૧૫ વર્ષ જૂના વાહન અંગે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, વાહન સ્ક્રેપિંગ નીતિમાં કરી શકે છે ફેરફાર
વાહનને સ્ક્રેપ કર્યા પહેલાં તેની ઉમંરના બદલે પ્રદૂષણ સ્તર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું લ-ય
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પોતાની ત્રણ વર્ષ જૂની વાહન સ્ક્રેપિંગ નીતિમાં ફેરફાર કરી શકે છે અને ૧૫ વર્ષથી વધુ જુના વાહનોને રાહત આપી શકે છે. સરકારી અધિકારીઓ અનુસાર ફિટનેસ ટેસ્ટ કેન્દ્ર દ્વારા અયોગ્ય જાહેર થવા પર આવા વાહનોને સ્ક્રેપ કરવાનો જરૂરી નિયમ સંશોધિત કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર હવે વાહનને સ્ક્રેપ કર્યા પહેલાં તેની ઉમંરના બદલે પ્રદૂષણ સ્તર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું લ-ય રાખે છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (ઝગ્દરઋ) વાહન સ્ક્રેપિંગ નિયમમાં આ ફેરફાર કરવા માટે વાહનોની પ્રદૂષણ તપાસને વિશ્વસનીય બનાવવાનું આયોજન બનાવી રહ્યા છે. ઝગ્દરઋમાં સચિવ અનુરાગ જૈને મંગળવારે સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેકચર્સ દ્વારા આયોજીત વાર્ષિક સંમેલન દરમિયાન આ સંબંધિત ઓટો ઉદ્યોગમાં મદદ માગી.
ભારતમાં ૨૦૨૧માં વાહન સ્ક્રેપિંગ નીતિ શરૂ કરવામાં આવી હતી. જેથી પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે જૂના અને પ્રદૂષણ ફેલાવના વાહનોને રસ્તા પરથી હટાવી શકાય. નીતિના દિશાનિર્દેશો અનુસાર ૨૦ વર્ષથી જૂના ખાનગી વાહનો અને ૧૫ વર્ષથી વધુ જૂના વ્યાપારી વાહનોને વધુ ફિટનેસ કેન્દ્ર પર જરૂરી ફિટનેસ તપાસથી પસાર થવું પડશે.જો તપાસના પરિણામ નકારાત્મક છે તો વાહનોને સ્ક્રેપયાર્ડમાં મોકલવા પડશે.
ફકઅઝ સંમેલનમાં જૈને કહ્યું કે આ પગલું વાહન માલિકોની પ્રતિક્રિયા બાદ ઉઠાવવામાં આવ્યું છે. નિયમને નક્કી ઉંમર સુધી પહોંચનાર વાહનોની તુલનામાં પ્રદૂષણ ફેલાવનાર વાહનો પર વધુ ધ્યાન આપવું જોઇએ. જયારે તમે એક નીતિ લઇને આવો છો કે ૧૫ વર્ષ બાદ સ્ક્રેપિંગ જરૂરી છે તો લોકો આપણી પાસે એક સવાલને લઇને આવે છે જો તમે પોતાના વાહનની સારસંભાળ સારી કરી છે તો તમે મારું વાહન કેમ સ્ક્રેપ કરવા માગો છો ? તમે જરૂરી કરી શકતા નથી.
આને સંભવ બનાવવા માટે વાહનોની પ્રદૂષણ તપાસ પણ કડક હોવાની જરુર છે. જૈને એક શ્રેષ્ઠ પ્રદૂષણ તપાસ તંત્ર વિકસિત કરવા માટે ઉદ્યોગથી મદદ માગી. આપણે એ નકકી કરવું પડશે કે પ્રદૂષણ પરીક્ષણ કંકઇ એવું બની જાય જે વિશ્વસનીય હોય. હું તમને સૌને પ્રદૂષણ તપાસના કાર્યક્રમને ડિઝાઇન કરવામાં અમારી મદદ કરવાની વિનંતી કરું છું. આપણે સૌ જાણીએ છીએ પ્રમાણપત્ર કેવી રીતે મેળવી શકાય છે.
વાહન સ્ક્રેપિંગ નિયમોમાં સુધારો કરવાની યોજના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ટિપ્પણીની વચ્ચે આવી છે. વાહન સ્ક્રેપિંગ સિસ્ટમ દ્વારા ઓટો ઉદ્યોગને વેચાણમાં૧૮ ટકાના વધારાનો લાભ થઇ શકે છે. તેમણે યુરોપ અને અમેરિકાના ઉદાહરણ શેર કર્યા જયાં કાર નિર્માતાઓએ આ પ્રકારની નીતિ અપનાવીને ૧૫ ટકા સુધીના વેચાણમાં વધારો નોંધ્યો.