હવે અકસ્માત-ટ્રાફિકજામ પર લેવાશે તાત્કાલિક પગલાં,ગુજરાત પોલીસે શરૂ કરી ચાર નવી સુવિધા
-હવે ટ્રાફિક જામની ઝંઝટમાંથી મળશે પળવારમાં છૂટકારો -વેબસાઇટ અને ઈ-મેલ પર પણ ફરિયાદની સુવિધા
અમદાવાદ સહિત ગુજરાતભરના અનેક રસ્તાઓ પર અવાર-નવાર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળે છે, તો કેટલાક માર્ગ અકસ્માતોના પણ અહેવાલો સામે આવતા રહે છે, ત્યારે હવે રાજયમાં માર્ગ અકસ્માત અને ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા ગુજરાત પોલીસે હેલ્પલાઇન નંબર ૧૮૦૦૨૩૩૧૧૨૨ જાહેર કર્યો છે. આ નંબર પર રાજયના કોઇપણ ખૂણામાં થયેલા માર્ગ અકસ્માતની ઘટના, ટ્રાફિક જામની સમસ્યા અથવા ટ્રાફિક અંગેની કોઇપણ સમસ્યાની સૂચનાઆપી શકાશે. કોલ આવ્યા બાદ સંબંધિત ક્ષેત્રના પોલીસ અધિકારીઓને સૂચના આપી તાત્કાલિક સમસ્યાનું નિવારણ લવાશે.
ગુજરાત પોલીસે જાહેર જનતા માટે ટ્રાફિક સંબંધિત હેલ્પલાઇન ઉપરાંત અન્ય ત્રણ સુવિધા પણ શરૂ કરી છે. આમાં વેબસાઇટ, ઇ-મેલ આઇડી અને સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ માટે એક વિશેષ એપ્લિકેશન સેવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. હેલ્પલાઇન નંબર પર કોલ આવતા જ સમસ્યાનું સમાધાન કરવા માટે જે-તે સંબંધિત પોલીસ અધિકારીને તાત્કાલિક કાર્યવાહી કરવાના નિર્દેશ અપાશે.
કોઇપણ વ્યકિત ટ્રાકિક જામ અથવા માર્ગ અકસ્માતની ફરિયાદ એપ્લિકેશન મારફતે કરી શકશે. આ માટે એપ્લિકેશનમાં સીટીઝન ફર્સ્ટની એક વિશેષ સુવિધા જોડવામાં આવી છે.કોઇપણ વ્યકિત મોબાઇલથી ફોટો ખેંચી એપ્લિકેશન દ્વારા પોલીસને સમસ્યા જણાવી શકે છે. આ સમસ્યા સામે આવ્યા બાદ પોલીસ લોકેશનના આધારે રિયલ ટાઇમ મોનિટરિંગ કરી સમસ્યાનું નિવારણ લાવશે.
આ ઉપરાંત રાજયના કોઇપણ ખૂણામાં માર્ગ અકસ્માત અથવા ટ્રાફિક જામ સંબંધિત પરેશાનીથાય તો, કોઇપણ વ્યકિત તે સ્થળનો ફોટો ખેંચીને વેબસાઇટ ‘ોઞ્ઞ્ઘ્જ્://ર્ણ્jોગ્ર્ક્.ર્ણ્jૂચ્ૂઞ્.ર્ગ્ત્.ૌખ્/ઘ્ગ્ચ્ઞ્ૂ્ર’પર અપલોડ કરી શકે છે. સમસ્યા કયા સ્થળે થઇ રહી છે, તેની માહિતી આપી શકે છે. ગુજરાત પોલીસ દ્વારા ઇ-મેઇલની પણ સુવિધા અપાઇ છે, જેમાં આવી સમસ્યા ઇ-મેઇલ આઇડી ‘ઞ્ર્ચ્ૂંર્ંૌેર્ેર્ચૈત્ૂર્ખ્ે@ર્ણ્jૂચ્ૂઞ્.ર્ગ્ત્.ૌખ્’ પર પણ મેઇલ કરી શકાશે.
આમ ગુજરાત પોલીસે રાજયના નાગરિકોની સમસ્યા નિવારવા માટે હેલ્પલાઇન નંબર સહિત એપ્લિકેશન, વેબસાઇટ અને ઇ-મેઇલ આઇડી સુવિધા કાર્યરત કરવામાં આવી છે, જેમાં કોઇપણ વ્યકિત આ ચારેય સુવિધા દ્વારા માર્ગ અકસ્માત તેમજ ટ્રાફિક સમસ્યા સંબંધિત ફરિયાદ કરી શકશે.