Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪, ભાદરવા સુદ ૯, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૮૭

મુખ્ય સમાચાર :
અમદાવાદમાં ૬ મહિનામાં વિદેશી મુસાફરોની અવરજવર ૧૦ લાખને પાર : એક વર્ષમાં ૨૦ ટકાનો વધારો
પ્રતિ દિવસ ૬૦૦૦થી વધુ વિદેશના મુસાફરોની અવરજવર નોંધાઈ
12/08/2024 00:08 AM Send-Mail
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ૬ મહિનામાં વિદેશના મુસાફરોની અવર-જવર ૧૦ લાખને પાર થઇ ગઇ છે. વર્ષ ૨૦૨૩ના પ્રથમ ૬ માસની સરખામણીએ વિદેશના મુસાફરોની અવર-જવરમાં ગત વર્ષ કરતાં ૨૦ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. અલબત્ત, ગત વર્ષની સરખામણીએ ડોમેસ્ટિક મુસાફરોની અવર-જવરમાં સાધારણ જ વધારો થયો છે.

અમદાવાદ એરપોર્ટમાં જાન્યુઆરીથી જૂન ૨૦૨૩ દરમિયાન ૮,૭૧,૭૧૬ મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. જેની સરખામણીએ આ વર્ષે પ્રથમ ૬ માસમાં વિદેશના મુસાફરોની અવર-જવર ૨૦ ટકા જેટલી વધી ગઈ છે. આ સ્થિતિએ અમદાવાદ એરપોર્ટમાં પ્રતિ દિવસે વિદેશના ૬ હજારથી વધુ મુસાફરોની અવર-જવર કરે છે. વર્ષ ૨૦૨૩માં પ્રતિ દિવસે ૪૮૦૦ જેટલા વિદેશના મુસાફરો અવર-જવર કરતા હતા. જાન્યુઆરી ૨૦૨૪માં સૌથી વધુ ૨ લાખ મુસાફરોની અવર-જવર નોંધાઈ છે. આ સ્થિતિ જોતાં અમદાવાદ એરપોર્ટમાં વર્ષ ૨૦૨૪ના અંત સુધીમાં વિદેશના મુસાફરોની અવર-જવર ૨૦ લાખને પાર થાય તેવી પૂરી સંભાવના છે.

અમદાવાદ એરપોર્ટમાં પ્રતિ દિવસે વિદેશની સરેરાશ ૪૦ ફે્લાઈટની અવર-જવર કરે છે. જૂન મહિનાની જ વાત કરવામાં આવે તો વિદેશની કુલ ૧૧૭૬ ફ્લાઇટમાં ૧.૮૧ લાખ મુસાફરો નોંધાયા હતા. અમદાવાદ અવર-જવર કરતી વિદેશની પ્રત્યેક ફ્?લાઇટમાં સરેરાશ ૧૫૪ મુસાફરો હોય છે. અમદાવાદ એરપોર્ટમાં આ વર્ષે જાન્યુઆરીથી જૂન સુધી ઈન્ટરનેશનલ-ડોમેસ્ટિક ફ્લાઇટમાં ૬૨.૧૧ લાખ મુસાફરોએ અવર-જવર કરી છે. જેની સરખામણીએ જાન્યુઆરીથી જૂન ૨૦૨૩ સુધી કુલ ૫૯.૭૧ લાખ મુસાફરો હતા. વર્ષ ૨૦૨૩ની સરખામણીએ ડોમેસ્ટિ ફ્લાઇટના મુસાફરોની અવર-જવરમાં સાધારણ વધારો થયો છે.વર્ષે ૨૦૨૪માં ૬ મહિતાનમાં કુલ ૫૧.૩૪ લાખ ડોમેસ્ટિક મુસાફરો નોંધાયા છે. વિદેશની પ્રત્યેક ફ્લાઇટમાં ૧૫૪, જ્યારે ડોમેસ્ટિક ફ્?લાઇટમાં ૧૨૬ જેટલા મુસાફરો હોય છે. અમદાવાદ એરપોર્ટમાં સપ્ટેમ્બર ૨૦૨૩થી ઑગસ્ટ ૨૦૨૪માં અત્યારસુધીમાં ૪૬ લાખથી વધુ બેગેનું સ્ક્રીનિંગ કરાયું છે. આ પૈકી ૮૦ હજારથી વધુની બેગમાંથી પાવર બેંક, લાઇટર, સૂકું નાળિયેર જેવી પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવી છે. જેમાં પાવરબેંક સૌથી વઘુ ૧૮,૨૪૬ની બેગમાંથી મળી આવી હતી.

ગુજરાતમાં ડ્રાઇવીંગ વખતે મામૂલી માત્રામાં પણ શરાબ સેવનની છૂટ ન મળી શકે : હાઈકોર્ટ

હવે અકસ્માત-ટ્રાફિકજામ પર લેવાશે તાત્કાલિક પગલાં,ગુજરાત પોલીસે શરૂ કરી ચાર નવી સુવિધા

કંડલા પોર્ટ પાસે ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું : ૪૦૦ કરોડની જમીન ખુલ્લી કરાઈ

રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એકશનમાં : વિવિધ પ્રકારની NOCની વિસ્તૃત જોગવાઇઓનો સમાવેશ કરાયો

વલસાડ : ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનામાં પોલીસે ૯ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના: બાળકોના પ્રાથમિક શિક્ષણ બાદ પણ ખર્ચ ભોગવો - હાઇકોર્ટ

કર્મચારીઓને ગુજરાત સરકારની ચીમકી પગાર જોઈતો હોય તો રજિસ્ટ્રેશન કરો