Sardar Gurjari

સોમવાર, તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૪, આસો સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૧૧૯

મુખ્ય સમાચાર :
બોરસદ : કસારીની વૃધ્ધાને પૈસા જમા થયાનું જણાવીને ગઠિયો ૩૨,૫૦૦ની મત્તા લઈને ફરાર
ફોટો પાડવાના બહાને સોનાના કાપ તેમજ નથણી અને રોકડા ૫૦૦ લઈને વૃદ્ઘાને રસ્તા નજીક બેસાડીને ફરાર થઈ ગયો
11/09/2024 00:09 AM Send-Mail
બોરસદ નજીક આવેલા કસારી ગામે રહેતી એક વૃદ્ઘાને બેંકમાં જમા થયેલા પૈસા લેવા જવાની લાલચ આપીને બાઈક સવાર ગઠિયો સોનાના દાગીના તેમજ રોકડા ૫૦૦ મળીને કુલ ૩૨૫૦૦ રૂપિયાની મત્તા લઈને ફરાર થઈ જતાં આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને બાઈક સવાર ગઠિયાને વર્ણન તેમજ સીસીટીવી ફુટેજના આધારે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૭મી તારીખના રોજ કસારી ગામના કાશીયાપુરા ખાતે આવેલી પાણીની ટાંકી પાસે રહેતા બાલુબેન ખુમાનસિંહ પરમાર (ઉ.વ. ૬૨)ગત ૭મી તારીખના રોજ રીક્ષામાં બેસીને બોરસદ અનાજ કરિયાણુ ખરીદવા માટે આવ્યા હતા. ટાઉનહોલ પાસેથી કરિયાણું ખરીદીને ચપ્પલ લેવાના હોય તેણી નજીકમાં આવેલા પટેલ ચકલા બજારમાં જવા નીકળ્યા હતા. દરમ્યાન એક દુકાન પાસે ભુરા કલરનું બાઈક લઈને એક શખ્સ આવી પહોંચ્યો હતો અને તમે કયા ગામના છો તેમ પુછતાં તેણીએ કસારી ગામની હોવાનું જણાવ્યું હતુ. જેથી ગઠિયાએ હુ તમારા ગામમા જઈને આવ્યો, તમારા પૈસા બેંકમાં મંજુર થયા છે તે લેવા જવાનું છે. જેથી બાલુબેન તેની વાતોમાં આવી ગયા હતા અને તેના બાઈક પાછળ બેસી ગયા હતા.

થોડે દુર ગયા બાદ ગઠિયાએ બાઈક ઉભુ રાખ્યું હતુ અને ફોટા પાડવા પડશે તેમ જણાવીને મહિલાએ પહેરેલ સોનાના બે કાપ તેમજ નાકમાં પહેરેલી નથણી કઢાવીને લઈ લીઘી હતી અને પાવતી ફાડવાના ૫૦૦ રૂપિયા થશે તેમ જણાવીને તેણીના હાથમાં રહેલા પાંચસો રૂપિયા એમ મળીને કુલ ૩૨૫૦૦ રૂપિયા લઈ લીઘા હતા. ત્યારબાદ ગઠિયાએ હું બેંકમાં પાવતી ફડાવીને તમારા રૂપિયા લઈને આવું છુ, તેમ જણાવીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘણી વાર થઈ હોવા છતાં પણ બાઈક સવાર પરત ના આવતાં બાલુબેને પોતાના પુત્રને વાત કરીને કસારી ગામમાં સરપંચ પાસે તપાસ કરાવી હતી. પરંતુ આવા કોઈ રૂપિયા મંજુર નહીં થયા હોવાનું જાણવા મળ્યું હતુ.જેથી ગઠિયો આબાદ રીતે છેતરપીંડી કરીને ફરાર થઈ ગયો હોવાનું લાગતા જ તેણીએ બોરસદ શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને બાઈક સવારના વર્ણન અને સીસીટીવી ફુટેજની મદદથી તપાસ હાથ ઘરી છે.

તારાપુર : ઈસરવાડા સીમના ટ્રેક્ટરના શો-રૂમમાંથી ૪.૨૮ લાખની મત્તા ચોરી તસ્કરો ફરાર

રંગાઈપુરામાં ભારત ગેસનું શટર તોડીને તસ્કરો ૧૦૫૭૦ રૂા.ની રોકડ ચોરી ફરાર

ગલિયાણાના યુવાને ચાર વ્યક્તિઓના ત્રાસથી કુવામાં પડતું મૂકીને કરેલો આપઘાત

વિદ્યાનગર : ચરોતર ગ્રામોધ્ધાર મંડળના બે મકાનો ઉપર ગેરકાયદેસર કબ્જો જમાવી દેતાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ

નગરામાંથી ઝડપાયેલા ઓઈલ ચોરીમાં સંડોવાયેલો વડોદરાનો સલીમ મુખ્ય સુત્રધાર

ખેડા, આણંદ તેમજ ગુજરાતમાં વિવિધ ઠેકાણે મળી ૩૩ ચોરીના ગુનામાં સંડોવાયેલ તસ્કર પકડાયો

વાસદ ટોલનાકાએથી વિદેશી દારૂ બીયરની ૫૭ પેટી ભરેલી ટ્રક ઝડપાઈ

આણંદ : ભાડે રાખેલ ગેરેજ ખરીદી પેટેના ચેક રીર્ટન કેસમાં પિતા-પુત્રીને ૧ વર્ષની સજા