાની વાત કરતા જ તુરંત જ પેટલાદ રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસની ટીમ આવી પહોંચી હતી અને પરિણીતાની ફરિયાદ લઈને તુરંત જ નાકાબંધી કરાવી દઈને ટ્રકને સુરતના કામરેજ ચાર રસ્તા પાસેથી સુરત પોલીસની મદદથી ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે ટ્રકના ચાલકનું નામઠામ પુછતાં તે મહારાષ્ટ્રના સોલાપુર જીલ્લાના માલવંડી ગામે રહેતો પ્રતાપભાઈ લ-મણભાઈ કદમ હોવાનું જણાવ્યું હતુ. પોલીસે તેની વિધિવત ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

ઉમરેઠની અસ્થિર મગજની પરિણીતા ઉપર ગેંગરેપ ગુજારનાર બે શખ્સોને ‘જીવે ત્યાં સુધી’ કેદની સજા

બેડવા બ્રીજ ઉપર ટ્રકની પાછળ ટ્રક ભટકાતા લાગેલી ભીષણ આગ : બે ઘાયલ

તારાપુર : વ્યાજખોરોએ જમીન દલાલના ઘેર પઠાણી ઉઘરાણી કરતા ફરિયાદ

બોરસદ : યોગ્ય કારણ વિના કલેઇમ નામંજૂર ન કરવો જોઇએ,સારવાર ખર્ચના ૧.૦૮ લાખ ચૂકવવા ગ્રાહક કોર્ટનો હૂકમ

સુંદલપુરાની પરિણીતાને દર મહિને ભરણપોષણ પેટે ૫૫૦૦ રૂા. ચૂકવવા પતિ-સાસરીયાઓને હુકમ

આણંદ : વાહન લોનની બાકી પેટેનો ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ

૪૮૭૨૦ રૂા.ના ચેક રીર્ટન કેસમાં ઉંદેલના શખ્સને એક વર્ષની કેદની સજા ફટકારાઈ

બાલીન્ટા : ગાળો બોલવાની બાબતે જીવલેણ હૂમલાના કેસમાં ૪ આરોપીઓને પ-પ વર્ષની સખ્ત કેદ, રૂ.૧૩-૧૩ હજારનો દંડ