વઘાસી હત્યાકાંડ : પ્રેમિકા જીગjાના ફોનમાં અરવિંદભાઈના આવેલા ફોનકોલ્સ જોતા જ જાવેદનો પિત્તો ગયો હતો
હત્યા કર્યા બાદ જાવેદ બોરીયાવી રહેતી પ્રેમિકા જીગjાના ઘરે ગયો હતો અને તેણીને જાણ કર્યા બાદ વડતાલ પોલીસ મથકે હાજર થવા માટે પણ ગયા હતા : હત્યામાં વપરાયેલો છરો, એક્ટીવા તેમજ લોહીવાળા કપડા જપ્ત કરાયા : ૪ દિવસના રીમાન્ડ પર સોંપાયો
જીગjા રાઠોડના ચારિત્ર્યને લઈને જ પતિએ છુટાછેડા આપી દીધા હતા
બેડવાના અરવિંદભાઈ પટેલની હત્યા માટે નિમિત્ત બનેલી બોરીયાવીની જીગ્ના રાઠોડના લગj સારસા ખાતે રહેતા યુવક સાથે કરવામાં આવ્યા હતા. જેના થકી એક પુત્ર અને એક પુત્રીની પ્રાપ્તી થવા પામી હતી. જો કે જીગjાનું ચારિત્ર્ર્ય સારું ના હોય અને તેણીએ પરપુરૂષો સાથે આડા સંબંધો બાંધવાનું ચાલુ કરી દીધું હતુ. જેની જાણ પતિને થઈ જતાં તેણે છુટાછેડા આપી દીધા હતા. ત્યારબાદથી જીગjા પોતાના બન્ને બાળકોને લઈને અલગ-અલગ જગ્યાએ ભાડાના મકાનમાં રહેતી હતી અને કેટરીંગમાં રસોઈ પીરસવાની મજુરી કરીને જીવન ગુજરાન ચલાવતી હતી.
જાવેદ મલેક વિરૂધ્ધ ચકલાસી પોલીસ મથકે પોક્સોનો ગુનો દાખલ થયો હતો
અરવિંદભાઈ પટેલની ઘાતકી હત્યા કરનાર જાવેદ મહંમદભાઈ મલેક અપરિણિત છે અને સને ૨૦૧૯માં તે એક સગીરાને લગj કરવાની લાલચ આપીને ભગાડીને લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતુ. જે અંગે ચકલાસી પોલીસ મથકે તેના વિરૂદ્ઘ અપહરણ અને પોક્સો હેઠળ ગુનો પણ દાખલ થયો હતો. જામીન પર છુટ્યા બાદ તે છુટક રીક્ષા ડ્રાઈવીંગ અને ત્યારબાદ કેટરીંગમાં પીરસવાની મજુરી કરવા જતો હતો. જયાં તેની ઓળખાણ અરવિંદભાઈ અને જીગjા સાથે થવા પામી હતી. જો કે જીગjાને અરવિંદભાઈ સાથે સંબંધો છે તેની તેને જાણ સુધ્ધા નહોતી. કારણ-કે અરવિંદભાઈ ૫૫ વર્ષની વયના હતા જ્યારે જીગjા ૩૨ વર્ષની હતી. એટલે બન્ને વચ્ચે ૨૩ વર્ષનો ફરક હોય પિતા-પુત્રી જેવા સંબંધો હશે તેવું જ માનતો હતો.
આણંદ તાલુકાના વઘાસી ગામની સીમમાં બેડવા રોડ ઉપર આવેલા સવશાંતિ વન્ડરલેન્ડ પાર્ટી પ્લોટની બહાર બેડવાના આધેડની થયેલી હત્યામાં પોલીસે તપાસ કરીને ગણતરીના કલાકોમાં જ હત્યારા જાવેદ મલેકને ઝડપી પાડીને આણંદની કોર્ટમાં રજુ કરી વધુ તપાસ અર્થે ચાર દિવસના રીમાન્ડ પર મેળવ્યો છે. રીમાન્ડ દરમ્યાની કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી પર આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનzુસાર ગત ૧૦મી તારીખના રોજ બેડવા ગામે રહેતા અને ખેતી તેમજ કેટરીંગમાં રસોઈ પીરસવાનું કામકાજ કરતા અરવિંદભાઈ પટેલની તી-ણ હથિયારના ઘા મારીને કરપીણ હત્યા કરાયેલી લાશ સવશાંતિ વન્ડરલેન્ડ પાર્ટી પ્લોટની આગળથી મળી આવી હતી. આ અંગે આણંદ રૂરલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને સીસીટીવી ફુટેજ તેમજ ફોનકોલ્સની વિગતો એકત્ર કરીને હત્યારા જાવેદ મલેકની ધરપકડ કરી હતી.
હત્યાકાંડની સિલસિલાબદ્ઘ વિગતો આપતાં આણંદ ડીવીઝનના ડીવાયએસપી જે. એન. પંચાલે જણાવ્યું હતુ કે, અરવિંદભાઈ પટેલ કેટરીંગમાં પીરસવાની મજુરીએ જતા હોય ત્યાં જીગ્ના રાઠોડ નામની ત્યક્તા સાથે સંપર્કમાં આવ્યા હતા. જેને લઈને બન્ને વચ્ચે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આડો સંબંધ બંધાયો હતો. જીગjા રાઠોડને તેના પતિએ બે સંતાનો સાથે કાઢી મુકી છુટાછેડા આપી દીધા હોય તે કણજરી, બોરીયાવી ગામે ભાડાના મકાનમાં રહેતી હતી. એ દરમ્યાન અરવિંદભાઈ જ તેણીને પૈસાની મદદ કરીને તેણીનું ઘર ચલાવતો હતો. જીગjાની માંગણી મુજબ અરવિંદભાઈએ તેને એક્ટીવા પણ લઈ આપ્યું હતુ. દરમ્યાન છેલ્લા છએક મહિનાથી જીગjા રીક્ષાનું ડ્રાઈવીંગ તેમજ કેટરીંગમાં રસોઈ પીરસવાની મજુરી કરવા આવતા જાવેદ મલેક સાથે આંખો મળી જવા પામી હતી. જેને લઈને બન્ને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અનૈતિક સંબંધો બંધાયા હતા. જાવેદ અવાર-નવાર તેણીના ઘરે પણ જતો હતો. આ વાતની જાણ અરવિંદભાઈને થતાં જ તેમણે જીગjાને જાવેદ સાથેના સંબંધો કાપી નાંખવા માટે જણાવ્યું હતુ. પરંતુ જીગjા અને જાવેદ આ સંબંધોનો અંત આણવા તૈયાર જ નહોતા.
દરમ્યાન બનાવની રાત્રીના સુમારે જાવેદ જીગjાના ઘરે ગયો હતો જ્યાં તેણે જીગjાના મોબાઈલ ફોનમાં અરવિંદભાઈના ફોન આવેલા હોવાનું જોયું હતુ. જેથી તેણે અરવિંદભાઈને ફોન કરીને કેમ હેરાન કરે છે તેમ કહેતા બન્ને વચ્ચે ગાળાગાળી અને બોલાચાલી થવા પામી હતી. ત્યારબાદ આ બાબતે ચર્ચા કરીને તેનો નિવેડો લાવવા માટે જાવેદ અરવિંદભાઈએ જીગjાને લઈ આપેલું એક્ટીવા લઈને બેડવા ગામના સ્વામીનારાયણ મંદિર પાસે રહેતા અરવિંદભાઈના ઘરે આવ્યો હતો અને ત્યાંથી અરવિંદભાઈને એક્ટીવા ઉપર બેસાડીને સવશાંતિ વન્ડરલેન્ડ પાર્ટી પ્લોટ પાસે લઈ આવ્યો હતો. જ્યાં બન્ને વચ્ચે જીગjાને લઈને ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. દરમ્યાન જાવેદે પોતાની પાસેનો છરો કાઢ્યો હતો અને ગળા, બન્ને કાન, જડબા ઉપર તેમજ કાન નીચે ઉપરાછાપરી પાંચથી છ જેટલા ઘા મારી દેતાં લોહીલુહાણ હાલતમાં અરવિંદભાઈ ત્યાં જ ફસડાઈ પડ્યા હતા.
એ સાથે જ જાવેદ છરો અને લોહીવાળા કપડા એક્ટીવામાં મુકીને ત્યાંથી સીધો જ જીગjાના ઘરે ગયો હતો જ્યાં તેણે જીગjાને અરવિંદભાઈની હત્યા કરી નાંખી હોવાનું જણાવતા જ તેણીએ જાવેદને પોલીસ મથકે હાજર થઈ જવા માટે જણાવ્યું હતુ. જેથી બન્ને વડતાલ પોલીસ મથકે હાજર થવા માટે ગયા હતા. જ્યાં પાંચેક મિનિટ સુધી પોલીસ મથકે રહ્યા બાદ હિંમત ના ચાલતા ત્યાંથી નીકળી ગયા હતા અને જીગjા પોતાના ઘરે આવતી રહી હતી જ્યારે જાવેદ ત્યાંથી ભાગીને અમદાવાદ જિલ્લાના પીર ભડિયાદ તરફ જતો રહ્યો હતો. પોલીસે પીછો કરીને તેને ત્યાંથી ઝડપી પાડ્યો હતો.
પોલીસે હત્યામાં વપરાયેલો છરો, લોહીવાળા કપડા તેમજ એક્ટીવા પણ કબ્જે કરીને હત્યામાં બીજા કોઈની સંડોવણી તો નથીને ? હત્યાની ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવા તેમજ હત્યા કર્યા બાદ તે ક્યાં ક્યાં ગયો વગરે તપાસ માટે આણંદની કોર્ટમાં રજુ કરીને સાત દિવસના રીમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટે ચાર દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. રીમાન્ડ મળતા જ પોલીસે વધુ તપાસ હાથ ઘરી હતી.