Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
સુંદલપુરાની પરિણીતાને દર મહિને ભરણપોષણ પેટે ૫૫૦૦ રૂા. ચૂકવવા પતિ-સાસરીયાઓને હુકમ
-બે વર્ષના લગjજીવન બાદ પતિ પૂનમસિંહ ચાવડા તેમજ સાસરી પક્ષના સભ્યોએ વહેમ રાખીને ત્રાસ ગુજારીને કાઢી મુકી હતી ત્યારબાદ પતિએ બીજી યુવતી સાથે લગj કરી લીઘા હતા -પતિના સગાવહાલાઓ પોલીસમાં નોકરી કરતા હોય પરિણીતાની ફરિયાદ અંગે તપાસ જ કરી નહોતી
12/07/2024 00:07 AM Send-Mail
ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામે રહેતી પરિણીતાને દર મહિને ભરણપોષણ પેટે પતિ તેમજ સાસરી પક્ષના સભ્યોએ ૫૫૦૦ રૂપિયા ચુકવી આપવાનો હુકમ ઉમરેઠની કોર્ટે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર સુંદલzપુરા ગામે રહેતી ઈન્દુબેન રમણભાઈના લગj ગત તારીખ ૨૨-૪-૧૬ના રોજ ગાંધીનગર જીલ્લાના માણસા ખાતેરહેતા પુનમસિહં મનુજી ચાવડા સાથે થયા હતા. તેણીનું લગjજીવન બે વર્ષ સુધી સુખરૂપ ચાલ્યું હતુ. ત્યારબાદ તેણીનું સ્ત્રીધન સાસરી પક્ષના સભ્યોએ લઈ લીઘું હતુ અને શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. પરિણીતા ઉપર વિના કારણે શંકા રાખીને તેણીને ઘરની બહાર નીકળવા દેતા નહોતા અને સામાજીક પ્રસંગે પણ બહાર જવા દેવામાં આવતી નહોતી. ક્યારેક જઈએ તો શણગાર સજવાને લઈને પતિ દ્વારા અનુચિત આક્ષેપો કરીને તેણીને મારઝુડ કરવામં આવતી હતી. જેથી તેણીની માતાએ જમાઈને સમજાવવાનો પ્રયાસ કરતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેણીને હું રાખવા માંગતો નથી તેમ જણાવીને તેણે અંજુબેન રાજુજી ચાવડા સાથે બીજા લગj કરી લીઘા હતા અને તેની સાથે જ રહેતો હતો. ત્યારબાદ ઈન્દુબેનને ધમકીઓ આપીને ઘરમાંથી કાઢી મુકી હતી.

જેથી તેણીએ ઉમરેઠની કોર્ટમાં પતિ પુનમજી, તેની બીજી પત્ની અંજુબેન, સાસુ જીવીબેન અને નણંદ વર્ષાબેન વિરૂદ્ઘ ખાધાખોરાકીનો કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતાં જજ પી. બી. સોનીએ બન્ને પક્ષોની દલિલો સાંભળીને ઈન્દુબેનની અરજી અંશત: મંજુર કરી હતી અને તેણીને દર મહિને ભરણપોષણ પેટે ૫૫૦૦ રૂપિયા અરજી દાખલ કર્યા તારીખથી ચુકવી આપવી, અરજી ખર્ચ પેટે ૧૦ હજાર અને અરજદારને પડેલ શારીરીક તેમજ માનસિક આધાતના વળતર પેટે ૨૦ હજાર ચુકવી આપવાનો હુકમ કર્યો હતો.