Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪, ભાદરવા સુદ ૯, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૮૭

મુખ્ય સમાચાર :
હવે ટુ-વ્હિલર પર પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ ફરજીયાત, ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ
ટ્રાફિક અને રોંગ સાઇડ આવતા વાહનોને કંટ્રોલ કરો : કોર્ટ
08/08/2024 00:08 AM Send-Mail
ગુજરાત હાઇકોર્ટમાં ટ્રાફિકના નિયમનું પાલન થતું ન હોવાના મુદ્દે કડક વલણ દાખવ્યું હતું. રાજયમાં હેલ્મેટના નિયમોનું પાલન નહીં થવાના મુદ્દે હાઇકોર્ટે નારાજગી વ્યકત કરી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજય સરકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઇવે ઓથોરિટી અને પોલીસને આદેશ આપ્યો છે કે ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન ફરજિયાત પણે કરાવવામાં આવે અને પાછળ બેસનારને પણ ફરજીયાત હેલ્મેટ પહેરવાનું રહેશે.

ટ્રાફિક નિયમોના પાલનના મુદ્દાને ગંભીરતાથી લેતા હાઇકોર્ટ ટકોર કરી હતી કે હજુ લોકો હેલ્મેટ પહેરતા નથી. હેલ્મેટ લઇને બેદરકારી રાખશો નહી, ફરજીયાત પાલન કરાવો. એટલું જ નહી પાછળ બેસનાર માટે પણ હેલ્મે ફરજીયાત પહેરવાનો આદેશ કર્યો હતો.

વધુમાં ટકોર કરતાં કહ્યું હતું કે ૧૫ દિવસમાં એસજી હાઇવે પર જરૂરી સર્વિસ રોડ સાઇડમાં ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે. રોડનું પ્લાનિંગ અને ટ્રાફિક નિયમન બાબતે વૈજ્ઞાનિક અભિગમ વિના કામગીરી ના થવી જોઇએ. અધિકારીઓ મનસ્વી વર્તશે તો ચલાવી લેવામાં નહીં આવે. ગુજરાત હાઇકોર્ટ કહ્યું હતું કે ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે પોલીસમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે. માત્ર ચલણ કાપવાથી કાયદાની યોગ્ય અમલવારી થઇ શકે નહી. નાગરિકોને એમની જવાબદારનું ભાન કરાવવું એ સરકારનું કામ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ટુ-વ્હીલર ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજીયાત પહેરવાનો કાયદો અમલમાં મૂકયો હતો. પરંતુવાહન ચાલક વિવિધ બહાના બનાવીને હેલ્મેટ પહેરવાનું ટાળતા હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે ત્યારે ઘર્ષણની સ્થિતિ સર્જાતી હોય છે.

ગુજરાતમાં ડ્રાઇવીંગ વખતે મામૂલી માત્રામાં પણ શરાબ સેવનની છૂટ ન મળી શકે : હાઈકોર્ટ

હવે અકસ્માત-ટ્રાફિકજામ પર લેવાશે તાત્કાલિક પગલાં,ગુજરાત પોલીસે શરૂ કરી ચાર નવી સુવિધા

કંડલા પોર્ટ પાસે ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું : ૪૦૦ કરોડની જમીન ખુલ્લી કરાઈ

રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એકશનમાં : વિવિધ પ્રકારની NOCની વિસ્તૃત જોગવાઇઓનો સમાવેશ કરાયો

વલસાડ : ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનામાં પોલીસે ૯ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના: બાળકોના પ્રાથમિક શિક્ષણ બાદ પણ ખર્ચ ભોગવો - હાઇકોર્ટ

કર્મચારીઓને ગુજરાત સરકારની ચીમકી પગાર જોઈતો હોય તો રજિસ્ટ્રેશન કરો