Sardar Gurjari

સોમવાર, તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૪, આસો સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૧૧૯

મુખ્ય સમાચાર :
નવસારી ફાર્મહાઉસમાં પત્નીની હત્યા કર્યા બાદ વડોદના આધેડનો ગોપાલપુરામાં આપઘાત
-પત્ની પદ્માબેનની કોઈ કારણોસર તી-ણ હથિયારના ઘા મારીને હત્યા કર્યા બાદ લાશને બાથરૂમમાં પુરી દઈને ફરાર થઈ ગયો હતો -નવસારી પોલીસે વડોદ ગામનો હોય વાસદ પોલીસને જાણ કરીને ફોટા મોકલાવતા ભેદ ખુલ્યો
11/09/2024 00:09 AM Send-Mail
હોલમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને લાશને ઢસડી બાથરૂમમાં મુકી દીધી હતી
નવસારી પોલીસના જણાવ્યા અનુસાર ૭મી તારીખના રોજ દંપત્તિ વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતા હોલમાં જ ગણપત પરમારે પદમાબેનને તી-ણ હથિયારના ઘા મારી દીધા હતા જેથી તેણીએ ત્યાં જ દમ તોડી દીધો હતો. ત્યારબાદ ગણપત લાશને ઢસડીને બાથરૂમમાં લઈ ગયો હતો અને ત્યાં મુકીને ફાર્મહાઉસને તાળુ મારીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આણંદ નજીક આવેલા ગોપાલપુરા ગામની સીમમાં આંબાના ઝાડ સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કરનાર આધેડ નવસારી ફાર્મહાઉસમાં પોતાની પત્નીની કોઈ કારણોસર તી-ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કર્યાનો ઘટસ્ફોટ થતાં જ પોલીસ ચોંકી ઉઠી હતી અને આ અંગે કાર્યવાહી હાથ ઘરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સવારના સુમારે ગોપાલપુરા ગામની સીમમાં આવેલા એક આંબાના ઝાડ પાસે ગળે ફાંસો ખાઈને આપઘાત કરેલા એક આધેડની લાશ મળી આવી હતી. આધેડે પોતાના આખી બાંયના શર્ટનો એક છેડો આંબાના ઝાડ સાથે બાંધીને તેમજ બીજા છેડા વડે ગળે ફાંસો ખાઈ લીઘો હતો. જેથી વજન ખમી ના શકતા તે નીચે પડ્યો હતો અને થોડીવારમાં જ મોતને ભેટ્યો હતો. ઘટનાની જાણ વાસદ પોલીસને થતાં જ પોલીસે લાશનો કબ્જો લઈને પીએમ માટે સરકારી હોસ્પીટલ ખાતે મોકલી આપી હતી અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તેના વાલીવારસોની શોધખોળ હાથ ઘરી હતી.

દરમ્યાન આજે બપોરના સુમારે નવસારી પોલીસ દ્વારા વડોદના એક આરોપીનો ફોટો મોકલીને તે હત્યા કરીને એ તરફ આવ્યો હોવાનું જણાવીને વોચમાં રહી તેને ઝડપી પાડવાની તાકીદ કરી હતી.જેના આધારે પોલીસે ફોટો તપાસતા તે આપઘાત કરનાર શખ્સનો જ હોવાનું ખુલવા પામ્યું હતુ. જેથી વડોદ ખાતે તપાસ કરતા તેનો ભાઈ મળી આવ્યો હતો. જેને લાશ બતાવતા તેણે પોતાના ભાઈ ગણપત પરમારની જ લાશ હોવાનું જણાવ્યું હતુ. તેણે પોતાના ભાઈની છ આંગળીઓ હોય તેના આધારે ઓળખવિધિ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગણપત પરમાર અને તેની પત્ની પદમાબેન નવસારી જિલ્લાના સુપા ગામે રહેતા હતા. દરમ્યાન ઉગતથી ગોપલા તરફ જતા માર્ગ ઉપર આવેલા ફાર્મહાઉસમાં ઉગી નીકળેલા ઘાસની સફાઈ માટે ગત ૭મી સપ્ટેમ્બરના રોજ જયપાલસિંહે તેમને બોલાવ્યા હતા. ૯મી સપ્ટેમ્બરના રોજ જયપાલસિંહનો નાનો ભાઈ સુશીલસિંહ કેટલું કામ કર્યું તે જોવા માટે ફાર્મહાઉસમાં ગયો હતો પરંતુ ફાર્મહાઉસ બંધ હોય તેણે બાજુમાં આવેલા ફાર્મહાઉસમાંથી ચાવી લઈને ખોલી અંદર પ્રવેશ્યો હતો. એ સાથેજ તેણે ત્યાં પડેલા લોહીના ડાઘ જોઈને ચોંકી ઉઠ્યો હતો. રૂમમાં આવેલા બાથરૂમમાં જતા જ અંદર પદમાબેનની લોહીથી લથપથ લાશ જોવા મળી હતી. તેણે ગણપતભાઈના નામની બૂમો પાડી હતી પરંતુ ગણપત મળી આવ્યો નહોતો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ આવી પહોંચી હતી અને તપાસ કરતા પદમાબેનને તી-ણ હથિયારના ઘા મારીને હત્યા કરી નાંખ્યા બાદ લાશને પુરાવાના ભાગરૂપે બાથરૂમમાં પુરી દેવામાં આવી હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે બસસ્ટેશન, રેલ્વે સ્ટેસન સહિત જાહેર માર્ગો ઉપર આવેલા સીસીટીવી કેમેરાની મદદથી તપાસ કરતા ગણપત પરમાર આણંદ તરફ ગયાનું જાણવા મળ્યું હતુ. તેનું વતન પણ વડોદ થતુ હોય નવસારી પોલીસે તેા ફોટા સાથેની વિગતો વાસદ પોલીસને મોકલી આપતાં તેણે ગોપાલપુરા ગામની સીમમાં પત્નીની હત્યા કર્યા બાદ લાગી આવતા આપઘાત કરી લીઘાનું ઉજાગર થવા પામ્યું હતુ.

તારાપુર : ઈસરવાડા સીમના ટ્રેક્ટરના શો-રૂમમાંથી ૪.૨૮ લાખની મત્તા ચોરી તસ્કરો ફરાર

રંગાઈપુરામાં ભારત ગેસનું શટર તોડીને તસ્કરો ૧૦૫૭૦ રૂા.ની રોકડ ચોરી ફરાર

ગલિયાણાના યુવાને ચાર વ્યક્તિઓના ત્રાસથી કુવામાં પડતું મૂકીને કરેલો આપઘાત

વિદ્યાનગર : ચરોતર ગ્રામોધ્ધાર મંડળના બે મકાનો ઉપર ગેરકાયદેસર કબ્જો જમાવી દેતાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ

નગરામાંથી ઝડપાયેલા ઓઈલ ચોરીમાં સંડોવાયેલો વડોદરાનો સલીમ મુખ્ય સુત્રધાર

ખેડા, આણંદ તેમજ ગુજરાતમાં વિવિધ ઠેકાણે મળી ૩૩ ચોરીના ગુનામાં સંડોવાયેલ તસ્કર પકડાયો

વાસદ ટોલનાકાએથી વિદેશી દારૂ બીયરની ૫૭ પેટી ભરેલી ટ્રક ઝડપાઈ

આણંદ : ભાડે રાખેલ ગેરેજ ખરીદી પેટેના ચેક રીર્ટન કેસમાં પિતા-પુત્રીને ૧ વર્ષની સજા