વિદેશમાંથી બેઠા બેઠા પાર્સલ મારફતે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડાવાનું ષડયંત્ર
માદક દ્રવ્યો કિડ્સ ટ્રાવેલ એરબર્ડ, એર પ્યુરીફાયર, બાળકોના રમકડાના પાર્સલમાંથી મળ્યા
વિદેશમાંથી બેઠા બેઠા પાર્સલ મારફતે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ ઉઘાડું કર્યું છે. પોલીસે એક કરોડ ૭૦ લાખની કિંમતનો ૫ કિલો ૬૭૦ ગ્રામ હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે કરોડો રૃપિયાનો હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે. ડાર્ક વેબના મારફતે આ ગાંજો વિદેશમાંથી ગુજરાતમાં મોકલવામાં આવેલો હતો. આરોપીઓએ ફોરેન પોસ્ટના પાર્સલની અંદર અલગ અલગ જીવન જરૃરિયાત ચીજવસ્તુઓની આડમાં છુપાવી આ ગાંજો અમદાવાદ સુધી પહોંચાડયો હતો. જેમાં બુટ, ખાવા પીવાની ચીજ વસ્તુઓ, કુકીઝ, રમકડા, એરકયુરીફાઈ સ્પીકર સહિતની વસ્તુની અંદર એક કરોડ ૭૦ લાખના ગાંજો પાર્સલ મારફતે ગુજરાત મોકલાવ્યો હતો. આ ગાંજાની આંતરરાષ્ટ્રિય બજાર કિંમત ૧ કરોડ રૃપિયા થાય છે.
વિદેશમાંથી ગાંજો મંગાવવાની ડ્રગ્સ પેડલરોની નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી છે. આ વખતે વિવિધ માદક દ્રવ્યો એટલે કે ગાંજો કુકીસના પેકેટ, કિડ્સ ટ્રાવેલ એરબર્ડ, એર પ્યુરીફાયર, સોફ્ટ ંર્અજ, બાળકોના રમકડા, ચોકલેટ, જેન્ટ્સ લેડીઝ ડ્રેસ, બ્લુટુથ સ્પીકર, લેડીઝ ફુટવેર વિગેરેના પાર્સલમાંથી છુપાવેલા પાર્સલ મળી આવ્યા છે. સાયબર ક્રાઇમને મળેલી બાતમીના શનિવારની સવારે શાહિબાગ ખાતેની ફોરેન પોસ્ટ ઓફિસ વિભાગમાં તપાસ કરી હતી અને તે દરમિયાન મોટે પાયે ફોરેનથી હાઇબ્રીડ ગાંજો મળી આવ્યાના રેકેટનો પર્દાફાશ કર્યો છે.
સાયબર ક્રાઇમના અધિકારીઓને બાતમી મળી હતી કે કેટલાક પેડલર્સ દ્વારા સાત સમુંદર પારથી માદક દ્રવ્યોની ગેરકાયદેસર હેરાફેરી માટે ડાર્ક વેબ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ થઈ રહ્યો છે. જેથી અલગ અલગ ટીમો બનાવી અને તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી. આ ટીમો દ્વારા ઘણા એવા કુરિયર પાર્સલને અટકાવવામાં આવ્યા હતા, તેમજ શંકાસ્પદ કુરિયરની તપાસ કરતા તેમાંથી ૩૭ શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા છે. જેમાં હાઇ ક્વોલિટીનો હાઇબ્રીડ ગાંજાનો ૫ કિલો ૬૭૦ ગ્રામ જેટલો જથ્થો મળી આવ્યો છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૃપિયા એક કરોડ ૭૦ લાખ ૧૦ હજારથી પણ વધુ થવા પામી છે. વિવિધ રમકડા અને અલગ અલગ પ્રકારના પાર્સલોમાં આ પ્રકારનો ગાંજો વિદેશોમાંથી મંગાવવામાં આવતો હતો. જેમાં જે પાર્સલ મળી આવ્યા છે તે અમદાવાદ, સુરત, અમરાઈવાડી, સેટેલાઈટ, બોડકદેવ, સોલા તેમજ વાપી, રાજકોટ, દમણ દીવના એડ્રેસ સાથેના છે. આ તમામ પાર્સલ વિવિઘ દેશમાંથી મોકલવામાં આવ્યા હતા. જેમા સ્પેનથી ૧, થાઇલેન્ડથી ૨, ગ્રેટ બ્રિટનથી ૧૪, યુએસએથી ૧૦ અને કેનેડાથી ૧૦ પાર્સલ આવ્યાનું સામે આવ્યું છે. તમામ પાર્સલને કબજે લઈ અને સાઇબર ક્રાઇમે આ રેકેટનો પાછળ સંડોવાયેલા વિવિધ પેડલર્સને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. આ કેસ પાછળનો માસ્ટર માઈન્ડ કોણ નીકળે છે એ જોવું રહ્યું.