Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪, ભાદરવા સુદ ૯, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૮૭

મુખ્ય સમાચાર :
અદાણીએ હિંડનબર્ગના રિપોર્ટને દુર્ભાગ્યપૂર્ણ-ષડયંત્રકારી ગણાવ્યો, સેબીએ આરોપોને પાયાવિહોણા કહ્યા
ગ્રુપને બદનામ કરવાના આ ઇરાદાપૂર્વકના પ્રયાસમાં, જણાવાયેલા વ્યકિતઓ કે બાબતો સાથે કોઇ વ્યવસાયિક સંબંધ નથી : અદાણી
અમારું જીવન અને અમારી આર્થિક બાબતો ખુલ્લા પુસ્તક સમાન છે : સેબીના વડા
12/08/2024 00:08 AM Send-Mail
અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ તેમના નવા રિપોર્ટમાં અદાણી જૂથ અને સેબીના વડા માધાવી બુચ વચ્ચેના સંબંધોનો દાવો જાહેર કરતા આરોપ લગાવ્યો છે કે વ્હિસલબ્લોઅર પાસેથી મેળવેલા દસ્તાવેજો દર્શાવે છે કે સેબીના ચેરમેન ઓફશોર એન્ટિટીમાં સામેલ હતા જેનો ઉપયોગ અદાણી મની સિફિનિંગ કૌભાંડમાં થયો હતો. હવે આ મામલે અદાણી જૂથ દ્વારા પણ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે અને હિંડનબર્ગ રિપોર્ટમાં કરાયેલા દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યા છે.

બુચ દંપતીએ શનિવારે મોડી રાત્રે એક નિવેદન જાહેર કરીને આ આરોપોને નકારી કાઢયા હતા. પીટીઆઇને ટાંકીને તેમણે કહ્યું કે અમે આ રિપોર્ટમાં કરવામાં આવેલા પાયાવિહોણા દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ. આમાં કોઇ સત્ય નથી. અમારું જીવન અને અમારી આર્થિક બાબતો ખુલ્લા પુસ્તક સમાન છે. છેલ્લા ઘણાં વર્ષોમાં, અમે સેબીને તમામ માહિતી પૂરી પાડી છે.

હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટ મામલે અદાણી ગ્રુપ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જણાવાયું છે કે આ રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપો તથ્યો સાથે ચેડાં કરીને રજૂ કરવામાં આવ્યા છે. અમે હિંડનબર્ગ દ્વારા ગ્રુપ સામે કરવામાં આવેલા આ તમામ આરોપોને સંપૂર્ણપણે નકારીએ છીએ. તે અમને બદનામ કરતા દાવાઓનું ફકત રિસાયકિલંગ છે. અદાણી ગ્રુપ વતી કહેવામાં આવ્યું છે કે અગાઉ કરવામાં આવેલા આ તમામ આરોપોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે, જે સંપૂર્ણ પાયાવિહોણા સાબિત થયા છે. અગાઉ જાન્યુઆરી ૨૦૨૪માં સુપ્રીમ કોર્ટ દ્વારા તેને ફગાવી દેવામાં આવ્યા છે. હિંડનબર્ગ રિપોર્ટ મામલે જાહેર કરાયેલા પોતાના નિવેદનમાં, અદાણી ગ્રુપે ફરી જણાવ્યું હતું કે અમારું વિદેશી હોલ્ડિંગ સ્ટ્રકચર સંપૂર્ણપણે પારદર્શક છે, જેમાં તમામ તથ્યો અને વિગતો ઘણા જાહેર દસ્તાવેજોમાં નિયમિતપણે પ્રદર્શિત થાય છે. અદાણી ગ્રુપને બદનામ કરવાના આ ઇરાદાપૂર્વકના પ્રયાસમાં, જણાવાયેલા વ્યકિતઓ કે બાબતો સાથે કોઇ વ્યવસાયિક સંબંધ નથી.

સિમલામાં મસ્જિદનું ગેરકાયદે બાંધકામ હટાવવાની માંગ સાથે હિંદુ સંગઠનોનો વિરોધ પ્રદર્શન

કાનપુરમાં ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રમાશે ભારત-બાંગ્લાદેશની ટેસ્ટ મેચ

આરબીઆઈએ એચડીએફસી-એક્સિસ બેંકને ફટકારી ૩ કરોડની પેનલ્ટી

નીરવ મોદી સામે ઇડીની વધુ એક કાર્યવાહી, ૨૯.૭૫ કરોડની સંપત્તિ અને બેંક બેલેન્સ જપ્ત

નાગાલેન્ડના મંત્રી તેમજેન સામે મુંબઈમાં તપાસ શરૂ રાજયમાં ૧૨૫ કરોડના રોકાણનો મામલો

૧૫ વર્ષ જૂના વાહન અંગે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, વાહન સ્ક્રેપિંગ નીતિમાં કરી શકે છે ફેરફાર

૭૦ વર્ષથી વધુના વૃદ્ઘોને આયુષ્યમાન યોજનાનો લાભ મળશે, ૫ લાખ સુધીની મફત સારવાર

પ્રથમ મુલાકાતમાં સમજદાર યુવતી હોટલના રૂમમાં ન જાય : બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠે દુષ્કર્મના આરોપીને નિર્દોષ જાહેર કર્યો