Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪, ભાદરવા સુદ ૯, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૮૭

મુખ્ય સમાચાર :
નડિયાદ : ટ્રેકટર ખરીદી પેટેના ૧.૭ર લાખનો ચેક રીટર્ન કેસમાં ૧ વર્ષની સખ્ત કેદ, રૂ. ર લાખ દંડ
ભગતના મુવાડાના દિનેશભાઇ પટેલે ડભાણના શોરુમમાંથી ટ્રેકટર ખરીદીને ૧.ર૧ લાખ બાકી રાખ્યા હતા, જે વ્યાજ સહિતનો આપેલ ચેક રીટર્ન થયો હતો
12/08/2024 00:08 AM Send-Mail
નડિયાદ તાલુકાના ડભાણમાં આવેલ ટ્રેકટરના શોરુમમાંથી કઠલાલ તાલુકાના ભગતના મુવાડાના ખેડૂતે નવું ટ્રેકટર ખરીદયું હતું. ટ્રેકટરની કિંમત રૂ.૬.૩પ લાખમાંથી ù૧.ર૧ લાખ એક માસમાં વ્યાજ સહિત ચૂકવવાનો વાયદો કરીને બાકીની રકમ ચૂકવી હતી. જો કે બાકીની રકમના વ્યાજ સહિત ૧.૭ર લાખનો તેમણે આપેલો ચેક રીટર્ન થતા ટ્રેકટર એજન્સીએ વસો કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જેમાં કોર્ટે આરોપીને એક વર્ષની કેદ અને રૂ. ર લાખ દંડ તેમજ દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવવા હૂકમ કર્યો હતો.

મળતી વિગતોમાં નડિયાદમાં રહેતા અને આર.વી.ટ્રેકટરના નામે ટ્રેકટર વેચાણનો વ્યવસાય કરતા રાજેશભાઇ મણીભાઇ વર્માનો એસ્કોર્ટસ કંપનીનો શોરુમ ડભાણમાં આવેલો છે. ભગતના મુવાડાના ખેડૂત દિનેશભાઇ ભીખાભાઇ પટેલે શોરુમમાં જઇને ટ્રેકટર પસંદગી કરી હતી અને રૂ.૬.૩પ લાખની કિંમતનું ફાર્મટ્રેક ચેમ્પિયન મોડલનું ટ્રેકટર ૧૩ સપ્ટે.ર૦૧૯ના રોજ ખરીદયું હતું. જેઓને ફાઇનાન્સમાંથી લોન લઇને રાજેશભાઇ વર્માને ઉચ્ચક રકમ ચૂકવી હતી. જયારે બાકી રહેલ કુલ ૧.ર૧ લાખ એક માસમાં ર ટકા વ્યાજ સાથે ચૂકવવાન વાયદો કર્યો હતો.

જો કે નાણાં ન ચૂકવતા રાજેશભાઇએ વારંવાર ઉઘરાણી કર્યા બાદ તા. ૬ જુલાઇ,ર૦ર૧ના રોજનો રૂ.૧.૭ર લાખનો ચેક આપ્યો હતો. જે બંેકમાં ભરતા અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો. જેથી નોટિસ મોકલવા છતાંયે લેણી રકમ ચૂકવી નહતી. આથી વસો કોર્ટમાં તા. ર૭ જુલાઇ,ર૦ર૧ના રોજ ફરિયાદ કરી હતી અને મૌખિક-લેખિત દસ્તાવેજ સહિત પુરાવા રજૂ કર્યા હતા. કેસ દરમ્યાન તમામ બાબતોને ધ્યાને લઇને કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદીએ આપેલ ચેકનો દૂરપયોગ કરેલ છે, ફરિયાદમાં જણાવેલ રકમ કાયદેસરની લેણી થતી નથી તેઓ બચાવ પક્ષ દ્વારા લેવાયેલ બચાવનો પુરાવો રજૂ કરી શકેલ નથી. આરોપીએ પોતાના કાયદેસરના દેવા પેટે પોતાના ખાતામાંથી સહી કરીને ફરિયાદીને આપેલ ચેક રીટર્ન થયો હતો. ત્યારબાદ નોટિસ મોકલવા છતાંયે ફરિયાદીને ચેક મુજબના નાણાં ચૂકવ્યા નથી. આ કેસમાં ન્યાયાધીશ જીજ્ઞેશ એચ.ભટ્ટ (જયુડી. મેજી.ફ.ક.,વસો)એ હુકમ કર્યો હતો. જેમાં ક્રિ.પ્રો.કોડની કલમ રપપ(ર) અન્વયે આરોપી દિનેશભાઇ પટેલને નેગો.ઇન્સ્ટ´.એકટની કલમ ૧૩૮ના ગુનામાં તકસીરવાન ઠરાવીને એક વર્ષની સખ્ત કેદ અને રૂ. ર લાખનો દંડ કર્યો હતો. ઉપરાંત ક્રિ.પ્રો.કોડની કલમ ૩પ૭(૧) અન્વયે દંડની રકમમાંથી ફરિયાદીને ર લાખ વળતરસ્વરુપે ચૂકવી આપવાનો, આરોપી દ્વારા દંડની રકમ ચૂકવવામાં કસૂર થયેથી વધુ ૩ માસની કેદની સજા ભોગવવાનો હૂકમ કર્યો હતો.

ખેડા જિલ્લાના ૧૧ ગામોને મહિસાગર નદીમાં પાણીની આવક વધતા સાવચેત રહેવા તંત્રનું સૂચન

નડિયાદ: કાંસની દુકાનોમાં ગેપ ખોલી સફાઇ અંગેનો મનાઇ હુકમ હટી જતા પાલીકાએ કામગીરી શરૂ કરી

નડિયાદ : મિત્રતામાં રેતીના વ્યવસાયમાં ભાગીદારી પેટે લીધેલ નાણાં પરત પેટે ૩.૧૯ લાખના ચેક રીટર્નના કેસમાં ૧ વર્ષની કેદ

નડિયાદ: શેઢી નદીમાં પ્રતિમા વિસર્જન વખતે ડુબેલા પૈકી એકને શોધી કઢાયો : એક લાપતા

ડાકોરમાં નવા બનાવેલા બ્રીજ પરના ગડરમાં ઉતરતા વીજ કરંટથી પદયાત્રી ગંભીર

ખેડા : ૧૪ વર્ષીય પુત્રીની નફ્ફટ પિતા દ્વારા છેડછાડ કરાતી હોવાની માતાની અભયમ ટીમને રાવ

ખેડા જિલ્લામાં સીઝનનો સરેરાશ ૧૩૦ ટકા વરસાદ વરસ્યો

બિલોદરા પાસેની શેઢી નદીમાં બે યુવાનો તણાયા, ફાયર ટીમ દ્વારા શોધખોળ