તારાપુર : વ્યાજખોરોએ જમીન દલાલના ઘેર પઠાણી ઉઘરાણી કરતા ફરિયાદ
બિભત્સ ગાળો બોલીને લાકડીની ઝાપોટ ઘરના બારણામાં મારીને રૂપિયા આપી જજો નહીં તો જોવા જેવી થશેની આપેલી ધમકી
તારાપુર શહેરની આઈશાપાર્કમાં ગઈકાલે રાત્રીના સ્વીફ્ટ કાર લઈને આવેલા ત્રણ વ્યાજખોરોએ જમીન દલાલના ઘરે રૂપિયાની ઉઘરાણી કરીને તોફાન મચાવતા આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ
ઘરી છે.
મળતી વિગતો અનુસાર ફરિયાદી શીરીનબેનનો પતિ સરજીલ વ્હોરા જમીન લે-વેચ તેમજ ખેતીકામ કરીને જીવન ગુજરાન ચલાવે છે. અવાર-નવાર પૈસાની જરૂરત પડતા તે તારાપુર તાલુકાના આદરુજ ગામે રહેતા મુકેશભાઈ કાનાભાઈ ભરવાડ પાસેથી ઉછીના પૈસા લેતો હતો. દરમ્યાન ગઈકાલે રાત્રીના સુમારે મુકેશ કાનાભાઈ ભરવાડ અને રાજેશ ઉર્ફે રાજુ ભેમાભાઈ ભરવાડ (રે. રઢુ, તા. ખેડા)ના સ્વીફ્ટ કારમાં સવાર થઈને આવી પહોંચ્યા હતા અને એક શખ્સ સ્વીફ્ટ કારમાં બેસી રહ્યો હતો જ્યારે રાજેશ અને મુકેશ સરજીલના ઘરે જઈને બારણામાં લાકડી પછાડી ગમે તેવી બિભત્સ ગાળો બોલવાનું ચાલુ કર્યું હતુ. દરમ્યાન સોસાયટીના રહીશો એકત્ર થઈ જતા બન્ને શખ્સો અમારા રૂપિયા આપી જજે, નહીં તો જોવા જેવી જશે તેવી ધમકી આપીને સ્વીફ્ટ કારમાં સવાર થઈને ત્યાંથી જતા રહ્યા હતા.