બોરસદની પરિણીતાને ફોન પર અઘટીત માંગણી કરનાર શખ્સ વિરૂદ્ઘ ફરિયાદ
બોરસદના સૂર્યમંદિર પાસે બોલાવીને છેડતી કરી અભદ્ર માંગણી કરી હતી
બોરસદ ખાતે રહેતી એક ૨૯ વર્ષીય પરિણીતા પાસે હરખાપુરા ગામે રહેતા શખ્સે પૈસા આપવાની લાલચ આપીને અઘટીત માંગણી કરી તેણીની છેડતી કરતા બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ઘરી છે.
બોરસદ ખાતે રહેતી મુળ પંજાબની ૨૯ વર્ષીય પરિણીતાએ અગાઉ સન ૨૦૦૮માં હરખાપુરા ગામે રહેતા એક યુવાન સાથે ફૂલહારથી લગj કર્યા હતા. લગjજીવન દરમ્યાન તેણીને એક પુત્ર અને પુત્રીની પ્રાપ્તી થઈ હતી. દરમ્યાન દોઢેક વર્ષથી પતિ સાથે ફાવતુ ન હોય તેણીએ છૂટાછેડા લઈ લીધા હતા અને એક ફાયનાન્સ કંપનીમાં નોકરી કરીને જીવન ગુજરાન ચલાવે છે. ગત ૮મી તારીખના રોજ તેણી ખંભાત તાલુકાના વાસણા ગામે રહેતી પોતાની બહેન ત્યાં હતી. ત્યારે કોઈ શખ્સે ફોન કરી બિભત્સ માંગણી કરી, તું કહીશ તેટલા રૂપીયા આપીશ. જેથી પરિણીતાએ તમે મને સમજો છો, તેવી હું નથી, તેમ જણાવીને વળતો જવાબ આપીને ફન કટ કરી દીધો હતો. ત્યારબાદ ફોન કરનાર વ્યક્તિ કોણ છે તે જાણવા માટે તેણીએ બહેનના મોબાઈલ પરથી બેથી ત્રણ વખત ફોન કર્યો હોવા છતાં પણ તેણે ઉપાડ્યો ન હતો. ત્યારબાદ વોટ્સએપ ઉપર ચેટીંગ કરતા તેણે જવાબ આપવાનું ચાલુ કર્યું હતું અને બોરસદના સૂર્યમંદિર ખાતે મળવા માટે બોલાવી હતી. જેથી પરિણીતા પોતાની બહેન તેમજ એક ઓળખીતા સાથે સૂર્યમંદિરે ગઈ હતી. જ્યાં એક્ટિવા લઈને હરખાપુરા ગામનો પ્રતિમભાઈ નટુભાઈ પટેલ આવી પહોંચ્યો હતો અને ચાલ એક્ટિવા ઉપર બેસી જા, આપણે ફરવા જવાનું છે તેમ જણાવીને તેણીનો હાથ પકડીને ખેંચતાણ કરવા લાગ્યો હતો. દરમ્યાન તેની બહેન અને ઓળખીતા યુવક આવી જતા તેણીને પ્રતિમભાઈની ચૂંગાલમાંથી છોડાવી હતી.
આમ હરખાપુરાના શખ્સ દ્વારા પરિણીતાને ફોન કરીને તેમજ વોટ્સએપ પર ચેટીંગ કરીને પૈસા આપવાની લાલચ આપીને અઘટિત માંગણી કરી છેડતી કરતા તેણીએ બોરસદ શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.