બાલીન્ટા : ગાળો બોલવાની બાબતે જીવલેણ હૂમલાના કેસમાં ૪ આરોપીઓને પ-પ વર્ષની સખ્ત કેદ, રૂ.૧૩-૧૩ હજારનો દંડ
ગોરધન સોલંકી, રાજુ સોલંકી, મગન સોલંકી અને ભરત સોલંકીને સજા, દંડ ભરવામાં કસૂર કરે તો વધુ ૬ માસની કેદ
બાલીન્ટા : વીરા તલાવડીમાં ગાળો બોલવા બાબતે લાકડાના દંડાથી માર મારવાના કેસમાં એકને ૩ વર્ષની સખ્ત કેદ, રૂ.૧પ હજાર દંડ
સોજીત્રા તાલુકાના બાલીન્ટા ગામની વીરા તલાવડી સીમ વિસ્તારમાં બે વર્ષ અગાઉ ગાળો બોલવાની ના પાડનાર વ્યકિત પર ઉશ્કેરાઇ જઇને લાકડાના દંડાથી માર મારીને ઇજા પહોંચાડવાના ગુના બદલ કોર્ટે એક વ્યકિતને ૩ વર્ષની સખ્ત કેદ અને રૂ. ૧પ હજાર દંડ કર્યો હતો.
મળતી વિગતોમાં ગત ૬ જૂન,ર૦રરના રોજ પુનમભાઇ ચુનારા, કાંતિભાઇ ચુનારા, મહેશભાઇ ચુનારા અને સુરેશભાઇ ચુનારા (તમામ રહે. બાલીન્ટા, વીરા તલાવડી) ભેગા મળીને ગોરધનભાઇ સોલંકી અને રાજેશભાઇને ગાળો બોલતા હતા. જેઓને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલ પુનમભાઇએ ગોરધનભાઇને માથાના ભાગે લાકડાનો દંડો તેમજ મહેશભાઇએ રાજુભાઇને લાકડના દંડાથી માર મારી ઇજા પહોંચાડી હતી. જયારે સુરેશભાઇએ મગનભાઇના હાથની આંગળીઓમાં માર મારી ઇજા પહોંચાડી હતી. આ અંગે સોજીત્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય વ્યીકતઓ સામે ઇપીકો કલમ ૩ર૩, ૩ર૪, પ૦૪, પ૦૬(ર) મુજબ ગૂનો દાખલ કર્યો હતો. ત્યારબાદ તપાસકર્તા અધિકારીએ ૩ સપ્ટે.ર૦રરના રોજ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું. કોર્ટમાં તમામ આક્ષેપોનો આરોપીઓએ ઇન્કાર કર્યો હતો.
કોર્ટમાં બંને પક્ષો દ્વારા દલીલો, મૌખિક-લેખિત પુરાવા સહિતના દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. આ કેસમાં કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી કાંતિભાઇ, મહેશભાઇ અને સુરેશભાઇએ ફરિયાદી તથા સાહેદોને મારક હથિયાર વડે ઇજા પહોંચાડીને ઇપીકો કલમ ૩ર૩, ૩ર૪ સાથે વાંચતા કલમ ૧૧૪ મુજબના ગુના પૂરતા અને નિ:શંક પુરાવાથી પૂરવાર કરવામાં પ્રોસી. પક્ષ નિષ્ફળ નીવડયાનું માનું છું.
આ કેસમાં ગતરોજ ન્યાયાધીશ ઝંખના ત્રિવેદી (ત્રીજા અધિક સેશન્સ જજ,પેટલાદ)એ હૂકમ કર્યો હતો. જેમાં ક્રિ.પ્રો.કોડની કલમ ર૩પ(ર)ની જોગવાઇ અનુસાર આરોપી પુનમભાઇ ખોડાભાઇ ચુનારાને ઇપીકો કલમ ૩રપના ગુના સબબ ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. ૧૫ હજાર દંડ, દંડ ભરવામાં કસૂર કરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હૂકમ કર્યો હતો. કાંતિભાઇ ચુનારા, મહેશભાઇ ચુનારા અને સુરેશભાઇ ચુનારાને ઇપીકો કલમ ૩ર૩, ૩ર૪, પ૦૪,પ૦૬(ર), ૧૧૪ મુજબના ગુનાના કામેથી શંકાનો લાભ આપીને છોડી મૂકવાનો હૂકમ કર્યો હતો.
સોજીત્રા તાલુકાના બાલીન્ટા ગામની વીરા તલાવડી સીમ વિસ્તારમાં બે વર્ષ અગાઉ રસ્તા પરથી ગાળો બોલવાની ના પાડનાર પર જીવલેણ હૂમલો કરી ઇજાઓ પહોંચાડયાનો કેસ પેટલાદ કોર્ટમાં દાખલ કરાયો હતો. ગતરોજ કોર્ટે આ કેસમાં જાહેર કરેલા ચુકાદામાં ચાર વ્યકિતઓને તકસીરવાન ઠેરવીને ૫-પ વર્ષની સખ્ત કેદ તેમજ દરેકે રૂ. ૧૩ હજારનો દંડ ભરવા હૂકમ કર્યો હતો.
મળતી વિગતોમાં ગત તા. ૬ જૂન,ર૦રરના રોજ સાંજે ૬ કલાકે વીરા તલાવડી સીમ વિસ્તારમાંથી ગોરધનભાઇ છગનભાઇ સોલંકી, રાજુભાઇ છગનભાઇ સોલંકી, મગનભાઇ અમરસીંગ સોલંકી (તમામ રહે. બાલીન્ટા તાબે લ-મીપુરા સીમ) અને ભરતભાઇ ઉમેદભાઇ સોલંકી (આંગણવાડી પાસે,લ-મીપુરા સીમ) પસાર થઇ રહ્યા હતા. તે સમયે પુનમભાઇ ચુનારા, તેમના પત્ની, પુત્ર સુરેશ, પુત્રવધુ અનિતાબેન ઘરની બહાર બારણાં આગળ બેઠા હતા. ગોરધનભાઇ સોલંકી સહિત ચારેય ચાલતા ચાલતા ગાળો બોલતા હોવાથી પુનમભાઇ ખોડાભાઇ ચુનારા તેમજ સુરેશભાઇએ અહીં અમારા ઘરો છે, ગંદી ગાળો બોલવાની ના પાડી હતી.
આથી ઉશ્કેરાયેલ ગોરધન સોલંકીએ સુરેશભાઇને માથાના ભાગે લાકડી ફટકારી અને ભરત સોલંકીએ લાતો મારી ઇજા પહોંચાડી હતી. જયારે રાજુ સોલકીએ પુનમભાઇને લાકડાનો ધોકો કપાળના ભાગે ફટકારીને તેમજ મગન સોલંકીએ પુનમભાઇના જમણા ખભે લાકડી મારી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત રાજુ સોલંકીએ અનિતાબેનને બંને હાથે બચકાં ભરી ઇજા પહોંચાડી હતી. દરમ્યાન આસપાસના લોકોએ ૧૦૮ વાનને બોલાવતા ઇજાગ્રસ્તોને દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ફરિયાદ નોંધાતા સોજીત્રા પોલીસે ચારેય વ્યકિતઓ સામે ઇપીકો ૩૦૭, ૩ર૩, ૩ર૪, પ૦૪ મુજબ ગૂનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન આરોપીઓ વિરુદ્વ પુરાવા મળી આવતા કોર્ટમાં ૩ સપ્ટે.ર૦રરના રોજ ચાર્જશીટ રજૂ કર્યુ હતું.
આ કેસમાં આરોપીઓએ કોર્ટમાં હાજર રહીને ગુનાનો ઇન્કાર કરી કેસ આગળ ચલાવવાની માંગણી કરી હતી. જેથી આરોપીઓ સામેનો કેસ સાબિત કરવા ફરિયાદ પક્ષનો પુરાવો રજૂ કરવા માટે મુકરર કરવામાં આવ્યો હતો. ફરિયાદ પક્ષ દ્વારા તારાપુર સીએચસી અને કરમસદ હોસ્પિટલના તબીબનો રિપોર્ટ, સાક્ષીઓ સહિતના પુરાવા રજૂ કર્યા હતા. ઉપરાંત બંને પક્ષે દલીલો સહિતના મૌખિક પુરાવા-દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હતા.
કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓએ ફરિયાદી અને સાહેદોને ગાળો બોલી તેમજ ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરીને ઇપીકો કલમ ૩૦૭, ૩ર૩, ૩ર૪, પ૦૪ સાથે વાંચતા કલમ ૧૧૪ મુજબના શિક્ષાને પાત્ર ગૂના કરેલ હોય તેવી બાબત પૂરતા અને નિ:શંક પુરાવાથી પૂરવાર થયેલ હોવાનું માનવામાં આવે છે.
આ કેસમાં ન્યાયાધીશ ઝંખના વી.ત્રિવેદી (ત્રીજા અધિક સેશન્સ જજ,પેટલાદ)એ ગતરોજ હૂકમ કર્યો હતો. જેમાં આરોપી ગોરધનભાઇ સોલંકી, રાજેશ સોલંકી, મગન સોલંકી અને ભરત સોલંકીને ને ઇપીકો કલમ ૩૯૭ સાથે વાંચતા કલમ ૧૧૪ મુજબના ગુના બદલ પ વર્ષની સખ્ત કેદની સજા તથા દરેક આરોપીને રૂ. ૧૩ હજારનો દંડ, દંડ ભરવામાં કસૂર કરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હૂકમ કર્યો હતો.
વધુમાં ઇપીકો કલમ ૩ર૩ સાથે વાંચતા કલમ ૧૧૪ મુજબના ગુના બદલ ૬ માસની સાદી કેદ અને દરેક આરોપીને ૧ હજારનો દંડ, દંડ ભરવામાં કસૂર કરે તો વધુ એક માસની સાદી ૌેદ તેમજ ઇપીકો કલમ પ૦૪ સાથે વાંચતા કલમ ૧૧૪ના ગુના સબબ છ માસની સાદી કેદ તથા દરેક આરોપીને રૂ. ૧ હજારનો દંડ, દંડ ભરવામાં કસૂર કરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હૂકમ કર્યો હતો. તમામ સજા એકસાથે ભોગવવાનો હૂકમ કર્યો હતો.