Sardar Gurjari

સોમવાર, તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૪, આસો સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૧૧૯

મુખ્ય સમાચાર :
વલસાડ : ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનામાં પોલીસે ૯ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી
દુષ્કર્મ આચરી વિધર્મી નરાધમ ગુલામ મુસ્તુફા વતન ઝારખંડ ફરાર થઈ જાય તે પહેલા પોલીસે એક કલાકમાં જ ચાલતી ટ્રેનમાં મહારાષ્ટ્રના પાલઘરથી ઝડપી પાડ્યો
07/09/2024 00:09 AM Send-Mail
વલસાડ જિલ્લાના ઉમરગામમાં ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં માત્ર ત્રણ જ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. આ ઘટનામાં વલસાડ જિલ્લા પોલીસે ઐતિહાસિક કામગીરી કરી છે.

માત્ર નવ જ દિવસમાં આરોપી ગુલામ મુસ્તફા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. આરોપી ગુલામ મુસ્તફાને આરોપીની ફાંસીની સજા થાય અને કોર્ટમાં રોજિંદા આ કેસની કાર્યવાહી થાય તે માટે વલસાડ જિલ્લા પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે.

મહત્વપૂર્ણ છે કે ઓગસ્ટ મહિનાની ૨૭મી તારીખે ઉમરગામના છેવાડા વિસ્તારમાં આવેલી એક પરપ્રાંતીય પરિવારની માત્ર ત્રણ જ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. બનાવની વિગતો જોઈએ તો, બાળકીના પરિવારનો પરિચિત અને પડોશી ગુલામ મુસ્તફા નામના એક વિધર્મી નરાધમ બાળકી પર દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો. આ બનાવને લઈ ઉમરગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો. વલસાડ જિલ્લા પોલીસે આ કેસને ગંભીરતાથી લઈ આરોપી ગુલામ મુસ્તફા પોતાના વતન ઝારખંડ ફરાર થઈ જાય તે પહેલા જ માત્ર એક જ કલાકમાં ચાલતી ટ્રેનમાં મહારાષ્ટ્રના પાલઘર નજીકથી ઝડપી લેવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાએ આ કેસની યુદ્ધના ધોરણે તપાસ કરીને માત્ર ૧૫ જ દિવસમાં આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દેવા લોકોને ખાતરી આપી હતી. આ કેસની તપાસ માટે બનેલી વલસાડ જિલ્લા પોલીસના ચુનંદા અધિકારીઓ અને પોલીસકર્મીઓની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે માત્ર ૯ જ દિવસમાં આ કેસની તપાસ પૂર્ણ કરી અને આરોપી ગુલામ મુસ્તફા વિરુદ્ધ ૪૭૦ પાનાની ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરી દીધી છે.