હિંડનબર્ગ રિપોર્ટ પર ભાજપનો પ્રહાર, કોંગ્રેસ શેરબજારને ખતમ કરવા માંગે છે
-હિંડનબર્ગમાં અમેરિકન ઉદ્યોગપતિ જયોર્જ સોરોસના રૂપિયાનું રોકાણ, કોંગ્રેસ તેમની ટુલકીટનો એક ભાગ -આ આર્થિક અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર : રવિશંકર પ્રસાદ
બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદે સોમવારે હિંડનબર્ગ રિપોર્ટ અને કોંગ્રેસના આરોપો પર કહ્યું કે દેશની જનતાએ કોંગ્રેસને ફગાવી દીધી છે. તેથી તે ટૂલકીટ ગેંગ સાથે મળીને ભારતીય શેરબજારને નષ્ટ કરવા માંગે છે.
રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું - હિંડનબર્ગના મુખ્ય રોકાણકાર અમેરિકન બિઝનેસમેન જયોર્જ સોરોસ છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધીઓ અને ટૂલકીટ ગેંગ છે. રાહુલ ગાંધી તેમના એજન્ટ છે.રાહુલે પીએમ મોદીને નફરત કરતા દેશને નફરત કરવાનું શરૂ કરી દીધું છે.
ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં એવું જોવા મળ્યું છે કે જયારે સંસદનું સત્ર શરૂ થાય છે ત્યારે આવા આરોપો સામે આવે છે. પીએમ,હિંડનબર્ગ રિપોર્ટ પરની દસ્તાવેજી ઉદાહરણો છે. તે સ્પષ્ટ છે કે વિપક્ષના વિદેશી દેશો સાથે સંબંધો છે.
વાસ્તવમાં, હિંડનબર્ગ રિપોર્ટમાં સેબીના ચેરપર્સન સામેના આરોપો બાદ રાહુલ ગાંધીએ પૂછયું હતું કે જો રોકાણકારોને નુકસાન થશે તો કોણ જવાબદાર રહેશે.હવે સપષ્ટ થઇ ગયું છે કે પીએમ જેપીસી તપાસથી કેમ ડરે છે.
જયોર્જ સોરોસનો જન્મ ૧૨ઓગસ્ટ, ૧૯૩૦ના રોજ હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં થયો હતો. જયોર્જ પર આરોપ છે કે તેણે દુનિયાના ઘણા દેશોની રાજનીતિ અને સમાજને પ્રભાવિત કરવાનો એજન્ડા ચલાવ્યો હતો.સોરોસની સંસ્થા ‘ઓપન સોસાયટી ફાઉન્ડેશન’ ૧૯૯૯માં પહેલીવાર ભારતમાં પ્રવેશી હતી.
૨૦૧૪માં,તેણે દવાઓ, ન્યાય પ્રણાલીને સુધારવા અને ભારતમાં વિકલાંગ લોકોને મદદ કરતી સંસ્થાઓને ભંડોળ પૂરું પાડવાનું શરૂ કર્યુ. ૨૦૧૬માં, ભારત સરકારે દેશમાં આ સંસ્થા દ્વારા ભંડોળ મેળવવા પર પ્રતિબંધ મૂકયો હતો.
ઓગસ્ટ ૨૦૨૩માં મ્યુનિક સિકયોરિટી કાઉન્સીલમાં જયોર્જના નિવેદનની ખૂબ ચર્ચા થઇ હતી. જયારે તેમણે કહ્યું કે ભારત લોકશાહી દેશ છે, પરંતુ વડાપ્રધાન મોદી લોકતાંત્રિક નથી. તેમનું ઝડપી મોટા નેતા બનવાનું મુખ્ય કારણ મુસ્લિમો પર કરવામાં આવેલી હિંસા છે.