Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪, ભાદરવા સુદ ૯, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૮૭

મુખ્ય સમાચાર :
નડિયાદમાં બિસ્માર રસ્તા, ખાડા, કાંસ સફાઈ, ગંદકી સહિતના મુદ્દે શહેર કોંગ્રેસનું કલેક્ટરને આવેદનપત્ર
સીએમ સમક્ષ આ તમામ સમસ્યાઓની રૂબરૂ મળી રજૂઆત કરવા પણ તંત્ર પાસે સમય માંગ્યો
13/08/2024 00:08 AM Send-Mail
નડિયાદમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થવાની છે ત્યારે નડિયાદીઓની સમસ્યા વિશે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ વેદના ઠાલવવા અને ભ્રષ્ટાચારથી ખદબદતા શહેરને મુક્ત કરાવવા નડિયાદ શહેર (જિલ્લા) કોંગ્રેસએ સીએમને રૂબરૂ મળવા માંગણી કરી છે અને આ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન આપીને રજૂઆતનો મોકો આપવા જણાવ્યું છે.

નડિયાદ શહેરમાં ચાલુ ચોમાસાની ઋતુમાં ઠેકઠેકાણે રોડ, રસ્તાઓ તૂટી જતા અને ખાડાઓ પડી જતા મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. ૧૫મી ઓગસ્ટનો રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નડિયાદ શહેરમા થવાની છે ત્યારે રાતોરાત જે રૂટ પરથી સીએમનો કાફલો પસાર થવાનો છે ત્યાં રોડનું સમારકામ ચાલુ કરી દીધું છે અને રોડને સજાવીને દેવાયો છે તો બીજી તરફ શહેરમાં વસવાટ કરતા પછાત વર્ગ, લઘુમતી સમુદાયના વિસ્તારમાં સમસ્યા ઠેરની ઠેર હોવાનુ શહેર કોંગ્રેસ દ્વારા આક્ષેપ સાથેની રજૂઆત આજે સોમવારે જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ કરાઈ છે.

મુખ્યમત્રીને સંબોધીને નડિયાદ શહેર (જિલ્લા) કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ નડિયાદ નગરપાલિકાના અપક્ષ કાઉન્સિલર માજીદ ખાન પઠાણ સહિતના આગેવાનોએ જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જેમાં ૪ જેટલા મુદ્દાઓ ટાંકવામાં આવ્યા હતાં. આ આવેદનપત્રમાં આક્ષેપ કરાયા છે કે, નડિયાદ શહેરમાં ઠેરઠેર બિસ્માર રસ્તા, ખાડા, કાંસ સફાઈ, ગંદકીઓ અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે ચોમાસામાં ઘણી તકલીફોનો નગરજનોને સામનો કરવો પડી રહ્યો છે. નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે મીડિયા સમક્ષ જણાવ્યું કે, રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નડિયાદમાં થવાની છે ત્યારે તે ગૌરવ લેવા જેવી બાબત છે પણ નડિયાદ શહેરમાં જે સમસ્યાઓ છે તેનો આઈનો બતાવવા અમને મુખ્યમંત્રી જો સમય આપે તો આ સમસ્યા નગરજનો વતી અમે રૂબરૂ મળી રજૂઆત કરી શકીએ માટે સમય ફાળવી આપવા પણ માંગણી કરી છે.

ખેડા જિલ્લાના ૧૧ ગામોને મહિસાગર નદીમાં પાણીની આવક વધતા સાવચેત રહેવા તંત્રનું સૂચન

નડિયાદ: કાંસની દુકાનોમાં ગેપ ખોલી સફાઇ અંગેનો મનાઇ હુકમ હટી જતા પાલીકાએ કામગીરી શરૂ કરી

નડિયાદ : મિત્રતામાં રેતીના વ્યવસાયમાં ભાગીદારી પેટે લીધેલ નાણાં પરત પેટે ૩.૧૯ લાખના ચેક રીટર્નના કેસમાં ૧ વર્ષની કેદ

નડિયાદ: શેઢી નદીમાં પ્રતિમા વિસર્જન વખતે ડુબેલા પૈકી એકને શોધી કઢાયો : એક લાપતા

ડાકોરમાં નવા બનાવેલા બ્રીજ પરના ગડરમાં ઉતરતા વીજ કરંટથી પદયાત્રી ગંભીર

ખેડા : ૧૪ વર્ષીય પુત્રીની નફ્ફટ પિતા દ્વારા છેડછાડ કરાતી હોવાની માતાની અભયમ ટીમને રાવ

ખેડા જિલ્લામાં સીઝનનો સરેરાશ ૧૩૦ ટકા વરસાદ વરસ્યો

બિલોદરા પાસેની શેઢી નદીમાં બે યુવાનો તણાયા, ફાયર ટીમ દ્વારા શોધખોળ