ભાલેજના વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ ગુજારતા ફરિયાદ
દોઢ અને ત્રણ માસ પહેલા આણંદના ઈસ્માઈલનગરમાં આવેલા એક મકાનમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું હતુ : સામરખા ચોકડીએ બોલાવીને અમદાવાદના કાંકરીયા તળાવ નજીક આવેલી હોટલમાં શાહનવાઝ ખલીફાએ સગીરાને રાખી હતી
ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામે રહેતો એક વિધર્મી શખ્સ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને લગj કરવાની લાલચ આપીને ભગાડી લઈ ગયો હતો. તેમજ અગાઉ તેણી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું ખુલવા પામતાં આ અંગે ભાલેજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર ભાલેજ ખાતે રહેતો શાહનવાઝ સફીભાઈ ખલીફાએ ૧૭ વર્ષ અને છ માસની ઉંમર ધરાવતી સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્રણ મહેના પહેલા તેમજ દોઢ મહિના પહેલા તેણીને આણંદના ઈસ્માઈલનગરમાં મુકામે આવેલા એક મકાનમાં લઈ જઈને તેણી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતુ. ત્યારબાદ ગત ૬ઠ્ઠી તારીખના રોજ સવારના ૧૧ કલાકે સગીરાને સામરખા ચોકડીએ બોલાવી હતી. ત્યાંથી તેને ભગાડીને અમદાવાદ લઈ ગયો હતો. જ્યાં કાંકરીયા તળાવ ઉપર આવેલી એક હોટલમાં રાખી હતી. આ અંગેની જાણ સગીરાના માવતરને થતાં જ તેમણે તુરંત જ ભાલેજ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી. જેથી પોલીસે ગુનો દાખલ કરીને શાહનવાઝ ખલીફાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.