Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪, ભાદરવા સુદ ૯, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૮૭

મુખ્ય સમાચાર :
કોલકાતામાં ડોકટર રેપ-હત્યા કેસ, દેશભરના ૩ લાખ ડોકટરો હડતાળ પર
જો પોલીસ ૧૮ ઓગસ્ટ સુધીમાં કેસનો ઉકેલ લાવી શકશે નહીં તો તપાસ સીબીઆઈને સોંપવામાં આવશે - મમતા બેનર્જી
13/08/2024 00:08 AM Send-Mail
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ૮મી ઓગસ્ટની મોડી રાત્રે તાલીમાર્થી ડોકટરનો અર્ધ-નગ્ન મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી. પ્રાઇવેટપાર્ટ, આંખ અને મોંમાંથી લોહી નીકળતું હતું. તેના ગળાનું હાડકુંપણ તૂટેલું જોવા મળ્યું હતું.

આ ઘટનાને લઇને આજે દેશભરના ૩ લાખ રેસિડેન્ટ ડોકટરો હડતાળ પર છે. એઇમ્સ દિલ્હી સહિત દેશભરની તમામ સરકારી હોસ્પિટલોમાં ઓડીપી સેવાઓ પ્રભાવિત થઇ છે. ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે.

ઓલ ઇન્ડિયા રેસિડેન્ટ ડોકટર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી ડો. સર્વશ પાંડેએ કહ્યું-અમે આરોગ્ય સચિવ પાસે આ ઘટનાની સીબીઆઇ તપાસ કરાવવા અને ડોકટરોની સુરક્ષા માટે કેન્દ્રીય સુરક્ષા કાયદો ઘડવાની માંગ કરી છે. જયાં સુધી લેખિત ખાતરી નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે સવારે તાલીમાર્થી ડોકટરના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું - જો પોલીસ ૧૮ ઓગસ્ટ સુધીમાં કેસનો ઉકેલ લાવી શકશે નહીં તો તપાસ સીબીઆઇને સોંપવામાં ાઅવશે. જો કે સીબીઆઇની સફળતાનો દર ઘણો ઓછો છે. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પણ ચાલવો જોઇએ. દિલ્હીની મોટી સરકારી હોસ્પિટલોમાં તમામ વૈકલ્પિક સેવાઓ આજથી અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના ડોકટરો પણ હડતાળ પર છે. બીએમસીના મહારાષ્ટ્ર એસોસિએશન ઓફ રેસિડેન્ટ ડોકટર્સ કહયું છે કે કોલકાતાની ઘટનાને ધ્યાનમાં રાખીને૧૩ ઓગસ્ટના રોજ સવાર ૮ વાગ્યાથી બિન-ઇમરજન્સી સેવાઓ અનિશ્ચિત સમય માટે બંધ રહેશે.

સિમલામાં મસ્જિદનું ગેરકાયદે બાંધકામ હટાવવાની માંગ સાથે હિંદુ સંગઠનોનો વિરોધ પ્રદર્શન

કાનપુરમાં ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રમાશે ભારત-બાંગ્લાદેશની ટેસ્ટ મેચ

આરબીઆઈએ એચડીએફસી-એક્સિસ બેંકને ફટકારી ૩ કરોડની પેનલ્ટી

નીરવ મોદી સામે ઇડીની વધુ એક કાર્યવાહી, ૨૯.૭૫ કરોડની સંપત્તિ અને બેંક બેલેન્સ જપ્ત

નાગાલેન્ડના મંત્રી તેમજેન સામે મુંબઈમાં તપાસ શરૂ રાજયમાં ૧૨૫ કરોડના રોકાણનો મામલો

૧૫ વર્ષ જૂના વાહન અંગે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, વાહન સ્ક્રેપિંગ નીતિમાં કરી શકે છે ફેરફાર

૭૦ વર્ષથી વધુના વૃદ્ઘોને આયુષ્યમાન યોજનાનો લાભ મળશે, ૫ લાખ સુધીની મફત સારવાર

પ્રથમ મુલાકાતમાં સમજદાર યુવતી હોટલના રૂમમાં ન જાય : બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠે દુષ્કર્મના આરોપીને નિર્દોષ જાહેર કર્યો