Sardar Gurjari

સોમવાર, તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૪, આસો સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૧૧૯

મુખ્ય સમાચાર :
બોરીયાવીની ૧૬૪ ગુંઠા જમીન વેચાણ આપ્યા બાદ કબ્જો જમાવી દેતાં ૪ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ
ફરિયાદી નિકુલભાઈ પટેલે સને ૨૦૧૬માં ૨.૦૬ કરોડમાં જમીન ખરીદ્યા બાદ પ્રીમીયમ ભરીને એનએ પણ કરાવી હતી
10/09/2024 00:09 AM Send-Mail
આણંદ નજીક આવેલા બોરીયાવી ગામની સીમની ૧૬૪ ગુંઠા જમીન વેચાણ આપ્યા બાદ પરિવારના સભ્યોએ કબ્જો જમાવી દઈને પચાવી પાડતા આ અંગે જીલ્લા કલેક્ટરના આદેશ અનુસાર આણંદ ગ્રામ્ય પોલીસે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. મળતી વિગતો અનુસાર ફરિયાદી નિકુલભાઈ છોટાભાઈ પટેલે પોતાના મિત્ર જયેસભાઈ રાવજીભાઈ પટેલ સાથે બોરીયાવી ગામની સીસીટી સર્વે નંબર ૧૨૬ વાળી અંદાજે ૧૬૪ ગુંઠા જમીન તેના માલિક છોટાભાઈ પુંજાભાઈ ભોઈ (રે. બોરીયાવી)પાસેથી તારીખ ૨૭-૧૦-૧૬ના રોજ વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. જેના નક્કીક રેલા રૂપિયા ૨,૦૬,૯૬, ૫૩૨ છોટાભાઈને ચેકથી ચુકવી આપ્યા હતા. જમીનમાં છોટાભાઈનું કાચુ મકાન અને કુવો હતો જેથી તેમણે નવું મકાન બનાવીને ઉક્ત કાચુ મકાન ખાલી કરી આપવાનું જણાવતા છોટાભાઈને થોડો સમય ત્યાં રહેવાની મંજુરી આપી હતી. ત્યારબાદ જમીન વેચાણની ફેરફાર નોંધથી નિકુલભાઈ તેમજ જયેશભાઈનું નામ રેવન્યુ રેકોર્ડમાં ચઢ્યું હતુ. અને તેઓ જમીનના કાયદેસરના માલિક થયા હતા.જમીન નવી શરતની હોય, જુની શરતની કરવા માટે પ્રીમીયમ ભર્યુ હતુ અને જુની શરતની કરીને બાંધકામ કરવા માટે એનએ પણ કરાવી હતી.

દોઢેક વર્ષ અગાઉ છોટાભાઈ ભોઈ ગુજરી ગયા હતા. દરમ્યાન તેમણે પાકુ મકાન પણ બનાવી દીધું હતુ પરંતુ તેમના પુત્ર અશોકભાઈ, રોહિતભાઈ, પત્ની બાલુબેન અને પુત્રી કપિલાબેન ઉક્ત જમીનમાં આવેલા કાચા મકાનમાં જ રહેતા હતા.જુન ૨૦૨૨માં નિકુલભાઈ, જયેશભાઈ અને તેમના પુત્ર શ્રીલે તેમને જમીન ખાલી કરી આપવાનું કહેતા જ મારા પિતા છોટાભાઈ ભોઈએ આ જમીન જે કિંમતમાં વેચાણ આપેલી હતી, તેટલી કિંમત અમને મળી નથી. અમારે તમારી પાસે રૂપિયા લેવાના નીકળે છે તે આપી દેજો, ત્યારબાદ આ મૌાન ખાલી કરવા માટે આવજો. જેથી અશોકભાઈ અને રોહિતભાઈને રૂબરૂ બોલાવીને હિસાબ જોઈ જવાની વાત કરી હતી અને અમારે કોઈ રૂપિયા ચુકવવાના થતા નથી તેમ જણાવ્યું હતુ. જેથી તેમણે નિકુલભાઈ તેમજ ધર્મેન્દ્રભાઈ વિરૂધ્ધ આણંદની કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જે હાલ પેન્ડીંગ છે.

ત્યારબાદ આ જમીનની સાચવણી માટે સંજયભાઈ પુનમભાઈ રાઠોડને રાખ્યો હોય તેઓ આ જમીનમાં તારીખ ૩૮-૨૩ના રોજ બપોરના સુમારે ટ્રેક્ટર લઈને ગયા હતા ત્યારે અશોકભાઈ ભોઈએ ટ્રેક્ટરની ચાવી લીઘી હતી. જેથી નિકુલભાઈ, ધર્મેન્દ્રભાઈ અને શ્રીલ પટેલ ત્યાં જતા ઉક્તચારેયે ગમે તેવી ગાળો બોલીને ધાકધમકીઓ આપી હતી. જેથી તમામ ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ તારીખ ૪-૮-૨૩ના રોજ જીલ્લા કલેક્ટર કચેરીએ લેન્ડ ગ્રેબીંગની અરજી આપી હતી. જેના પર કમિટિએ તપાસ કરીને લેન્ડ ગ્રેબીંગનો ગુનો બનતો હોય, તારીખ ૧૬-૮-૨૪ના રોજ ગુનો દાખલ કરવા માટે હુકમ કર્યો હતો. જેથી આજે નિકુલભાઈએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે આવીને અસોકભાઈ, રોહિતભાઈ, બાલુબેન અને કપિલાબેન વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

તારાપુર : ઈસરવાડા સીમના ટ્રેક્ટરના શો-રૂમમાંથી ૪.૨૮ લાખની મત્તા ચોરી તસ્કરો ફરાર

રંગાઈપુરામાં ભારત ગેસનું શટર તોડીને તસ્કરો ૧૦૫૭૦ રૂા.ની રોકડ ચોરી ફરાર

ગલિયાણાના યુવાને ચાર વ્યક્તિઓના ત્રાસથી કુવામાં પડતું મૂકીને કરેલો આપઘાત

વિદ્યાનગર : ચરોતર ગ્રામોધ્ધાર મંડળના બે મકાનો ઉપર ગેરકાયદેસર કબ્જો જમાવી દેતાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ

નગરામાંથી ઝડપાયેલા ઓઈલ ચોરીમાં સંડોવાયેલો વડોદરાનો સલીમ મુખ્ય સુત્રધાર

ખેડા, આણંદ તેમજ ગુજરાતમાં વિવિધ ઠેકાણે મળી ૩૩ ચોરીના ગુનામાં સંડોવાયેલ તસ્કર પકડાયો

વાસદ ટોલનાકાએથી વિદેશી દારૂ બીયરની ૫૭ પેટી ભરેલી ટ્રક ઝડપાઈ

આણંદ : ભાડે રાખેલ ગેરેજ ખરીદી પેટેના ચેક રીર્ટન કેસમાં પિતા-પુત્રીને ૧ વર્ષની સજા