હરિયાણા : ઈડી દ્વારા ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર અને પૂર્વ ધારાસભ્યની ૧૨૨ કરોડની સંપત્તિ જપ્ત
૧૦૦ એકરથી વધુ ખેતીની જમીન, કોમર્શિયલ જમીન અને ઇમારતો વગેરે સહિત ૧૪૫ સ્થાવર મિલકતોનો સમાવેશ
ઇડી ગુરુગ્રામ ઝોનલ ટીમે ગેરકાયદે માઇનિંગ કેસમાં આરોપી સોનીપતના ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર અને યમુનાનગરના ભૂતપૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહની ૧૨૨ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં ૧૦૦ એકરથી વધુ ખેતીની જમીન, કોમર્શિયલ જમીન અને ઇમારતો વગેરે સહિત ૧૪૫ સ્થાવર મિલકતો જપ્ત કરવામાં આવી છે.
પૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહ, ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર, ઇન્દરપાલ સિંહ, મનોજ વાધવાની જમીનો ઘણી જગ્યાએ જપ્ત કરવામાં આવી છે. આજમીનો ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત, કરનાલ, યમુનાનગર, ચંદીગઢ, પંચકુલા, પંજાબ અને હરિયાણાના અન્ય જિલ્લાઓમાં રૂા. ૧૨૨ કરોડની સંપત્તિ છે. કુલવિન્દર િંસંઘ(પીએસ બિલ્ડટેક), અંગદ સિંહ મક્કર, ભુપિન્દર સિંહ અને તેમના સહયોગીઓને ઇડી દ્વારા પીએમએલએ, ૨૦૦૨ની જોગવાઇ હેઠળ ગેરકાયદેસર ખાણકામના કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. દિલબાગ અને સુરેન્દ્ર પંવાર દ્વારા પ્રતિબંધિત અને નિયંત્રિત સિન્ડિકેટ, હરિયાણાના યમુનાનગર અને તેની નજીકના જિલ્લાઓમાં મોટાપાયે રેતી, પથ્થરો અને કાંકરીના ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલી હતી.
ઇડીએ યમુનાગરમાં રેતીપ ૫થ્થર, કાંકરીના કાયદેસર ખનનના કેસમાં આઇપીસી, ૧૮૬૦ અને પર્યાવરણ સુરક્ષા અધિનિયમ, ૧૯૮૬ની વિવિધ કલમો હેઠળ હરિયાણા પોલીસ દ્વારા વિવિધ માઇનિંગ લીઝ ધારકો સામે એફઆઇઆર દાખલ કરી હતી. તપાસ દરમિયાન, મુબારિકપુર રોયલ્ટી કંપની, એમકી ડેવલપમેન્ટ સ્ટ્રેટેજીસ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, મિસ દિલ્હી રોયલ્ટી કંપની, મિસ જેએસએમ ફૂડસ, પ્રાઇવેટ લિમિટેડ, એમએસ પીએમસ બિલ્ડટેક, વિવિધ સ્ક્રીનિંગ પ્લાન્ટસ અને સ્ટોન ક્રશર અને સંબંધિત વ્યકિતઓ સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો.
ઇડીની તપાસમાં ખુલાસો થયો છે કે આ કેસમાં ગેરકાયદેસર ખાણકામની ગતિવિધિઓમાંથી ઉદભવતા ગુનાની કુલ આવક ૩૦૦ કરોડ રૂપિયાથી વધુહોવાનો અંદાજ છે. યમુનાનગરના ઉપરોકત પાંચ ખાણ કોન્ટ્રાકટરો દ્વારા પથ્થર, કાંકરી અને રેતીનું ગેરકાયદેસર ખોદકામ અને વેચાણ કરવામાં આવતું હતું. આ ખાણકામ વિભાગના પોર્ટલ પરથી ઇ-રાવણ બિલ બનાવ્યા વિના અથવા ઇ-રાવણ બિલની નકલી ભૌતિક નકલો તૈયાર કરીને ખનીજોના ગેરકાયદેસર પરિવહન દ્વારા કરવામાં આવ્યું હતું. આગેરકાયદેસર પ્રવૃત્તિઓમાંથી પેદા થતી રોકડ આ સભ્યોમાં વહેંચવામાં આવી હતી. જેઓ માઇનિંગ એકમોના લાભાર્થીઓ હતા. અગાઉ પણ ઇડીએ આ કેસમાં સર્ચ હાથ ધયુર્ુ હતું. ઇડીએ પીએમએલએ,૨૦૦૨ની કલમ ૧૯ હેઠળ દિલબાગ સિંહ, કુલવિંદર સિંહ અને સુરેન્દ્ર પંવારની ધરપકડ કરી હતી.