ઈઝરાયેલ પર ઈરાનના હૂમલાની આશંકા, અમેરિકાએ મિડલ ઈસ્ટમાં મિસાઈલથી સજ્જ સબમરીન મોકલી
-ઈરાનના સમર્થનમાં ઉતર્યુ ચીન -અમેરિકાએ મધ્ય પૂર્વમાં ૧૨ નવા યુદ્ઘ જહાજ કર્યા તૈનાત -એર ઇન્ડિયા અને લુફથાન્સાએ ઈઝરાયેલની ફલાઈટસ રદ કરી
અમેરિકાએ મિડલ ઈસ્ટમાં ગાઇડેડ મિસાઇલોથી સજ્જ સબમરીન અનેએફ-૩૫સી ફાઇટર જેટથી સજ્જ એરક્રાફટ કેરિયર્સ મોકલી છે. ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે યુદ્ઘની વધતી જતી આશંકાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય ઇઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગેેલેન્ટ અને અમેરિકી રક્ષા મંત્શ્રી લોયડ ઓસ્ટિન વચ્ચેની વાતચીત બાદ લેવામાં આવ્યો છે. અમેરિકી રક્ષા મંત્રીએ કહ્યું કે અમેરિકા ઇઝરાયેલના સંરક્ષણ માટે પ્રતિબદ્ઘ છે.
આ પહેલા ૧ ઓગસ્ટના રોજ વોશિંગ્ટન પોસ્ટે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે અમેરિકાએ મધ્ય પૂર્વમાં ૧૨ નવા યુદ્ઘ જહાજ તૈનાત કર્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેને ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ સાથે ફોન પર વાતચીત દરમિયાન ઇઝરાયેલનો બચાવ કરવાનું વચન આપ્યું હતું.
અમેરિકન મીડિયા હાઉસ એક્સિઓસે દાવો કર્યો છે કે ઇરાન આગામી બે દિવસમાં ઇઝરાયેલ પર હૂમલો કરી શકે છે. આ હૂમલો ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ઘવિરામ અને બંધક કરાર પહેલા ગુરુવારે થઇ શકે છે. એકિસઓસે ઇઝરાયેલની ગુપ્તચર સાથે જોડાયેલા બે લોકોને ટાંકીને આ દાવો કર્યો છે.
આ પહેલા ગયા સપ્તાહે શુક્રવારે સંયુકત રાષ્ટ્રમા ઇરાનના પ્રતિનિધિએ કહ્યું હતું કે અમે સમયસર અને એવી રીતે જવાબ આપીશું કે સંભવિત યુદ્ઘવિરામને કોઇ નુકસાન ન થાય.
જર્મન એરલાઇન કંપની લુફથાન્સાએ ઇઝરાયેલ, ઇરાન અને લેબેનોનની ફલાઇટ પર પ્રતિબંધ લંબાવ્યો છે. હવે લુફથાન્સાએ ૨૧ઓગસ્ટતી તમામ ફલાઇટસ રદ કરી દીધી છે. લુફથાન્સાએ ઇરાન અને ઇરાકની એરસ્પેસનો ઉપયોગ કરવાનો પણ ઇનકાર કરી દીધો છે.
આ પહેલા ભારતીય એરલાઇન કંપની એર ઇન્ડિયાએ પણ ઇઝરાયેલ તરફની ફલાઇટ અનિશ્ચિત સમય માટે રદ કરી દીધી છે.
ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ઘના વધતા જતા ખતરા વચ્ચે ચીને ઇરાનનું સમર્થન કર્યુ છે. રવિવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ઇરાનના કાર્યવાહક વિદેશ મંત્રી અલી બધેરી કાની સાથે ફોન પર વાત કરી હતી. વાતચીત દરમિયાન વાંગ યીએ કહ્યું કે ચીન તેની સાર્વભૌમત્વની સુરક્ષામાં ઇરાનનું સમર્થન કરે છે.
વાંગ યીએ ઇરાનમાં હમાસ ચીફ હાનિયેહ પર થયેલા હુમલાની પણ નિંદા કરી હતી. ચીનના વિદેશ મંત્રીએ કહ્યું કે હમાસ ચીફની હત્યા ઇરાનની સંપ્રુભતાનું ઉલ્લંઘન કરે છે. તેનાથી પ્રાદેશિક સ્થિરતા સામે ખતરો વધી ગયો છે.