Sardar Gurjari

શનિવાર, તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૫, મહા વદ ૩, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૨૩૭

મુખ્ય સમાચાર :
અદાણી સામેની તપાસમાં સેબીએ મોડું કરીને મોદીને ચૂંટણીનો લાભ કરાવ્યો, કોંગ્રેસનો ગંભીર આક્ષેપ
-સેબીની અખંડિતતા પુન:સ્થાપિત કરવા માટે પણ સેબીના ચેરપર્સને રાજીનામું આપવું જોઇએ - કોંગ્રેસ -એક પછી એક અઘરા પ્રશ્નો કરીને કોંગ્રેસે સત્તાધારી પાર્ટીને બરાબરની ભીંસમાં લીધો
13/08/2024 00:08 AM Send-Mail
હિંડનબર્ગ કરેલા ધડાકાને કારણે સાણસામાં આવેલા સેબી ચેરપર્સન માધવી બુચ અને અદાણી ગ્રુપના મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપો અનેપ્રતિઆક્ષેપોનો મારો ચાલ્યો છે. એક પછી એક અઘરા પ્રશ્નો કરીને કોંગ્રેસે સત્તાધારી પાર્ટીને બરાબરની ભીંસમાં લીધી છે.

આ મુદ્દે આક્ષેપ કરતાં કોંગ્રેસે સોમવારે કહ્યું હતું કે અદાણી જૂથ પર કરાયેલી કાર્યવાહીનો સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા) બચાવ કરી રહી છે અને ચેરપર્સન માધબી પુરી બુચને ક્લીન ચીટ આપી રહી છે, એને અમે નકારીએ છીએ. કોંગ્રેસે માંગ કરી હતી કે આ મુદ્દે સેબી સમાધાન કરી શકે તેવી સંભાવના હોવાથી સુપ્રીમ કોર્ટે આની તપાસ સીબીઆઇને અથવા વિશેષ તપાસ ટીમને ટ્રાન્સફર કરવી જોઇએ. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે માધબી બુચના રાજીનામાની માંગ કરતા કહ્યું હતું કે કમસેકમ સેબીની અખંડિતતા પુન:સ્થાપિત કરવા માટે પણ સેબીના ચેરપર્સને રાજીનામું આપવું જોઇએ.

આરોપોની ધાર કાઢતાં કોંગ્રેસે આંકડા ટાંકીને કહ્યું હતું કે અદાણી ગ્રુપ સામેની તપાસમાં સેબીએ ૧૦૦ સમન્સ આપ્યા, ૧૧૦૦ પત્રો અને ઇમેઇલ લખ્યા તથા ૧૨૦૦૦ પાના ભરીને તપાસ કરી, પણ એ બધું‘આ મુદ્દે અમે બહુ બધું કામ કર્યુ’એવો દેખાડો કરવા માત્ર હતું. આવા આંકડા રજૂ કરીને મુખ્ય મુદ્દાથી ધ્યાન ભટકાવવાની કોશિશ કરાઇ છે. ફકત કામ કર્યાનો દેખાડ કરવાથી કશું નહીં વળે. કેટલું ફળદાયી કામ કર્યુ એ મહત્વનું છે. જે આ કેસમાં થયું નથી. કોંગ્રેસના સાંસદે જણાવ્યું હતું કે માધબી પુરી અને એમના પતિએ તેમની નાણાંકીય બાબતોને અલગ કરી દીધી હોવાનો‘ભ્રમ’ પેદા કરવાના પ્રયાસ કર્યા હતા,પણ હવે સત્ય સામે આવી ગયું છે અને એમના દ્વારા વણાયેલી ભ્રમજાળ તૂટી ગઇ છે,કેમ કે સેબીમાં જોડાયા પછી માધબી પુરીએ ૨૫ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ તેના વ્યકિતગત ઈમેઇલ એકાઉન્ટમાંથી ફંડમાં વ્યવહાર કર્યા હતા. કોંગ્રેસ વતી ખુલ્લો આક્ષેપ કરતા જયરામ રમેશે કહ્યું હતુ કે ૩ માર્ચ, ૨૦૨૩ના રોજ સુપ્રીમ કોર્ટે સેબીને બે મહિનામાં અદાણી ગ્રુપ સામે સ્ટોકની હેરાફેરી અને એકાઉન્ટીંગ ફ્રોડના આરોપોની તપાસ ઝડપથી પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો, પણ સેબીએ અૂધરી તપાસ કરી હતી. સેબીએ તપાસના તારણો જાહેર કરવામાં એક વર્ષથી વધુ સમયનો વિલંબ કર્યો. આવા ‘સગવડતાપૂર્વકના વિલંબ’થીવડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના‘ખાસ મિત્રની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ’ બાબતે સ્પષ્ટતા આપવાથી બચી ગયા અને એમની ચૂંટણી-નૈયા પાર લાગી ગઇ.

શેરબજાર : સ્મોલકેપ-મીડકેપના રોકાણકારો રાતા પાણીએ રોયા, ૭ લાખ કરોડનું નુકસાન

મગજમાં માઈક્રોપ્લાસ્ટિક્સનું પ્રમાણ ઝડપથી વધતા હૃદયરોગનો હુમલો, સ્ટ્રોક અને મૃત્યુનું જોખમ ૪.૫ ગણું વધ્યું

અમેરિકા ડિપોર્ટેશન ફ્લાઈટના અમૃતસરમાં લેન્ડિંગ પર સીએમ માન ગુસ્સે થયા : પંજાબને બદનામ કરવાનું કેન્દ્રનું ષડયંત્ર

જમ્મુ - કાશ્મીરમાં દારૂ પર પ્રતિબંધની માંગ વિધાનસભામાં ખાનગી બિલ રજૂ કરાયું

મહાકુંભને બદનામ કરવા બદલ પોલીસે ૫૪ સોશિયલ મીડિયા એકાઉન્ટ વિરુદ્ઘ નોંધી એફઆઈઆર

વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી નક્કી કરશે ચૂ઼ટણી પંચના નવા ચીફ કમિશનરનું નામ

વકફ બિલ પર જેપીસી રિપોર્ટ સંસદમાં રજૂ, વિપક્ષનો બંને ગૃહમાંથી વોકઆઉટ

ગુજરાતમાં યુસીસી લાગુ કરવા દિલ્હીમાં બંધ બારણે થઈ બેઠક