Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪, ભાદરવા સુદ ૯, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૮૭

મુખ્ય સમાચાર :
એલઓસી પર આતંકવાદીઓની ખુલી રહી છે હિંમત, છેલ્લા ૭૮ દિવસમાં ૧૧ હુમલા: સૈન્ય એલર્ટ
કાશ્મીર ખીણ પ્રદેશમાં પાકિસ્તાની આર્મી અને ગુપ્તચર એજન્સી આઈએસઆઈનુ ષડયંત્ર
12/08/2024 00:08 AM Send-Mail
છેલ્લા ૭૮ દિવસમાં ૧૧ આતંકી હુમલા
૧૫ જુલાઈ- ડોડાના ધારી ગોટે ઉરારબાગીમાં હુમલો * ૯ જુલાઈ- ડોડાના ગઢી ભગવામાં આતંકવાદી હુમલો. * ૮ જુલાઈ- કઠુઆમાં સેનાના વાહન પર હુમલો * ૭ જુલાઈ- રાજૌરીના આર્મી કેમ્પ પાસે હુમલો. * ૨૬ જૂન- ડોડાના ગંડોહમાં આતંકી હુમલો. * ૧૨ જૂને ડોડામાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. * ૧૧ જૂન- ડોડાના ગંડોહમાં આતંકવાદી હુમલો. * ૧૧ જૂન- કઠુઆના હીરાનગરમાં આતંકવાદી હુમલો. * ૯ જૂન- રિયાસીમાં કટરા જતી બસ પર ફાયરિંગ * ૪ મે- પૂંછમાં એરફોર્સના જવાનોના કાફલા પર હુમલો. * ૨૮ એપ્રિલ- ઉધમપુરમાં આતંકવાદીઓના ગોળીબારમાં ગ્રામ રક્ષક ઘાયલ.

જમ્મુ-કાશ્મીરના અનંતનાગના કોકરનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સૈન્યના બે જવાન શહીદ થયા છે. જ્યારે એક સૈન્ય જવાન ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલ સૈનિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અથડામણમાં એક નાગરિકનું પણ મોત થયું છે. જ્યારે એક નાગરિક ઘાયલ થયો છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શહીદ થયેલા જવાનોમાં લાન્સ નાઈક પ્રવીણ શર્મા અને હવાલદાર દીપક કુમાર યાદવનો સમાવેશ થાય છે.

જમ્મુ ક્ષેત્રના ગડોલના જંગલોમાં વધુ બે આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર સુરક્ષા એજન્સીઓને મળ્યા છે. જેના આધારે સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. ગઈકાલ શનિવારથી અનંતનાગમાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે સામસામે ગોળીબાર ચાલી રહ્યો છે. અનંતનાગ ઉપરાંત કિશ્તવાડમાં પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા છે અને બંને બાજુઓથી સતત ગોળીબાર ચાલુ છે. આ વિસ્તારમાં સેના, અર્ધલશ્કરી દળો અને પોલીસે પોઝીશન સંભાળી લીધી છે.

હકીકતમાં, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. આતંકવાદીઓ સુરક્ષા દળો અને નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ૭૮ દિવસમાં ૧૧ આતંકી હુમલા થયા છે. કાશ્મીર ખીણ પ્રદેશમાં પાકિસ્તાન આર્મી અને ગુપ્તચર એજન્સી ૈંજીૈંના ષડયંત્રને લઈને મોટો ખુલાસો થયો છે. લશ્કર એ તૈયબાના આતંકવાદીઓ ઓલઓસી સરહદ પારથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. પીઓકેના ઘણા વિસ્તારોમાં આતંકીઓ સક્રિય છે. ૈંજીૈંએ ઘૂસણખોરી માટે કોડ વર્ડ્સ આપ્યા હતા. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ૨૦ વિસ્તારોમાં આતંકીઓ સક્રિય છે. પીઓકેના કછારબાન અને નાલીમાં આતંકવાદી ગતિવિધિઓ વધુ જોવા મળી રહી છે. પીઓકેના કોટલી, તત્તાપાની, દર્ડે અને ચાંદ ટેકરીમાં આતંકીઓની હાજરી જોવા મળી છે. આતંકવાદીઓને પઠાણી સૂટ પહેરીને રહેવાનું કહેવામાં આવ્યું છે. ન્ર્ંઝ્ર પર આતંકવાદી ગતિવિધિ બાદ ભારતીય સેના એલર્ટ મોડમાં આવી ગઈ છે.

સિમલામાં મસ્જિદનું ગેરકાયદે બાંધકામ હટાવવાની માંગ સાથે હિંદુ સંગઠનોનો વિરોધ પ્રદર્શન

કાનપુરમાં ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રમાશે ભારત-બાંગ્લાદેશની ટેસ્ટ મેચ

આરબીઆઈએ એચડીએફસી-એક્સિસ બેંકને ફટકારી ૩ કરોડની પેનલ્ટી

નીરવ મોદી સામે ઇડીની વધુ એક કાર્યવાહી, ૨૯.૭૫ કરોડની સંપત્તિ અને બેંક બેલેન્સ જપ્ત

નાગાલેન્ડના મંત્રી તેમજેન સામે મુંબઈમાં તપાસ શરૂ રાજયમાં ૧૨૫ કરોડના રોકાણનો મામલો

૧૫ વર્ષ જૂના વાહન અંગે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, વાહન સ્ક્રેપિંગ નીતિમાં કરી શકે છે ફેરફાર

૭૦ વર્ષથી વધુના વૃદ્ઘોને આયુષ્યમાન યોજનાનો લાભ મળશે, ૫ લાખ સુધીની મફત સારવાર

પ્રથમ મુલાકાતમાં સમજદાર યુવતી હોટલના રૂમમાં ન જાય : બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠે દુષ્કર્મના આરોપીને નિર્દોષ જાહેર કર્યો